Not Set/ પાંચ ઇંચ વરસાદમાં તો અમદાવાદ પાણી-પાણી, તંત્ર સાબિત થયું “ન-પાણીયું”

અમદાવાદમાં પાંચ ઇંચમાં જળબંબાકાર જેવા દ્વશ્યો પાંચ ઇંચ પાણીએ તંત્રને ક્યું ન-પાણીયું સાબિત કોર્પોરેશનનો પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં ચાર ઇંચ વરસાદે શહેરને ઘમરોળ્યું ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા પૂર્વનો નિચાણવાળો વિસ્તાર પાણીમાં શહેરના તમામ તળાવો છલોછલ ઓછી વિઝીબીલીટીથી વાહનચાલકો પરેશાન અમદાવાદમાં માત્ર ચાર – પાંચ ઇંચ વરસાદે શહેરને ઘમરોળી નાખ્યુ છે. સવારના એક કલાકમાં ત્રણ ઇંચ […]

Top Stories Ahmedabad Gujarat
ahd1 પાંચ ઇંચ વરસાદમાં તો અમદાવાદ પાણી-પાણી, તંત્ર સાબિત થયું "ન-પાણીયું"
  • અમદાવાદમાં પાંચ ઇંચમાં જળબંબાકાર જેવા દ્વશ્યો
  • પાંચ ઇંચ પાણીએ તંત્રને ક્યું ન-પાણીયું સાબિત
  • કોર્પોરેશનનો પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં
  • ચાર ઇંચ વરસાદે શહેરને ઘમરોળ્યું
  • ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા
  • પૂર્વનો નિચાણવાળો વિસ્તાર પાણીમાં
  • શહેરના તમામ તળાવો છલોછલ
  • ઓછી વિઝીબીલીટીથી વાહનચાલકો પરેશાન

અમદાવાદમાં માત્ર ચાર – પાંચ ઇંચ વરસાદે શહેરને ઘમરોળી નાખ્યુ છે. સવારના એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થતાં ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા હતા. તો વાહનવ્યવહાર પણ ઠપ્પ થઇ ગયો હતો. જશોદાનગર,સરસપુર, ગોમતીપુર, બોપલ, શીલજ, સેટેલાઇટ સહીતના વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. ધમાકેદાર વરસાદે કોર્પોરેશનના પ્રિમોન્સુન પ્લાનના ધજાગરા ઉઠાવી દીધા હતા.

શહેરમાં સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ મણિનગર,વટવા, નારોલ, સરખેજ સહિતના વિસ્તારોમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે ગોતા, રાણીપ, એસજી હાઈવે, વસ્ત્રાપુર, નરોડા, વટવા, મણિનગર, પરિમલ ગાર્ડન, સેટેલાઇટ વિસ્તારને જળબંબાકાર બનાવી દીધો.

સવારે 9 વાગ્યાની આસપાસ ઝરમર વરસાદ શરૂ થયો હતો અને 9.30થી 10.30 સુધી ગાજવીજ અને ધડાકાઓ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એક કલાકમાં જ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં પૂર્વના જશોદાનગર, સરસપુર, ગોમતીપુર, મણિનગર ઉપરાંત પશ્ચિમના સેટેલાઈટ, શીવરંજની, બોપલ, શીલજ સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. એસજી હાઈવે પર પણ સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.અનેક વાહનોમાં પાણી ભરાઈ જતાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા.

અમદાવાદના અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. વરસાદી પાણી જવાની લાઈનો ચોકઅપ થઈ જતાં પાણી ઓવરફ્લો થવા લાગ્યું હતું. તેમાં પણ પૂર્વના નીચાણવાળા વિસ્તારો જેવા કે સરસપુર, ગોમતીપુર વગેરેમાં હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેમાં પણ પૂર્વમાં જશોદાનગરથી એસપી રીંગ રોડ સુધીનો વિસ્તાર તો રીતસર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વટવા ફેઝ-2 જવાના રસ્તા પર તો કેડ સુધી પાણી ભરાયા હતા અને ખાત્રજ ચોકડી તથા રીંગ રોડ તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત થઈ ગયો હતો. કેડસમા પાણીમાં નિકળવાનો પ્રયાસ કરતાં સંખ્યાબંધ વાહનો બંધ પડી જતાં લોકોની વધુ કફોડી સ્થિતિ બની હતી.

તો ભારે વરસાદ દરમિયાન શહેરમાં વિઝીબિલિટી સાવ ઓછી થઈ જતાં રોડ પર વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. વાહનચાલકોને વાહનોની લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. વિઝીબિલીટીના કારણે દિલ્હી અમદાવાદની ઇન્ડિગોની ફલાઇટને ઇન્દોર ડાયવર્ટ કરવામાં આવી હતી.

મેઘરાજાની ધમાકેદાર જમાવટથી શહેરના તળાવો પણ ભરાઈ ગયાં છે. ગોતા ગામમાં આવેલું તળાવ, વેજલપુર ઔડા ગાર્ડન તળાવ, ચાંદલોડીયા તળાવ તેમજ વસ્ત્રાપુર તળાવ સહિતના તળાવો આખા ભરાઈ ગયા છે. વેજલપુર ઔડાનું ગાર્ડન તળાવ તો ઓવરફલોની સપાટી સુધી આવી ગયું છે. શહેરમાં ભારે વરસાદને પગલે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ટ્વિટ કરી કામ વગર ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરી છે. ત્યારે હજુ બે દિવસ વરસાદનું જોર જોવામાં આવશે તેવી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.