Nexus/ આતંકવાદી-ગેંગસ્ટર વચ્ચેની સાંઠગાંઠ પર એનઆઈએએ કસ્યો ગાળિયો

આતંકવાદી અને ગેંગસ્ટરો વચ્ચેની સાંઠગાંઠ પર નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(એનઆઈએ)એ ગાળિયો કસ્યો છે. એનઆઈએના અધિકારીઓએ મંગળવારે દેશના ત્રણ રાજ્યોમાં તથા એક કેન્દ્રશાષિત પ્રદેશમાં 30 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા.

Top Stories India
Beginners guide to 90 આતંકવાદી-ગેંગસ્ટર વચ્ચેની સાંઠગાંઠ પર એનઆઈએએ કસ્યો ગાળિયો

નવી દિલ્હીઃ આતંકવાદી અને ગેંગસ્ટરો વચ્ચેની સાંઠગાંઠ પર નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(એનઆઈએ)એ ગાળિયો કસ્યો છે. એનઆઈએના અધિકારીઓએ મંગળવારે દેશના ત્રણ રાજ્યોમાં તથા એક કેન્દ્રશાષિત પ્રદેશમાં 30 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. એનઆઈએના પ્રવક્તાના જણાવ્યા મુજબ મંગળવારે વિવિધ ટીમોએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ મળીને 30 ઠેકાણે દરોડા પાડ્યા હતા. કહેવાય છે કે આ ઠેકાણાઓ પર કુખ્યાત ગુનેગારોની સાંઠગાંઠનું નેટવર્ક મજબૂતી સાથે ફેલાયેલું હતું.
રાષ્ટ્રીય તપાસ એજન્સીના પ્રવકતાએ વધુમાં કહ્યું હતું કે આતંકવાદ અને માફિયાઓના આવા નેટવર્ક અને તેમને મદદ કરતા બુનિયાદી ઢાંચાને તેઓ ખતમ કરી રહ્યા છે. તેને પગલે એનઆઈએએ છેલ્લા કેટલાક મહિનાથી લક્ષ્યાંક સાથેની રણનિતી અપનાવી છે. જેમાં આતંકવાદી પ્રવૃતિઓથી મેળવેલા પૈસા અને તેનાથી પ્રાપ્ત કરાયેલી સંપત્તિઓ હરાજી સાથે જપ્ત કરવામાં આવી રહી છે.
એક ન્યુઝ એજન્સીના રિપોર્ટ મુજબ એનઆઈએની ટીમે રાજ્ય પોલીસની ટીમો સાથે મળીને અગાઉ પકડાયેલા આરોપીઓની પુછપરછ કરીને માહિતી એકઠી કરી હતી. જેના દ્વારા મળેલી માહિતી મુજબ ઓળખવામાં આવેલા શંકાસ્પદો સાથે સંકળાયેલા ઠેકાણાઓને નિશાન બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી.
એનઆઈએ દેશમાં આતંકવાદી તેમના ઠેકાણા અને કુખ્યાત ગુનેગારોના નેટવર્કને ધ્વંસ કરવાની તૈયારી કરી રહી છે. જેનાથી દેશમાં શાંતિનો માહોલ પેદા કરી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારના દરોડા પહેલા જાન્યુઆરીમાં પ્રતિબંધિત સંગઠ્ઠનો બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સંબંધિત ત્રણ મામલામાં ઉત્તરભારતમાં 32 ઠેકાણા પર એએનઆઈએ દરોડા પાડ્યા હતા. જેમાં ટીમે મોટી સંખ્યામાં શસ્ત્રો, વાંધાજનક દસ્તાવેજો, ડિજીટલ ઉપકરણો અને રોકડ રકમ કબજે કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ