વરસાદી આફત/ દ્વારકાના લાઈત હાઉસ પાસે દરિયા કાઠે ભેખડ પડતા યુવક ડટાયો, એકનું કરુણ મોત

ભારે વરસાદના કારણે ભેખડ ઘસી પડી હતી. જેની નીચે એક વ્યક્તિ દટાઇ જતાં પાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો

Top Stories Gujarat Others
Untitled 36 દ્વારકાના લાઈત હાઉસ પાસે દરિયા કાઠે ભેખડ પડતા યુવક ડટાયો, એકનું કરુણ મોત

દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ફરીવાર તોફાની બેટિંગ શરૂ થઇ ગઈ છે.  સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારમા જળબંબાકાર સર્જાયો છે, ભારે વરસાદ દરમિયાન અહીં ભેખડ ધસી પડતાં એકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે ભેખડ ઘસી પડી હતી. જેની નીચે એક વ્યક્તિ દટાઇ જતાં પાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ વ્યક્તિને બચાવી ન શકાયો. ઘટનાસ્થળે પોલીસ પણ પહોંચી હતી અને મૃતકની ઓળખ સહિતની કામગીરી માટે તજવીજ હાથ ધરી છે.

ખંભાળિયા પંથકમાં અંદાજે 3 ઇંચ વરસાદ વરસતા વ્રજધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. તેટલું જ નહીં, સોસાયટીમાં આવેલા કેટલાક મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે.ભારે વરસાદને કારણે ખંભાળિયામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે અનેક રોડ પર પાણી ફરી વળતા વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે, સ્કૂલવાન ખોટકાતા વિદ્યાર્થીઓએ ધક્કો મારવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગની આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે. પરંતું બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને,  દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ છે. આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ત્રણ દિવસમાં 21 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઘી ડેમ છલોછલ ભરાયો : ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતા છે. ભારે વરસાદની આગાહીને પગલે દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એનડીઆરએફની ટુકડી તૈનાત કરાઈ છે.

આ પણ વાંચો:સુરતના કુંભારીયામાં ખાડી કાંઠે આવેલ દીવાલ ધરાશાયી, ત્રણ-ત્રણ ફોરવ્હીલ ફસાઈ ખાડામાં

આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદે મચાવી તબાહી. અનેક હાઈવે કરાયા બંધ: અનેક લોકોનું કરાયું સ્થળાંતર

આ પણ વાંચો:ભારે વરસાદ બાદ અમદાવાદ એરપોર્ટમાં ઘૂંટણિયે સુધી ભરાયા પાણી, રનવે અને ટર્મિનલ પર ડૂબ્યા પાણીમાં

આ પણ વાંચો:જુનાગઢમાં વરસાદી આફતે મચાવી તબાહી, જુઓ તારાજીના દ્રશ્યો