USA : અમેરિકામાં એક માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓનાં મોત નિપજ્યા છે. અમેરિકાના સાઉથ કેરોલીનાનાં ગ્રીનવિલેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રણેય મૃતક મહિલાઓ આણંદ જિલ્લાની વતની છે. તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદીને ઝાડ સાથે અથડાઈ હતી. ઓવરસ્પીડના કારણે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.
માહિતી મુજબ, અમેરિકાના સાઉથ કેરોલીનાનાં ગ્રીનવિલેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આણંદ જીલ્લામાં રહેતી મહિલાઓ ગાડીમાં જઈ રહી હતી દરમિયાન તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદીને ઝાડ સાથે અથડાઈ હતી. કાર એટલી બધી ઓવરસ્પીડમાં હતી કે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા અને ઘટનાસ્થળે ત્રણેય મહિલાઓનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. દરમિયાન વધુ એક વાસણા ગામની મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.
સ્થાનિકો મતે, મહિલાઓની કાર એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કોરોલીના જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત નડ્યો હતો. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૃતક મહિલાઓના નામ
રેખાબેન દિલીપભાઈ પટેલ
સંગીતાબેન ભવનેશભાઈ પટેલ
મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ
આ પણ વાંચો:પાકિસ્તાનીઓને વિઝા અને ફેર મેમ્સ જોઈએ છે, રશિયન મહિલાએ વીડિયોમાં કર્યો ખુલાસો