અમદાવાદ/ ગાયકવાડ હવેલીના પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ ટુકાવ્યું જીવન

રામોલ વિસ્તારના રહેવાસી અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પોતાના ઘરે પંખા પર લટકીને ગળેફાંસો ખાઈ જીવનો અંત લાગ્યો છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાં પોલીસ  કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. શહેરના રામોલ વિસ્તારના રહેવાસી અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પોતાના ઘરે પંખા પર લટકીને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ કિરણ લકુમે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. મૃતકના આપઘાત પાછળના કારણોની હજુ તપાસ ચાલી રહી છે.

મૃતક ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીસીઆર 1માં નોકરી કરતો હતો, પોલીસે લાશને પીએમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના જેતપુરમાં થોડા દિવસો પહેલા જ પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. દયાબેન સરિયા નામના મહિલા કોન્સ્ટેબલે અચાનક આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. દયાબેન જેતપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમણે 6 દિવસ પહેલા પોલીસ લાઈન ક્વાર્ટરમાં આવેલા પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો:પલસાણામાં ઘર આંગણે સૂતેલી બાળકીને ઉઠાવી યુવાને આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત

આ પણ વાંચો:વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી

આ પણ વાંચો:ગિરનાર રોપવે આજથી 15 તારીખ સુધી રહેશે બંધ, 16 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ લઈ શકશે લાભ