હવામાન/ લાંબી રાહ જોવડાવી આખરે ફરી મેઘરાજાએ કરી પધરામણી, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ

લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરતા લોકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. તો ખેડૂતોમાં વરસાદના આગમનથી ખુશીની લહેર છવાઈ ગઈ છે.

Top Stories Gujarat Others
advani murli manohar 2 લાંબી રાહ જોવડાવી આખરે ફરી મેઘરાજાએ કરી પધરામણી, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ

લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરતા લોકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. તો ખેડૂતોમાં વરસાદના આગમનથી ખુશીની લહેર છવાઈ ગઈ છે. ગુજરાતમાં આશરે ૨૦ દિવસ બાદ વરસાદનું ફરી આગમન થયું છે જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. જ્યારે આ અગાઉ વાવણી બાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ હતો. રાજયન મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં  મેઘરાજાએ મહેર કરી છે.

રાજ્યમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 11-12 જુલાઈએ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત-મધ્ય-સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. 13 થી 20 જુલાઈ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે ભારે વરસાદની સંભાવના છે. વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભારે વરસાદની શક્યતા છે. કચ્છ -ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના છે.

રાજકોટ

રાજકોટના ઉપલેટામાં વરસાદી માહોલ છવાયો છે. તો ધોરાજી સહિત ગ્રામ્ય વિસ્તાર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે મહેર કરી છે. ડુમીયાણી ચીખલીયા, હાડફોડી, સમઢીયાળામાં વરસાદ વરસી રહ્યો છે. કપાસ, મગફળી, સોયાબીન, સહિતના પાકોને જીવતદાન મળશે.

જામનગર

જામનગરના જામજોધપુરમાં વરસાદ મહેરબાન બન્યો છે. સીદસર, ધ્રાફા, બુટાવદર સંગચિરોડામાં વરસાદથી અસહ્ય બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

છોટાઉદેપુર

છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને લઇ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. પાવીજેતપુર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તાર અને કદવાલ પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે. તો સાથે દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ શરુ થયો છે.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સુત્રાપાડા સહિતના અનેક ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરીછે.

બનાસકાંઠા

બનાસકાંઠાના દાંતા અને આસપાસના વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામ્યમાં ગળતેશ્વર, બોધાણ, ઘલા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

અમરેલી

અમરેલીના વડિયા અને આસપાસના ગામોમાં વડિયા, હનુમાન ખીજડિયા, મોરવાડામાં વરસાદ વરસી રહ્યો છે.

જુનાગઢ

જૂનાગઢના કેશોદમાં ધીમીધારે વરસાદ  પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

પોરબંદર

પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બરડા પંથકમાં કુણવદર,મજીવાણા, ફટાણા, શીંગડામાં વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે.

ભાવનગર

ભાવનગરના મહુવામા ધીમીધારે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

અંબાજી

અંબાજીમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

દીવ

દીવમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દીવમાં વરસાદી માહોલ સર્જાયો છે. દરિયામાં ઉંચા મોજા સાથે કરંટ જોવા મળ્યો છે.

નવસારી

નવસારી જિલ્લામાં શહેર તેમજ અન્ય તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

દ્વારકા

દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જામખંભાળિયામાં પણ વરસાદ  વરસી રહ્યો છે. ધીમીધારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.  જિલ્લાના આસપાસના વિસ્તારોમાં વરસાદ મહેરબાન થયો છે.