Not Set/ મુસ્લિમોને ખલનાયક દર્શાવવા પર પૂર્વ સીઇસી કુરેશી નારાજ, કહ્યું- હિન્દુત્વ સમૂહોની માન્યતાને તોડવી પડશે

દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.વાય.કુરેશીએ મુસલમાનોને ખલનાયક ચિતરવા પર આપત્તિ વ્યક્ત કરી છે. કુરેશીએ કહ્યું કે આ એક ખોટી ધારણા છે અને હવે તેને તોડવાનો સમય આવી ગયો છે. સૌથી ઓછા લગ્નો કરે છે મુસલમાન એસ.વાય.કુરેશીએ દાવો કર્યો કે ઇસ્લામ પરિવાર નિયોજનની અવધારણાનો વિરોધ કરતો નથી. તેમણે કહ્યું કે ભારતમાં સૌથી ઓછો બહુવિવાદ કરનારો […]

India
SY Quraishis ‘The Population Myth Up for Pre Order મુસ્લિમોને ખલનાયક દર્શાવવા પર પૂર્વ સીઇસી કુરેશી નારાજ, કહ્યું- હિન્દુત્વ સમૂહોની માન્યતાને તોડવી પડશે

દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.વાય.કુરેશીએ મુસલમાનોને ખલનાયક ચિતરવા પર આપત્તિ વ્યક્ત કરી છે. કુરેશીએ કહ્યું કે આ એક ખોટી ધારણા છે અને હવે તેને તોડવાનો સમય આવી ગયો છે.

સૌથી ઓછા લગ્નો કરે છે મુસલમાન

એસ.વાય.કુરેશીએ દાવો કર્યો કે ઇસ્લામ પરિવાર નિયોજનની અવધારણાનો વિરોધ કરતો નથી. તેમણે કહ્યું કે ભારતમાં સૌથી ઓછો બહુવિવાદ કરનારો મુસ્લિમ સમુદાય છે. તેમણે કહ્યું કે હવે હિન્દુત્વ જૂથો દ્ધારા ફેલાવવામાં આવેલા મિથકોને તોડવાનો સમય આવી ગયો છે. મુસલમાનોને હવે ખલનાયક તરીકે રજૂ કરવાની છબિને પડકાર આપવો પડશે.

population myth મુસ્લિમોને ખલનાયક દર્શાવવા પર પૂર્વ સીઇસી કુરેશી નારાજ, કહ્યું- હિન્દુત્વ સમૂહોની માન્યતાને તોડવી પડશે

દેશમાં વસતી વધારવાનું કોઇ ષડયંત્ર નહીં

કુરેશીએ પોતાના નવા પુસ્તક ‘ધ પોપ્યુલેશન મિથઃ ઇસ્લામ, ફેમિલી પ્લાનિંગ એન્ડ પૉલિટિક્સ ઇન ઇન્ડિયા’ (The Population Myth: Islam, Family Planning and Politics in India) માં તર્ક આપવામાં આવ્યો છે કે મુસલમાનોએ જનસંખ્યામાં હિંદુઓથી આગળ વધવા માટે કોઇ ષડયંત્ર નથી રચ્યું. તેમણે કહ્યું કે ભારતમાં મુસલમાનોની સંખ્યા ક્યારેય પણ હિંદુઓની સંખ્યાને પડકારી નહીં શકે.

કુરેશીએ કહ્યું કે જો તમે કોઇ જુઠ સો વાર બોલો તો તે સાચુ થઇ જાય છે. એ જ રીતે એ દુષ્પ્રચાર પણ ઘણો પ્રબળ બની ગયો છે કે મુસલમાન આ દેશના ખલનાયક છે. તેમણે કહ્યું કે વર્ષોથી મુસલમાનોની સામે પ્રચારિત કરવામાં આવી રહેલી આ અવધારણાને પડકાર આપવાનો સમય આવી ગયો છે.