Dubai airport/ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ દુબઈમાં બનશે! 400 એરક્રાફ્ટની સુવિધા

શેખ મોહમ્મદે વધુમાં જણાવ્યું કે, નવા એરપોર્ટને અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ………

Top Stories World
Image 54 1 વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ દુબઈમાં બનશે! 400 એરક્રાફ્ટની સુવિધા

UAE : યુનાઈટેડ આરબ અમીરાત (UAE) પ્રવાસન (ટુરિઝમ) ક્ષેત્રે કૂદકે ને ભૂસકે સતત પ્રગતિ કરી રહ્યું છે. તેને જોતા UAEના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે એક મોટી જાહેરાત કરી છે. શેખ મોહમ્મદ બિનએ તેમના X એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે, દુબઈ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ, તેનું બંદર, શહેરી કેન્દ્ર અને એક નવું વૈશ્વિક કેન્દ્ર બનશે. આ અંતર્ગત તેમણે લગભગ US ડોલર 35 બિલિયનના નવા એરપોર્ટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

શેખ મોહમ્મદે વધુમાં જણાવ્યું કે, નવા એરપોર્ટને અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવશે અને તેમાં 5 રનવે હશે. 260 મિલિયન મુસાફરોને હોસ્ટ કરવાની ક્ષમતા અને 400 એરક્રાફ્ટ ગેટ હશે.

આ એરપોર્ટ હાલના દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતા 5 ગણુ મોટું હશે અને આવનારા વર્ષોમાં એરપોર્ટની તમામ કામગીરી તેના પર ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

જાણો એરપોર્ટ વિશે કેટલીક ખાસિયતો

અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ દર વર્ષે 260 મિલિયન મુસાફરોને હોસ્ટ કરતું વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હશે.

હાલના દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતા 5 ગણું કદનું હશે.

એરપોર્ટ પર 400 એરક્રાફ્ટ ગેટ અને 5 રનવે હશે.

દક્ષિણ દુબઈમાં એરપોર્ટની આસપાસ એક આખું શહેર બનાવવામાં આવશે.

આ એરપોર્ટ લોજિસ્ટિક્સ અને એવિએશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપનીઓને હોસ્ટ કરશે.

ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રથમ વખત નવી ઉડ્ડયન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

Image


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓનાં મોત

આ પણ વાંચો:60 વર્ષની આ મહિલાએ રચ્યો ઇતિહાસ, મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો

આ પણ વાંચો:પાકિસ્તાન ભારતમાં થઈ રહેલી લોકસભાની ચૂંટણીને લઈને ચિંતિત