@દિવ્યેશ પરમાર
સુરતઃ સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલા સેતુબંધ હિલ્સ માંથી એક 55 વર્ષીય આધેડે 13 માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આધેડના આપઘાત કરવા પાછળ નું કારણ અકબંધ છે. બીમારીના કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સેવવામાં આવી રહ્યું છે..
સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલા સેતુબંધ હિલ્સમાં મોડી રાત્રે એક આધેડ બિલ્ડીંગ માં આવ્યા હતા અને 13 માળ સુધી ઉપર ગયા હતા ત્યાં તેમણે એક ઘરમાં પીવાનું પાણી માંગ્યું ઘર માલીકે પીવાનું પાણી આપ્યું ત્યારબાદ આધેડ પાણી પી પોતાની લાકડી લઈ અને દાદર ચઢ્યા હતા, ત્યાંથી તેમણે મોતની છલાંગ લગાવી દીધી હતી.
આધેડ 13મા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થઈ જતા ઘટના સ્થળે જ તેમનું મોત થઈ ગયું હતું આ ઘટનાને પગલે તમામ લોકો એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા આધેડ નું નામ દિલીપ દિવેરા હોવાનું સામે આવ્યું હતું 55 વર્ષીય દિલીપ દિવેરા શિવધારા હાઈટ્સમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું.
ઘટનાને પગલે પોલીસે લાસ ને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.. મહત્વનું છે કે આધેડે આપઘાત કર્યો તેની પાછળનું મુખ્ય કારણ શું છે તે હજુ જાણવા મળ્યું નથી જેથી પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે જોકે આધેડ ના આપઘાત કરવા પાછળનું કારણ બીમારી હોવાનું પ્રાથમિક તારણ સેવવામાં આવી રહ્યું છે.. આપઘાત ના સમગ્ર સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં આધેડ બિલ્ડીંગ ની અંદર જતા દેખાય છે અને તેનાથી જ તેમની ઓળખ થઈ હતી. આધેડ નીચે ફટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આસપાસ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા જેથી લોક ટોળું એકઠું થઈ ગયું હતું.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ, પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ
આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો