uttarakhand/ નૈનિતાલના જંગલોમાં લાગેલી આગ શમવાનું નામ લેતી નથી, રહેવાસીઓને જીવનું જોખમ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને એલર્ટ રહી………..

Top Stories India
Image 9 2 નૈનિતાલના જંગલોમાં લાગેલી આગ શમવાનું નામ લેતી નથી, રહેવાસીઓને જીવનું જોખમ

Uttarakhand News: ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ હજુ ઓલવાઈ નથી. નૈનિતાલ નજીક નૈનિતાલ – ભવાલી રોડ પર પાઈનના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં જંગલનો મોટો ભાગ અને ITI બિલ્ડિંગને ઘણી અસર પહોંચી હતી. નૈનિતાલમાં લાદિયાકાંટા વિસ્તારના જંગલમાં પણ આગ લાગી છે. આગના કારણે રસ્તો ધુમાડાથી ઢંકાઈ ગયો છે. વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ છે.

Nainital forest fire threatens civilian area; boating stopped in Naini  Lake, army called: 10 points | Latest News India - Hindustan Times

ઉપરાંત, ભારે પવનના કારણે ફાયર વિભાગની ટીમને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. ભારતીય સેનાના જવાનો પણ આગ ઓલવવામાં લાગેલા છે. એવું કહેવાઆ રહ્યું છે કે વહીવટીતંત્ર હેલિકોપ્ટર દ્વારા નૈનિતાલ અને ભીમતાલ તળાવોમાંથી પાણી લઈને આગ ઓલવવાનો પ્રયાસ કરશે. નૈનિતાલ સહિત કુમાઉના જંગલોમાં પણ આગ લાગી છે. નૈનિતાલના બલદિયાખાન, જિયોલીકોટ, મંગોલી, ખુરપતાલ, દેવીધુરા, ભવાલી, પીનસ, ભીમતાલ મુક્તેશ્વર સહિત આસપાસના જંગલોમાં આગ પ્રસરાઈ છે.

Fake social media photos exaggerating Uttarakhand forest fires situation:  Forest official

નૈનિતાલ જિલ્લા હેડક્વાર્ટર પાસેના જંગલમાં લાગેલી આગએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે, જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. જેના કારણે આ વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર પડી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં આગ પહોંચવાની સંભાવનાને જોતા વહેલી તકે આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગને જોતા જિલ્લા પ્રશાસને નૈની તળાવમાં બોટિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 24 કલાકમાં આગની 26 ઘટનાઓ બની છે, 33.34 હેક્ટર જંગલ વિસ્તાર પ્રભાવિત થયો છે.

નૈનિતાલ ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રશેખર જોશીએ જણાવ્યું કે, અમે મનોરા રેન્જના 40 જવાનો અને બે ફોરેસ્ટ રેન્જર્સને આગ બુઝાવવા માટે તૈનાત કર્યા છે. વન વિભાગ મુજબ, ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં છેલ્લા 24 કલાકમાં જંગલમાં આગ લાગવાની 26 ઘટનાઓ બની છે, જ્યારે ગઢવાલ ક્ષેત્રમાં પાંચ ઘટનાઓ બની છે, જ્યાં 33.34 હેક્ટર જંગલ વિસ્તાર પ્રભાવિત થયો છે.

WhatsApp Image 2024 04 27 at 8.56.24 AM નૈનિતાલના જંગલોમાં લાગેલી આગ શમવાનું નામ લેતી નથી, રહેવાસીઓને જીવનું જોખમ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને એલર્ટ રહી આગને શમવા માટે પગલાં લેવા જણાવ્યું છે. વન અધિકારીએ જણાવ્યું કે જંગલમાં લાગેલી આગને રોકવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, અગાઉ જાખોલીના તડિયાલ ગામના ભરવાડ જંગલમાં આગ લગાવતી વખતે ઘટનાસ્થળેથી ઝડપાઈ ગયા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેમણે તેના ઘેટાંને ચરાવવા માટે નવું ઘાસ ઉગાડવા માટે આગ લગાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓના હુમલામાં CRPFના બે જવાન શહીદ

આ પણ વાંચો: બિહારના દરભંગમાં બની મોટી દુર્ઘટના, લગ્નમાં ફટાકડા ફોડતા લાગી આગ, 6 લોકોના નિપજ્યા મોત

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો નકલી પાયલોટ, બે વર્ષ સુધી મારતો હતો રોફ