Loksabha Electiion 2024/ મણિપુરમાં આજે 6 મતદાન કેન્દ્રો પર આજે પુનઃ મતદાન, બીજા તબક્કા દરમ્યાન તૂટયા હતા EVM-VVPAT

મણિપુર આઉટર લોકસભા સીટના 6 મતદાન કેન્દ્રો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. બાહ્ય મણિપુરની 6 બેઠકો પર પુન: મતદાન માટે સુરક્ષા વધુ મજબૂત કરતા કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે.

Top Stories India
Beginners guide to 2024 04 30T095622.427 મણિપુરમાં આજે 6 મતદાન કેન્દ્રો પર આજે પુનઃ મતદાન, બીજા તબક્કા દરમ્યાન તૂટયા હતા EVM-VVPAT

મણિપુર આઉટર લોકસભા સીટના 6 મતદાન કેન્દ્રો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. બાહ્ય મણિપુરની 6 બેઠકો પર પુન: મતદાન માટે સુરક્ષા વધુ મજબૂત કરતા કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઉખરૂલ જિલ્લાના 5 અને સેનાપતિના 1 બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. સવારે 9 વાગ્યા સુધીના પ્રથમ બે કલાક દરમિયાન કુલ 16.68% મતદાન થયું છે. 26 એપ્રિલે બીજા તબક્કાના મતદાન દરમિયાન અહીં EVM-VVPAT તૂટી ગયા હતા.

26 એપ્રિલે, સશસ્ત્ર બદમાશોએ ઉખરુલ જિલ્લામાં મતદાન મથકો 44/41 અને 44/50 પર બૂથ કેપ્ચરિંગ કર્યું હતું. આ પછી રોષે ભરાયેલા લોકોએ EVM મશીનો તોડી નાખ્યા હતા.

હિંસાની ઘટનાઓ બાદ ચૂંટણી પંચે 6 મતદાન કેન્દ્રો પર થયેલા મતદાનને રદબાતલ જાહેર કર્યું હતું. તેમજ 30 એપ્રિલના રોજ સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી નવેસરથી મતદાન કરાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. કમિશને આ સૂચના લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 58(2) અને 58 A(2) હેઠળ આપી છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે આ બૂથ પર ગેરકાયદેસર રીતે મતદાન પણ થયું હતું.

તસવીર ઉખરૂલના 44/41 ડી-1 મતદાન મથકની છે, જ્યાં ગ્રીનલેન્ડ પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં લોકો ફરી મતદાન કરવા પહોંચ્યા છે.

આ ઉપરાંત મણિપુર કોંગ્રેસે પણ બૂથ કેપ્ચરિંગ અને બળજબરીથી મતદાનની ફરિયાદ કરી હતી અને ફરીથી મતદાનની માંગ કરી હતી. ગ્રીનલેન્ડ પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં લોકો ફરી મતદાન કરવા પહોંચ્યા છે.

આ મતદાન મથકો પર પુન: મતદાન થશે

ઉખરુલ (ST) ના 44- 4 મતદાન મથકો

44/20- શાંગશક
44/36-ઉખરુલ (A)
44/41-ઉખરુલ (D-1)
44/50-ઉખરુલ (F)
45-ચિંગાઈ (ST)નું એક મતદાન મથક

45/14-ચિંગાઈ
47-કરોંગ (ST)નું એક મતદાન મથક

47/33-OEM (A1)

26 એપ્રિલે, સશસ્ત્ર બદમાશોએ ઉખરુલ જિલ્લામાં મતદાન મથકો 44/41 અને 44/50 પર બૂથ કેપ્ચરિંગ કર્યું હતું. આ પછી રોષે ભરાયેલા લોકોએ EVM મશીનો તોડી નાખ્યા હતા.

પુનઃમતદાનની કરાઈ માંગ
મતદાન દરમિયાન ગેરરીતિનો આરોપ લગાવતા મણિપુર કોંગ્રેસે ચૂંટણી પંચને રાજ્યભરના ઘણા મતદાન મથકો પર પુનઃ મતદાનની માંગ કરી હતી. મુખ્ય ચૂંટણી પંચને લખેલા પત્રમાં મણિપુર કોંગ્રેસે અજાણ્યા સશસ્ત્ર લોકો દ્વારા ઈવીએમ તોડવા, બૂથ કેપ્ચરિંગ, વોટિંગમાં છેડછાડ અને બળજબરીથી મતદાન કરાવવાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.

22 એપ્રિલે 11 બૂથ પર બીજા તબકાકાનું મતદાન થયું હતું . 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન અહીં ફાયરિંગ અને તોડફોડની ઘટનાઓ બની હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઈવીએમ તૂટી ગયા હતા. 20 એપ્રિલે ચૂંટણી પંચે અહીં પુન: મતદાન કરાવવાના આદેશો જારી કર્યા હતા.

Capture 5 મણિપુરમાં આજે 6 મતદાન કેન્દ્રો પર આજે પુનઃ મતદાન, બીજા તબક્કા દરમ્યાન તૂટયા હતા EVM-VVPAT

મણિપુરમાં ગત વર્ષે 3 મેથી કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસામાં 200થી વધુ લોકોના મોત થયા છે. આઉટર મણિપુર સીટના હિંસા પ્રભાવિત વિસ્તારોના કેટલાક બૂથ પર 26 એપ્રિલે બીજા તબક્કામાં પણ મતદાન થયું હતું. રાજ્યમાં કુકી સંગઠનોએ થોડા દિવસો પહેલા લોકસભા ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી હતી. તેમણે ન્યાય નહીં, વોટ નહીંના નારા લગાવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં હિંસાની ઘટનાઓમાં 200 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ થયા છે. 65 હજારથી વધુ લોકોએ પોતાના ઘર છોડી દીધા છે.

મણિપુરમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે, NPP-NPF સાથે ગઠબંધન
મણિપુરમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે. તેણે રાજ્યના સ્થાનિક પક્ષો – નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) સાથે ગઠબંધન કર્યું છે. ભાજપે માત્ર આંતરિક મણિપુરમાંથી ઉમેદવારો ઉભા રાખ્યા છે. તે આઉટર મણિપુરમાં NPFને સપોર્ટ કરી રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બંને બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પાર્ટીએ માત્ર આંતરિક મણિપુર બેઠક જીતી હતી. NPF એ આઉટર મણિપુરમાં ભાજપને હરાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ દુબઈમાં બનશે! 400 એરક્રાફ્ટની સુવિધા

આ પણ વાંચો:60 વર્ષની આ મહિલાએ રચ્યો ઇતિહાસ, મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો

આ પણ વાંચો:પાકિસ્તાન ભારતમાં થઈ રહેલી લોકસભાની ચૂંટણીને લઈને ચિંતિત