Not Set/ અમદાવાદીઓ થઇ જજો સાવધાન, શહેરનાં બે વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

રાજ્યમાં ધીમે ધીમે હવે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને મેટ્રો સિટી અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં ગુરુવારે 43 નવા કેસ નોંધાયા હતા.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ માઇક્રો કન્ટેેનમેન્ટ ઝોન
  • અમદાવાદીઓ થઇ જજો સાવધાન
  • સંક્રમણમાં થઇ રહ્યો છે સતત વધારો
  • અમદાવાદમાં 24 કલાકમાં 43 નવા કેસ
  • 24 કલાકમાં 18 દર્દીઓ થયાં કોરોનામુકત
  • કેસો વધતાં પ્રશાસન થયું સાબદું
  • બે વિસ્તારો માઇક્રો કન્ટે.ઝોનમાં મુકાયા
  • ચાંદખેડા-ચાંદલોડિયા વિસ્તાર માઇક્રો કન્ટે.માં

રાજ્યમાં ધીમે ધીમે હવે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને મેટ્રો સિટી અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં ગુરુવારે 43 નવા કેસ નોંધાયા હતા. જે છેલ્લા 6 મહિના બાદ નોંધાયા છે. સંક્રમણમાં વધારો ત્રીજી લહેરને આવકારો આપી શકે છે.

આ પણ વાંચો – સિંગાપુર / ભારતીય નાગરિકને છ મહિનાની જેલ, બાંગ્લાદેશી કામદાર સામે આતંકવાદ સંબંધિત 15 આરોપ

આપને જણાવી દઇએ કે, શહેરમાં બે વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેરનાં નોર્થ-વેસ્ટ ઝોનમાં આવેલ ચાંદલોડિયાનાં આઈસલેન્ડનાં ICB આઈલેન્ડનાં બ્લોક H નાં ટોથા માળનાં ઘર તથા વેસ્ટ ઝોનમાં આવેલા ચાંદખેડાનાં ન્યૂ સીજી રોડ પર આવેલી દિવ્યજીવન સોસાયટીનાં ત્રીજા માળનાં 4 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં ધીમે ધીમે કોરોનાનાં નવા કેસમાં વધારો એક ચિંતાનો વિષય છે. ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશન માટે એકવાર ફરી માથું ખંજવાળવા જેવી પરિસ્થિતિ ઉભી થતી દેખાઇ રહી છે. AMC દ્વારા શહેરનાં વધતા કેસ પર ખાસ નજર રાખવામા આવી રહી છે. જે વિસ્તારમાં કોરોનાનાં કેસ વધુ આવી રહ્યા છે, તે વિસ્તારને AMC માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી રહી છે.

આ પણ વાંચો – OMG! / 60 વર્ષની દાદી સામે 20 વર્ષની પૌત્રીનું ફિગર પણ લાગે છે ફિક્કુ, વિશ્વાસ ન આવે તો જોઇ લો Photos

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની જેમ જ દિવાળી બાદ લોકોની બેદરકારીનાં કારણે કોરાનાનાં કેસોમાં સતત દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. વળી બીજ તરફ કોરોનાનાં નવા વેરિઅન્ટનાં કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં ગુરુવારે કોરોનાનાં નવા 111 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાનાં કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો જે ચિંતાજનક બાબત છે, હાલ રાજ્યમાં કોરોનાને લઇને બેદરકારી જોવા મળી રહી છે, લોકોએ જાણે સરકારની ગાઇડલાઇનને નેવે મુકી દીધી છે, જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે જે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં ગુરુવારે 111 કેસ નોંધાયા હતા, જ્યારે અમદાવાદમાં 43 કેસ,  વડોદરામાં 11, સુરતમાં 18, રાજકોટમાં 14 કોરોનાનાં કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને માત આપીને ઠીક થયેલા દર્દીઓની સંખ્યામાં ઘટડો થઇ રહ્યો છે, ગુરુવારે 78 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે રાજ્યમાં કોરોનાથી બે દર્દીનું મોત થયું છે.