Elections/ રાજસ્થાનમાં 15 દિવસમાં 244 કરોડની રોકડ જપ્ત, વિધાનસભા ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી

રાજસ્થાનમાં આચારસંહિતા લાગુ થયા બાદ, વિવિધ એજન્સીઓએ છેલ્લા 15 દિવસમાં 244 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરી છે.

Top Stories India
YouTube Thumbnail 2023 10 25T082301.077 રાજસ્થાનમાં 15 દિવસમાં 244 કરોડની રોકડ જપ્ત, વિધાનસભા ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી

રાજસ્થાનમાં આચારસંહિતા લાગુ થયા બાદ, વિવિધ એજન્સીઓએ છેલ્લા 15 દિવસમાં 244 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરી છે. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ, આવકવેરા, એક્સાઇઝ અને અન્ય એજન્સીઓ કડક તકેદારી રાખી રહી છે. ગેરકાયદેસર રોકડ, દારૂ અને ડ્રગ્સ વગેરે જપ્ત કરવામાં નવો રેકોર્ડ સર્જાયો છે. તેમણે કહ્યું કે ચૂંટણી વિભાગના સંકલન અને તત્પરતાને કારણે સરકારે વર્ષ 2023માં કુલ 1 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરી છે.

આ વર્ષે 1023 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી

મુખ્ય ચૂંટણી કમિશનર પ્રવીણ ગુપ્તાએ મંગળવારે કહ્યું કે, ગયા જૂનથી અત્યાર સુધીમાં 648 કરોડ રૂપિયા અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે છેલ્લા 15 દિવસમાં 244 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે.

પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ વર્ષે ગેરકાયદેસર દારૂ, સોના-ચાંદી વગેરેની કુલ જપ્તીમાં ત્રણ ગણો વધારો થયો છે. તેમણે કહ્યું કે વર્ષ 2021માં 322 કરોડ રૂપિયા, વર્ષ 2023માં 1021 કરોડ રૂપિયા અને વર્ષ 2022માં 347 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 રાજસ્થાનમાં 15 દિવસમાં 244 કરોડની રોકડ જપ્ત, વિધાનસભા ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી


આ પણ વાંચો: Firing/ કેનેડાના ઓન્ટારિયો ગોળીબાર, ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત

આ પણ વાંચો: Report/ દિલ્હીનું પ્રદૂષણ જોખમકારક!WHOના રિર્પોટમાં દાવો, વિશ્વમાં દર વર્ષે પ્રદૂષણથી 70 લાખ લોકોના

આ પણ વાંચો: Firing/ કેનેડાના ઓન્ટારિયો ગોળીબાર, ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત