amarnath yatra/ અમરનાથ યાત્રાના યાત્રિકો માટે સારા સમાચાર, 11 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થશે

અમરનાથની યાત્રા કરવા ઈચ્છુક લોકો માટે સારા સમાચાર છે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી રોકાયેલ બાબા બર્ફાનીની આ યાત્રા 30 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ માટેનું રજીસ્ટ્રેશન 11 એપ્રિલથી શરૂ થશે.

Top Stories India
amarnath

અમરનાથની યાત્રા કરવા ઈચ્છુક લોકો માટે સારા સમાચાર છે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી રોકાયેલ બાબા બર્ફાનીની આ યાત્રા 30 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ માટેનું રજીસ્ટ્રેશન 11 એપ્રિલથી શરૂ થશે.કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રા ખોરવાઈ ગઈ હતી. પરંતુ હવે સરકારની સૂચના પર 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર યાત્રા માટે રજીસ્ટ્રેશન 11 એપ્રિલથી શરૂ થશે.

બોર્ડનું કહેવું છે કે એક દિવસમાં 20 હજાર લોકો નોંધણી કરાવી શકશે. એટલું જ નહીં બાબા બર્ફાનીની યાત્રા માટે રજીસ્ટ્રેશન બોર્ડ દ્વારા નક્કી કરાયેલા કાઉન્ટર દ્વારા જ થઈ શકશે.
નોંધનીય છે કે સરકારના નિર્દેશો અનુસાર, 75 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અમરનાથ યાત્રાની મંજૂરી નથી. એટલું જ નહીં, દોઢ મહિનાથી વધુ સમયથી ગર્ભવતી મહિલા પણ અમરનાથની યાત્રા કરી શકતી નથી.

આ પણ વાંચો:બઈમાં કોરોનાના બે નવા વેરિઅન્ટે દસ્તક આપી, બે દર્દીઓમાં ચેપ લાગ્યો

આ પણ વાંચો:સેનામાં ભરતી મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું, યુવા દેશ માટે પોતાનો જીવ આપવા તૈયાર છે, પરંતુ આ અસમર્થ સરકાર…

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ પર ખતરો ઘટ્યો, 5 વર્ષમાં 34 લોકોના જીવ ગયા, જાણો કેટલા કાશ્મીરી પંડિતો