Not Set/ Maruti ની તમામ કાર આજથી બનશે મોંઘીઃ રૂ. 6,100 સુધીનો આવશે ભાવવધારો

નવી દિલ્હી: ભારતની સૌથી મોટી કાર કંપની એવી મારુતિ (Maruti) સુઝુકી ઇન્ડિયા દ્વારા પોતાની તમામ કેટેગરીની કારની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. મારુતિ સુઝુકી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની તમામ કારના વિવિધ મોડલો પર રૂ. ૬,૧૦૦ જેટલો ભાવવધારો અમલી કરી દીધો છે, જ્યારે બીજી તરફ મર્સિડિઝ બેન્ઝ કંપનીએ પોતાની કારની કિંમતમાં ચાર ટકાનો વધારો કરવાની પણ […]

Top Stories India Trending Tech & Auto Business
All cars of Maruti will be expensive: Up to Rs. 6,100 will increase price
નવી દિલ્હી: ભારતની સૌથી મોટી કાર કંપની એવી મારુતિ (Maruti) સુઝુકી ઇન્ડિયા દ્વારા પોતાની તમામ કેટેગરીની કારની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
મારુતિ સુઝુકી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની તમામ કારના વિવિધ મોડલો પર રૂ. ૬,૧૦૦ જેટલો ભાવવધારો અમલી કરી દીધો છે, જ્યારે બીજી તરફ મર્સિડિઝ બેન્ઝ કંપનીએ પોતાની કારની કિંમતમાં ચાર ટકાનો વધારો કરવાની પણ જાહેરાત કરી છે.
મર્સિડિઝ કારની વધારેલી કિંમતો આગામી માસ સપ્ટેમ્બર-૨૦૧૮થી લાગુ પડશે, જ્યારે મારુતિ સુઝુકી ઇન્ડિયા દ્વારા કારની કિંમતમાં કરવામાં આવેલો ભાવ વધારો આજથી જ અમલી કરી દેવામાં આવ્યો છે.
મારુતિ સુઝુકી ઇન્ડિયાના પોર્ટફોલિયોમાં ભાવવધારા હેઠળ સ્મોલ હેચબેક કાર અલ્ટોથી લઇને કોમ્પેક્ટ સ્પોર્ટ્સ કાર વિટારા બ્રિઝાને પણ આવરી લેવામાં આવી છે. આ તમામ કારની એક્સ શો-રૂમ કિંમતમાં એવરેજ રૂ. ૬,૧૦૦ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
મારુતિ સુઝુકી ઇન્ડિયા કંપનીના જણાવ્યા અનુસાર, ઇનપુટ કોસ્ટ અને ફોરેક્સ રેટમાં ચઢાવ-ઉતારના કારણે અમારે આ ભાવવધારો કરવાની ફરજ પડી છે.
આ અગાઉ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ અને હોન્ડા કાર્સ ઇન્ડિયા જેવી અન્ય ઓટોમોબાઇલ કંપનીઓ પણ આ મહિનાના અગાઉથી જ પોતાની કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી ચૂકી છે.