Ahmedabad/ શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

લોકસભા ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે….

Top Stories Ahmedabad Gujarat
Image 2024 05 05T094925.674 શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

Ahmedabad News: લોકસભા ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું છે. મતદાનના દિવસે એટલે કે 7 મેના

રોજ અમદાવાદ શહેરના 6 હજાર પોલીસ કર્મીઓ, અધિકારીઓ, ITBP, CISF, BSF, SRPF સહિતની ટુકડીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે.

ચૂંટણીના પગલે 103 વોન્ટેડ આરોપી અને 42 હજાર જેટલા શખ્સો વિરૂદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે. ગાંધીનગર- અમદાવાદ પૂર્વ-પશ્ચિમ અને ખેડા બેઠક માટે અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

હાલમા 4 બેઠકના કુલ મતદાન બૂથ 4132 અને 1168 બિલ્ડિંગ છે. 931 બૂથ ક્રિટિકલ છે. અમદાવાદમાં પોસ્ટલ બેલેટ 12561 છે, જેમાંથી 10266 પોસ્ટલ બેલેટથી મતદાન થઈ ચુક્યું છે. કાયદા-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસે નોન બેલેબલ વોરંટ બજાવ્યા છે. ચૂંટણીમાં પોલીસ બંદોબસ્ત સિવાય ચૂંટણીમાં 57 ફ્લાઈંગ સ્ક્વોર્ડ, 86 સ્ટ્રેટેજીકલ ટીમ બનાવવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

 

આ પણ વાંચો:PAK માંથી મંગાવ્યા હથિયારો, હિંદુ નેતાઓ હતા નિશાના પર, મૌલવીની સુરતમાંથી કરાઈ ધરપકડ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. લીઝધારકોને મિલકત વેચવામાં નિષ્ફળ