Not Set/ ભાજપની મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન, વિરજી ઠુમ્મરના પૂતળાને પહેરાવ્યો જુતાનો હાર

સાબરકાંઠાના હિંમતનગર ટાવર ચોક ખાતે ભાજપની મહિલા મોરચા દ્વારા વિરજી ઠુમ્મરના પૂતળાને જુતાનો હાર પહેરાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો ભાજપની મહિલા મોરચાની બહેનોએ હિંમતનગર ટાવર ચોક ખાતે વિરોધ કર્યો હતો. મહિલાઓનું કહેવુ છે કે વિરજી ઠુમ્મર રાજકારણ રમી રહ્યા છે. મળતી માહિતી મુજબ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની તેમના માતાને જે […]

Top Stories Others Trending
LASH 6 ભાજપની મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન, વિરજી ઠુમ્મરના પૂતળાને પહેરાવ્યો જુતાનો હાર

સાબરકાંઠાના હિંમતનગર ટાવર ચોક ખાતે ભાજપની મહિલા મોરચા દ્વારા વિરજી ઠુમ્મરના પૂતળાને જુતાનો હાર પહેરાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો ભાજપની મહિલા મોરચાની બહેનોએ હિંમતનગર ટાવર ચોક ખાતે વિરોધ કર્યો હતો. મહિલાઓનું કહેવુ છે કે વિરજી ઠુમ્મર રાજકારણ રમી રહ્યા છે.

મળતી માહિતી મુજબ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની તેમના માતાને જે પ્રકારના નિવેદનો કરવામાં આવ્યા છે. જેને લઈને ભાજપની મહિલા મોરચા દ્વારા વીરજી ઠુમ્મરના પૂતળાને જુતાનો હાર પહેરાવીને વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરજી ઠુમ્મર રાજીનામુ આપો તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ, મહિલા મોરચાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે સોમવારના રોજ અમદાવાદના કોંગ્રેસ પ્રદેશ સમિતિ ખાતે ભાજપના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. ધ્રાંગધ્રાના મોટી માલવણ ખાતે પાટીદાર ન્યાય મહાપંચાયતમાં કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની માતા અંગે વિવાદિત ઉચ્ચારણ કરતા અમદાવાદના કોંગ્રેસ પ્રદેશ સમિતિ ખાતે ભાજપના કાર્યકરોએ હલ્લાબોલ કરતા પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી.એક તબક્કે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ પણ સામ-સામે આવી ગયા હતા.

પાટીદાર મહાપંચાયતમાં વિરજી ઠુમ્મરે જીતુ વાઘાણીને નિશાન બનાવ્યો અને તેમની માતા માટે અપમાનજનક ટીપ્પણી કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિરજી ઠુમ્મરને માફી માગવાનું પણ કહ્યુ હતું.