Karnataka News: બેંગ્લોર દક્ષિણ બેઠકમાં પ્રથમ વખત સાંસદ તરીકે પસંદગી થયા બાદ ભાજપના નેતા તેજસ્વી સૂર્યાની સંપત્તિ છેલ્લા 5 વર્ષમાં 30 ગણી વધી ગઈ છે. આ ખુલાસો તેમની એફિડેવિટમાં કરવામાં આવ્યો છે. ગુરૂવારે લોકસભા ચૂંટણી માટે દાખલ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે તેમની કુલ સંપત્તિ રૂપિયા 13.46 લાખથી વધી રૂપિયા 4.10 કરોડ થઈ ગઈ છે.
5 વર્ષ પહેલા (2019)માં તેજસ્વી સૂર્યાએ પોતાની સંપત્તિ રૂપિયા 13.46 લાખ બતાવી હતી. તેજસ્વી સૂર્યા ભાજપના સાંસદ અને ભારતીય જનતા યુવા મોરચા (BYJM)ના અધ્યક્ષ પણ છે. તેમણે એફિડેવિટમાં લખ્યું છે કે તેમણે પોતાનો મોટા ભાગના પૈસા મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું છે. બજાર તેજીમાં હોવાથી તેમની સંપત્તિ પણ વધી ગઈ છે.
એફિડેવિટના અનુસાર 33 વર્ષીય તેજસ્વી સૂર્યાએ મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા 1.99 કરોડ અને સ્ટોક માર્કેટમાં 1.79 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેણે છેલ્લા પાંચ વર્ષનું આવકવેરા રિટર્ન પણ બતાવ્યું છે. 2028-19માં તેમની કુલ આવક 11 લાખ રૂપિયા હતી. 2019-20માં 19 લાખ, 2020-21માં 14 લાખ, 2021-22માં 35 લાખ, 2022-23માં વધીને 44 લાખ રૂપિયા થઈ ગઈ.
સાંસદે જણાવ્યું કે તેમની વિરૂદ્ધ ત્રણ કેસો ચાલી રહ્યા છે. જેમાંથી બે કેસ બેંગ્લોરમાં તાજેતરમાં જ વિરોધ-પ્રદર્શન વખતે દાખલ કરાયો હતો, બીજો કેસ 2022માં નવી દિલ્હી ખાતે થયો હતો જ્યાં સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ભાજયુમો કાર્યકર્તાઓ સાથે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને તોડફોડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Coast Guard/કોસ્ટ ગાર્ડે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા પર 27 બાંગ્લાદેશી માછીમારોને બચાવ્યા
આ પણ વાંચોઃ India Canada news/કેનેડીયન ચૂંટણીમાં હસ્તક્ષેપના દાવાને ભારતે ફગાવ્યો, MEA પ્રવક્તાએ કહ્યું ‘હકીકત આનાથી વિપરીત છે’
આ પણ વાંચોઃ IMD forecast/અંગ દઝાડતી ગરમી વચ્ચે કેવું રહેશે ચોમાસું…