દરોડા/ કચ્છની ટ્રાન્સવર્લ્ડ ફર્ટિકેમ કંપનીમાં DRI-SIB કસ્ટમ વિભાગના દરોડા

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં દરોડાનો ધમધમાટ જોવા મળ્યો છે. કચ્છની ટ્રાન્સવર્લ્ડ ફર્ટિકેમ કંપનીમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

Top Stories Gujarat Others
દરોડા
  • યુરિયા કૌભાંડની આશંકાએ તપાસનો ધમધમાટ
  • ફર્ટિ.ઇમ્પોર્ટમાં પ્રતિબંધિત એરિયાનાં એક્ષપોર્ટ મુદ્દે તપાસ
  • કંડલા સેઝની ટ્રાન્સવર્લ્ડ ફર્ટિકેમ પ્રા.લિમાં દરોડા
  • DRI-SIB કસ્ટમ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ
  • કરોડોનાં કૌભાંડની શકયતા વ્યકત કરાઇ

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં દરોડાનો ધમધમાટ જોવા મળ્યો છે. કચ્છની ટ્રાન્સવર્લ્ડ ફર્ટિકેમ કંપનીમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં DRI-SIB કસ્ટમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.ઝોનમાં આવેલ ટ્રાન્સવર્લ્ડ ફર્ટિકેમમાં તપાસ યથાવત છે.છેલ્લાં ત્રણ દિવસથી દરોડાની તપાસ કામગીરી યથાવત છે.

આ પણ વાંચો :વલસાડની ત્રણ શાળામાં બાળકો થયા કોરોના સંક્રમિત, જાણો સમગ્ર વિગત

મહત્વપૂર્ણ છે કે  ટ્રાન્સવર્લ્ડ ફર્ટિકેમ કંપનીનાં માલિક  યુસુફ ધાનાની છે.જયારે ઓપરેટિંગ ડાયરેકર પદે દિલીપ ગડીયા હોવાની જાણકારી સામે આવી છે.સયાજી રિયલ્ટી ગ્રુપ સંલગ્ન આ કંપની છે.જેમાં ફર્ટિલાઈઝર ઇમ્પોર્ટમાં પ્રતિબંધિત યુરિયા એક્સપોર્ટની તપાસ હાથ ધરાઇ છે.યુરિયા કૌભાંડની આશંકાએ તપાસ કરાતા તપાસને અંતે કરોડોનાં કૌભાંડની શકયતા વ્યક્ત કરાઇ છે.

આ પણ વાંચો :આજથી રાજયમાં સુશાસન સપ્તાહની ઉજવણીનો આરંભ,જન કલ્યાણના કાર્યો યોજાશે

આ પણ વાંચો :થરાદ કેનાલમાંથી બે લોકોનાં હાથ બાંધેલી હાલતમાં મળ્યા મૃતદેહ

આ પણ વાંચો :અમદાવાદીઓ હજી સમય છે ચેતી જજો, શહેરમાં માત્ર 11 દિવસમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ થયો બમણો

આ પણ વાંચો :12 થી વધું મુંગા પશુઓના મોત, ગ્રામજનોમાં આક્રોશ