Not Set/ બળાત્કાર/ આજે ફરી વધુ એક યુવતીનો અર્ધ સળગેલો મૃતદેહ મળી આવ્યો, બળાત્કાર બાદ હત્યાની આશંકા

હૈદરાબાદમાં વેટરનરી ડોક્ટર પર બળાત્કાર થયા બાદ હત્યાના મામલે લોકોનો રોષ હજુ ઓછો થયો નથી. ત્યાં ફરી એક વાર પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં કેરીના બાગમાં એક યુવતીનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈને સ્થાનીકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અધિકારી કહે છે કે બળાત્કાર બાદ તેની હત્યા થઈ હોઇ શકે. નાયબ […]

Top Stories India
rape

હૈદરાબાદમાં વેટરનરી ડોક્ટર પર બળાત્કાર થયા બાદ હત્યાના મામલે લોકોનો રોષ હજુ ઓછો થયો નથી. ત્યાં ફરી એક વાર પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં કેરીના બાગમાં એક યુવતીનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈને સ્થાનીકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અધિકારી કહે છે કે બળાત્કાર બાદ તેની હત્યા થઈ હોઇ શકે.

નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) પ્રશાંત દેબનાથે કહ્યું, “શરીર બહુ જ ખરાબ રીતે બળી ગયું છે.  જેથી મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની છે. સ્થાનિક ખેડૂતોએ ઇંગ્લિશ માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ મૃતદેહ જોયો હતો. તેઓએ પોલીસને જાણ કરી. પોલીસ અધિક્ષક આલોક રાજોરિયા સાથે ડીસીપી ઘટના સ્થળે ગયા હતા.

પોલીસ અધિકારીએ કહ્યું કે, “પ્રારંભિક તપાસ સૂચવે છે કે મહિલાની ઉમર આશરે 20-22 વર્ષની આસપાસ છે. તેનું શરીર ખૂબ જ દાઝી ગયું છે. અમે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે માલદા મેડિકલ કોલેજમાં મોકલી આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આ કેસમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસ વિભાગના સૂત્રો કહે છે કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બળાત્કાર બાદ મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ પછી, શરીરને આગ ચાંપી દેવામાં આવી હતી. ચપ્પલ અને ઘણાં બધાં મેચબોક્સેસ ઘટના સ્થળેથી મળી આવ્યા છે. આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે હૈદરાબાદની 25 વર્ષીય ડોક્ટર ની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ કેસમાં પોલીસે સામુહિક બળાત્કાર અને હત્યાના કેસમાં 20 થી 24 વર્ષની વયના ચાર આરોપીની ધરપકડ કરી છે.

હજુ તો બિહારના બક્સર અને ઉત્તર પ્રદેશના સંભાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ગુરુવારે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બળાત્કારનો ભોગ બનેલા પીડિતાને પણ કેરોસીન છાતીને સળગાવી દેવાની ઘટના સામે આવી છે.

આ સમાજમાં થતા મહિલા અત્યાચાર કયા જી ને અટકશે. રોજે કેટલીયે ઘટનાઓ આપણે જુદા જુદા માધ્યમથી જોઈએ છીએ કે વાંચીએ છીએ, પરંતુ હજુ પણ એવી કેટલી બધી ઘટના છે જેને કોઈ મીડિયામાં સ્થાન નથી મળતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.