Brazil News/ બાર્ઝિલમાં ભારે વરસાદને કારણે પૂર આવતા 57ના મોત

પૂરને કારણે હજારો લોકો બન્યા બેઘર

Top Stories World
Beginners guide to 2024 05 05T190552.041 બાર્ઝિલમાં ભારે વરસાદને કારણે પૂર આવતા 57ના મોત

World News : ઉત્તર અમેરિકાના દેશ બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. જેમાં 57 જણાના મોત નીપજ્યા હતા અને હજારો લોકો બેઘર બન્યા હતા. કેટલાય શહેરોમાં પાણી ભરાવા સાથે ભુસ્ખલનના બનાવો બન્યા છે.

રાહત બચાવ દળોએ અત્યાર સુધીમાં 70 હજારથી વધુ લોકોને  સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા છે. કહેવાય છે કે આ પૂરમાં અનેક લોકો લાપત્તા થઈ ગયા છે. નાગરિક સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું કે વરસાદ સાથે સંકળાયેલી ઘટનાઓમાં 74 લોકો ઘાયલ પણ થયા છે.

તે સિવાય રીયો ગ્રાન્ડે ડો સુલમાં દળ સ્તર ઝડપથી વધી રહ્યું છે. જેને કારણે શહેરાન બંધો અને જળ નિકાલ પ્રણાલીઓ પર દબાણ વધી રહ્યું છે. તે સિવાય આર્થિક રૂપે મહત્વપૂર્ણ શહેર પોર્ટો એલેગ્રેમાં વરસાદ અને પૂરના કારણે વેપાર ધંધા પડી ભાંગ્યા છે.

બ્રાઝિલની નાગરિતક સુરક્ષા રિપોર્ટના આંકડા મુજબ દેશમાં ભારે પૂર અને ભુસ્ખલનને કારણે 370 થી વધુ લોકો લાપત્તા છે. આ પૂરએ દેશની 281 નગરપાલિકાઓને પ્રભાવિત કરી છે. ગુઈબા નદીનું જળ સ્તર 5.04 મીટર (16.5 ફીટ) ની ઐતિહાસિક ઉંચાઈએ પહોંચી ગયું છે. જે 4.76 મીટરથી ઘણુ ઉપર છે જે 1941ના વિનાશકારી પૂર બાદથી એક રેકોર્ડના રૂપમાં કાયમ હતું.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી