bilateral trade/ ભારત-સિંગાપોર વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 35.6 બિલિયન ડોલર સુધી પહોંચ્યો

ટી. પ્રભાકરે કહ્યું કે ભારતે ગયા વર્ષે 23.6 અબજ ડોલરની સિંગાપોરથી આયાત કરી હતી અને નિકાસ વધીને 12 અબજ ડોલર થઈ હતી. સિંગાપોર વિશ્વનું છઠ્ઠો………

Top Stories World Business
Beginners guide to 2024 04 06T190326.799 ભારત-સિંગાપોર વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 35.6 બિલિયન ડોલર સુધી પહોંચ્યો

Business News: સિંગાપોરમાં ICSIના ત્રીજા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભારતીય હાઈકમિશ્નરના વરિષ્ઠ અધિકારી ટી. પ્રભાકરે જણાવ્યું છે કે સિંગાપોર ભારતનું 8મું સૌથી મોટું વેપારમાં ભાગીદાર છે, જેનો ભારતમાં કુલ વેપારમાં 3.1 ટકા ભાગીદારી દર્શાવે છે. સિંગાપોર અને ભારત વચ્ચે 2022-23 દરમિયાન 18.2 ટકા વૃદ્ધિ થઈ હતી અને આ વધીને 35.6 અબજ ડોલર થઈ હતી. ટેક્નોલોજી, AI અને ગ્રીન એનર્જી જેવા નવા ક્ષેત્રોમાં બંને રાષ્ટ્રો વચ્ચે વ્યૂહાત્મક સહકાર પર ભાર મૂક્યો હતો.

ટી. પ્રભાકરે કહ્યું કે ભારતે ગયા વર્ષે 23.6 અબજ ડોલરની સિંગાપોરથી આયાત કરી હતી અને નિકાસ વધીને 12 અબજ ડોલર થઈ હતી. સિંગાપોર વિશ્વનું છઠ્ઠો મોટો નિકાસ કરતો દેશ છે. વર્ષ 2022-23માં સિંગાપોર ભારત માટે 8મો મોટો સ્ત્રોત ગણાય છે.

India-Singapore bilateral trade grew 18.2 per cent to USD 35.6 billion in  FY 2022-23 – India TV

અધિકારીએ જણાવ્યું કે ભારત અને સિંગાપોર વચ્ચે સંબંધો મજબૂત થઈ રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું કે 2022-23માં ભારતમાં સિંગાપોરથી FDI રોકાણ 17.2 અબજ ડોલર રહ્યું હતું. એપ્રિલ 2000 થી ડિસેમ્બર 2023 સુધી સિંગાપોરથી ભારતમાં કુલ FDI રોકાણ 155.612 અરબ ડોલર રહ્યું હતું, જે કુલ FDIના 23 ટકા છે. તેમણે ટેક્નોલોજી, એઆઈ અને ગ્રીન એનર્જી જેવા નવા ક્ષેત્રોમાં બંને રાષ્ટ્રો વચ્ચે વ્યૂહાત્મક સહકાર પર ભાર મૂક્યો હતો.

બે દિવસીય કોન્ફરન્સમાં ICSI સભ્યો ભારતમાં કોર્પોરેટ અને નાના સાહસો માટે પૂરક બની શકે તેવા વ્યવસાયોને લગતા સિંગાપોરના કાયદામાં આંતરદૃષ્ટિ મેળવવાની સાથે વેપાર અને ટેક્નોલોજીના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાણાકીય વર્ષ 2023-24ના વર્ષમાં રિયલ્ટી સેક્ટરનું રહ્યું જબરદસ્ત પર્ફોર્મન્સ

આ પણ વાંચો: kerala cm pinarayi vijayan/‘ધ કેરલ સ્ટોરી’ લોકસભા ચૂંટણી પહેલા દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતા સાંપ્રદાયિક તણાવ વધશે, CM પિનરાઈ વિજયનનો દાવો

આ પણ વાંચો: Biritsh News Paper-India/‘ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’ બ્રિટિશ અખબારના દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો