Australia/ ઓસ્ટ્રેલિયન પોલીસે ભારતીય મૂળના રાજવિંદર સિંહ પર રાખ્યું કરોડોનું ઈનામ, જાણો શું છે આખો મામલો

ઓસ્ટ્રેલિયન પોલીસના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ રાજવિંદર સિંહને સામે લાવશે તેને લગભગ 10 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરનું ઈનામ આપવામાં આવશે.

World Trending
ઓસ્ટ્રેલિયન

ઓસ્ટ્રેલિયન પોલીસે 38 વર્ષીય રાજવિંદર સિંહને પકડવા માટે લાખો રૂપિયાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયન પોલીસના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ રાજવિંદર સિંહને સામે લાવશે તેને લગભગ 10 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરનું ઈનામ આપવામાં આવશે. હકીકતમાં રાજવિંદર સિંહ પર ચાર વર્ષ પહેલા બીચ પર એક ઓસ્ટ્રેલિયન મહિલાની કથિત રીતે હત્યા કરવાનો આરોપ છે.

એટલું જ નહીં મહિલાની હત્યા કર્યા બાદ આ વ્યક્તિ ત્યાંથી ભાગીને ભારત પહોંચી ગયો હતો. આપને જણાવી દઈએ કે, આ વ્યક્તિએ મહિલાની હત્યા ત્યારે કરી જ્યારે ટોયા કોર્ડિંગલી (24) નામની મહિલા ઓક્ટોબર 2018માં કેર્ન્સથી 40 કિમી દૂર વાંગેટી બીચ પર તેના ડોગને લઈ જઈ રહી હતી. જણાવી દઈએ કે ભારતે ગયા વર્ષે માર્ચમાં તેના પ્રત્યાર્પણના આદેશને મંજૂરી આપી દીધી છે.

મળતી માહિતી મુજબ મહિલાની હત્યા કર્યા બાદ રાજવિંદર સિંહ તેની પત્ની અને ત્રણ બાળકોને છોડીને ભારત આવી ગયો  હતો. એવો અંદાજ છે કે તે હજુ પણ ભારતમાં જ રહે છે. જો કે, તે ભારતમાં ક્યાં રહે છે? આ અંગે અત્યારે કોઈને જાણ નથી. તેથી જ ઓસ્ટ્રેલિયન પોલીસે તેને પકડવામાં મદદ કરનારને 10 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી મોડી નહીં વહેલી જાહેર કરાઈઃ ચૂંટણીપંચ

આ પણ વાંચો: ‘અવસર લોકશાહીનો’ અભિયાન લોન્ચ કરશે મુખ્ય ચૂંટણી અધિકારી

આ પણ વાંચો:ગુજરાતની ચૂંટણીમાં આલિયાબેટમાં શિપિંગ કન્ટેનરનો મતદાનમથક તરીકે ઉપયોગ થશે