IPL 2023 Auction Player: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં યોજાશે. આ સિઝન માટે તમામ ફ્રેન્ચાઇઝીઓએ IPLની આગામી સિઝન માટે BCCIને રિટેન્શન અથવા રિલિઝ ખેલાડીઓની યાદી સોંપી દીધી છે. તો નવા ખેલાડીઓએ પણ હરાજી માટે તેમના નામ આપવાનું શરૂ કર્યું છે. આ વખતે મિની ઓક્શનમાં ઘણા નવા ચહેરા જોવા મળશે, જેમાં એક વિસ્ફોટક ઓલરાઉન્ડરનો પણ સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીને ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજી માટે પોતાનું નામ આપ્યું છે. કેમરૂન ગ્રીનનું કહેવું છે કે તે આ ટી20 લીગમાં રમવાને લઈને ઉત્સાહિત છે કારણ કે ત્યાં ક્રિકેટરને પોતાને સુધારવા માટે સારું વાતાવરણ મળે છે.
CricketComAu અનુસાર, કેમરૂન ગ્રીને જણાવ્યું કે, ‘મેં હરાજી માટે નામ આપ્યું છે. આ એક રોમાંચક અવસર હશે. ઘણા ખેલાડીઓ, ખાસ કરીને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ, તેમના IPL અનુભવ વિશે ખૂબ સારી રીતે વાત કરે છે. તેઓ ટીમના ઉચ્ચ સ્તરીય કોચ અને તમારી સાથે રહેતા ટોચના ખેલાડીઓ વિશે વાત કરે છે. તેઓ તમામ વિશ્વમાં તેમની કુશળતામાં શ્રેષ્ઠ છે. મેં હજુ સુધી આ પ્રકારના વાતાવરણમાં વધારે રમ્યો નથી. હું વધુ ને વધુ શીખવા માંગુ છું અને મને ત્યાં શીખવા માટે ખૂબ જ સારું વાતાવરણ મળશે. તાજેતરના સમયમાં તેની પાવર હિટિંગથી ઘણાને પ્રભાવિત કર્યા છે, તે IPLની હરાજીમાં પસંદ કરાયેલા ખેલાડીઓમાંથી એક હશે. તેને થોડા મહિના પહેલા ભારતમાં ટી20 સિરીઝ દરમિયાન ઓપનિંગ કરવાની તક આપવામાં આવી હતી, જેમાં તે ઘણો સફળ રહ્યો હતો. કેમરૂન ગ્રીને ટીમ ઈન્ડિયા સામે 3 માંથી 2 મેચમાં અડધી સદી ફટકારી હતી.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ/શિવપાલ સિંહ યાદવની સુરક્ષામાં કાપ, ડિમ્પલ યાદવને પેટાચૂંટણીમાં સમર્થન
