Gujrat/ ખેડા: ગળતેશ્વરના પડાલ ગામે રમજાન માસની નમાજ અદા કરવા મામલે થઈ જૂથ અથડામણ

ખેડામાં ગળતેશ્વરના પડાલ ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. પડાલ ગામમાં એક જ કોમના બે જૂથ વચ્ચે નમાજ અદા કરવા મામલે મોટી બબાલ થઈ.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 15T171637.546 ખેડા: ગળતેશ્વરના પડાલ ગામે રમજાન માસની નમાજ અદા કરવા મામલે થઈ જૂથ અથડામણ

ખેડામાં ગળતેશ્વરના પડાલ ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. પડાલ ગામમાં એક જ કોમના બે જૂથ વચ્ચે નમાજ અદા કરવા મામલે મોટી બબાલ થઈ. સામાન્ય વાતચીત બાદ ઝગડો મારામારીની હદ સુધી પંહોચ્યો. બંને જૂથ સામે સામે આવી જતા થયો પથ્થર મારો થવાની ઘટના બની. આ ઘટનાની પોલીસને જાણ થતા ઘટનાસ્થળ પર પંહોચી મામલો થાળે પાડ્યો.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ખેડાના ગળતેશ્વર ગામમાં બે જૂથ વચ્ચે નમાજ અદા કરવા મામલે અથડામણ થઈ. મહત્વનું એ છે કે આ અથડામણ થયેલ બંને જૂથ એક જ કોમના છે. અને હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે એક જ કોમના માણસો વચ્ચે નમાજ અદા કરવા મામલે મોટો ઝગડો થયો અને વાત પથ્થરમારા સુધી પંહોચી. જો કે કેટલાક લોકો એ મામલો વધુ પડતો હિંસક બને તે પહેલા પોલીસને જાણ કરી અને પોલીસે દરમ્યાન ગીરી કરતા મામલો થાળે પાડ્યો છે.  પોલીસ આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરતા વધુ તપાસ હાથ ધરી છે. હાલ બંને જૂથ પર નિયંત્રણ છે અને પવિત્ર રમઝાન માસને લઈને સ્થાનિકોએ પણ તેમને શાંત રહેવા અપીલ કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:bs yeddyurappa/ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા સામે જાતીય સતામણી મામલે Pocso હેઠળ નોંધાઈ FIR

આ પણ વાંચો: ગુજરાત/‘આતંકવાદીઓ તૈયાર છે, દેશમાં 26/11 જેવા સીરિયલ બ્લાસ્ટ”, ધમકીભર્યો ઈ-મેલ મોકલનારની ધરપકડ

આ પણ વાંચો: Vipul Chuadhry/વિપુલ ચૌધરીએ લીધો યુ ટર્ન, પાટીદાર સમાજ પર વિવાદીત નિવેદન બાદ માંગી માફી