Not Set/ ગેરરીતિઓને પગલે વિરાટનગરની સુજ્ઞાન વિદ્યાવિહારની માન્યતા રદ

અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલી સુજ્ઞાન વિદ્યાવિહાર શાળાની ગેરરીતિઓના મામલે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેની માન્યતા રદ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી અધિકારી (શહેર વિભાગ) દ્વારા એક યાદી પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલી સુજ્ઞાન વિદ્યાવિહારના સંચાલકો દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવતી હોવા અંગેની ફરિયાદો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સુધી પહોંચી […]

Ahmedabad Top Stories Gujarat
In the wake of irregularities, the viratnagar's Sugyan Vidyavihar school has been canceled

અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલી સુજ્ઞાન વિદ્યાવિહાર શાળાની ગેરરીતિઓના મામલે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેની માન્યતા રદ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી અધિકારી (શહેર વિભાગ) દ્વારા એક યાદી પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે.

અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલી સુજ્ઞાન વિદ્યાવિહારના સંચાલકો દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવતી હોવા અંગેની ફરિયાદો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સુધી પહોંચી હતી. સરકાર સમક્ષ કરવામાં આવેલી ફરિયાદોમાં  જણાવાયું હતું કે, શાળા સંચાલકો દ્વારા મ્યુ. કોર્પોરેશનની જમીન પર સ્કૂલ બિલ્ડિંગ બાંધી દેવામાં આવી હતી. આ ઉપરાંત શાળા સંચાલકો દ્વારા જાહેરાત આપ્યા વગર શિક્ષકોની ભરતી કરી દેવામાં આવી હતી.

મ્યુનિ.ની જમીન પર સ્કૂલ બાંધી, જાહેરાત વગર શિક્ષકોની ભરતી કરી

આ ઉપરાંત ફરિયાદમાં સ્કૂલના ટ્રસ્ટી દ્વારા એવો પણ આપેક્ષ કરવામાં આવ્યો હતો કે, એનએસએસની ગ્રાન્ટની રકમમાંથી પણ શાળા સંચાલકોએ ઉચાપત કરી છે. આ મામલે શિક્ષણ વિભાગના નાયબ સચિવ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ગેરરીતિ થયું હોવાની જાણ થતા સરકાર તરફથી શિક્ષણ વિભાગના નાયબ સચિવ દ્વારા આ શાળાની માન્યતા રદ કરવામાં આવી છે અને આ સ્કૂલને બંધ કરવાનો પણ ઓર્ડર કર્યો છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રવર્તમાન વિદ્યાર્થીઓને આસપાસની અન્ય સ્કૂલોમાં પ્રવેશ આપીને તેમનો સમાવેશ કરવામાં આવશે તેમ પણ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.

સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને આસપાસની સ્કૂલોમાં સમાવેશ કરાશે

આ અગાઉ આ જ સંસ્થાની પ્રાથમિક શાળાને શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરાવવામાં આવી હતી. જે તે સમયે આ સંસ્થાના સંચાલકો દ્વારા પ્રાથમિક વિભાગમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની વિગતો બહાર આવતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સામે પોલીસ ફરિયાદ કરવાની પણ શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

આ શાળામાં વાલીઓને પ્રવેશ નહીં લેવાની સૂચન

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી (શહેર વિભાગ) નવનીત મહેતાએ જણાવ્યું હતું કે, આ શાળાના જમીન અને મેદાન બાબતે વિવાદને કારણે સરકાર દ્વારા શાળાની માન્યતાને રદ કરવામાં આવી છે. આ સાથે જ આગામી સમયમાં આ શાળામાં કોઇ વિધાર્થીનું એડમિશન ન લે તે માટે દરેક વાલીઓને અપીલ કરવામાં આવી છે.