Not Set/ ઓસામા બિન લાદેને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન માટે પત્રમાં શું લખ્યું હતું જાણો..

અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની મુશ્કેલીઓ વધી રહી છે અને તેની સાથે ઓસામા બિન લાદેનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

Top Stories
laden ઓસામા બિન લાદેને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન માટે પત્રમાં શું લખ્યું હતું જાણો..

અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની મુશ્કેલીઓ વધી રહી છે અને તેની સાથે ઓસામા બિન લાદેનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક રિપોર્ટમાં 2010 દરમિયાન આતંકી ઓસામા બિન લાદેન દ્વારા લખવામાં આવેલા પત્રનો ખુલાસો થયો હતો.  દાવો કરવામાં આવ્યો છે કે આ પત્રમાં બિન લાદેને બાઇડેનને રાષ્ટ્રપતિ બનવાનો ઉલ્લેખ કર્યો હતો. ઓસામા માનતા હતા કે બાઇડેન એક અક્ષમ રાષ્ટ્રપતિ સાબિત થશે.

2010 માં લખેલા આ પત્રમાં આતંકવાદી ઓસામા બિન લાદેને તેના આતંકવાદીઓને સલાહ આપતા જ ​​લખ્યું હતું કે જો બાઇડેન અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. ઓસામા બિન લાદેને વિચાર્યું હતું કે જો ઓબામાની હત્યા બાદ બાઇડેન અમેરિકી રાષ્ટ્રપતિ બનશે તો અલ કાયદા માટે આ એક મોટી તક હશે.

ઓસામા માનતા હતા કે બાઇડેન પાસે સરકાર ચલાવવાની ક્ષમતા નથી અને આવી સ્થિતિમાં તેઓ અમેરિકાને મુશ્કેલીના સમયમાં સંભાળી શકશે નહીં. બાઇડેન પ્રમુખ બનવાથી અમેરિકા મુશ્કેલીમાં મુકાશે. તેથી અમારા ફાઇટર જો બાઇડેનને  નિશાન ન બનાવે.

આ માહિતી અનુસાર આ પત્ર પર મે 2010 ની તારીખ લખવામાં આવી છે. બિન લાદેને 48 પાનાના પત્રના પૃષ્ઠ 36 પર લખ્યું હતું કે તે હુમલો કરવા માટે બે ટુકડીઓ તૈયાર કરવા માગે છે. એક ટુકડી પાકિસ્તાનમાં અને એક અફઘાનિસ્તાનમાં હશે. આતંકવાદ સામે બાઇડેન છબી નબળી દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં ફરી એક વખત લોકો ઓસામા બિન લાદેનના પત્રને યાદ કરી રહ્યા છે.