Fraud/ લોનની લાલચ આપીને કરાઈ 1.32 કરોડની છેતરપિંડી, બેન્કના વેપારી સહિત 3 લોકો સામે ગુનો દાખલ

આ બનાવની વિગત મુજબ નિકોલમાં રહેતા તુલસીભાઈ જી.વસાણી ઓઢવમાં એમ્બ્રોયડીનો વ્યવસાય કરે છે. આ ધંધામાં તેમના ભાઈ પરેશ એસ.વસાણી ભાગીદાર છે. તે…

Gujarat Others
Ahmedabad Fraud

Ahmedabad Fraud: નિકોલમાં રહેતા એક વેપારીને લોનની લાલચ આપીને તેની સાથે 1.32 કરોડની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ક્રાઈમ બ્રાંચે બેન્કના મેનેજર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ નિકોલમાં રહેતા તુલસીભાઈ જી.વસાણી ઓઢવમાં એમ્બ્રોયડીનો વ્યવસાય કરે છે. આ ધંધામાં તેમના ભાઈ પરેશ એસ.વસાણી ભાગીદાર છે. તે સિવાય તુલસીભાઈ રામોલ સ્થિત વસાણી ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર છે. જે તેમના ભાઈસાગર વસાણી સંભાળે છે. ધંધા માટે નાણાની જરૂર પડતા ઓગસ્ટ 2019માં સાગરભાઈએ સીસી લોન માટે ઘોડાસર સ્થિત ગુજરાત મર્કેન્ટાઈલ કો.ઓ.બોન્ક.લી.નો સંપર્ક સાધ્યો હતો. જ્યાં બેન્કના મેનેજીંગ ડિરેક્ટર પુર્વેશ વી.પરીખ તથા તેમના મળતીયા તેજસ એસ.પટેલ તથા હિરેનભાઈએ અગાઉથી ઘડેલા કાવતરા મુજબ પાંચ લાખ રૂપિયાની સી.સી.લોન પાસ કરાવી આપવાની લાલચ આપી હતી. બાદમાં આરોપીઓએ જરૂરી ડોક્યુમેંન્ટ તથા કરન્ટ ખાતુ ખોલાવવાના કોરા ફોર્મમાં તુલસીભાઈ તથા તેમના સંબંધીઓની સહીઓ મેળવી લીધી હતી. બાદમાં બેન્ક અધિકારી-કર્મચારી તરીકે ખાતુ ખોલવાનો અધિકાર મેળવીને વસાણી ઈન્ડસ્ટ્રીઝ તથા તુલસીભાઈના ભાભી શ્રધ્ધાબહેનની મણીનીર એમ્જીનીયરીંગના નામથી કરન્ટ ખાતા ખોલ્યા હતા.

આ ખાતાને આધારે તુલસીભાઈ અને તેમના સંબંઘીઓની જાણ બહાર કોઈ લેખિત મંજુરી વગર સી.સી.લોન ખાતા ખોલી વસાણી ઈન્ડસ્ટ્રીઝના નામે 45 લાખની સી.સી.લોન મેળવી લીધી હતી. બાદમાં બેન્ક ખાતાની પાસબુક તેમજ ચેકબુકો તેમની જાણ બહાર મેળવીને ચેકથી નાણાં ઉપાડી લીધા હતા. આમ આરોપીઓએ તુલસીભાઈ સહિત સંબંધીઓ તથા બેન્ક સાથે કુલ રૂ.1.32 કરોડની છેતરપિંડી કરી હતી. આ અંગે તુલસીભાઈએ પુર્વેશ પરીખ, તેજસ પટેલ અને હિરેનભાઈ વિરૂધ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: Cricket/ રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર, આ પ્લેયરની કરાઈ પસંદગી

આ પણ વાંચો: Health Fact/ યુવાઓમાં હાર્ટ એટેકનો ખતરો કેમ વધવા લાગ્યો છે? આવો જાણીએ