Not Set/ સામાન્ય લોકોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે સરકાર, જાણો

  કેન્દ્ર સરકાર કોરોના સંકટથી લડતા દેશનાં લોકોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે, લોન મોરેટોરિયમનાં કેસમાં દાખલ અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, લોન ભરવાની અવધિનો સમય બે વર્ષ સુધી લંબાવી શકાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાનાં માધ્યમથી કેન્દ્ર અને […]

India
8167a7a51da047bb4eb4237beaebb395 સામાન્ય લોકોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે સરકાર, જાણો
8167a7a51da047bb4eb4237beaebb395 સામાન્ય લોકોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે સરકાર, જાણો 

કેન્દ્ર સરકાર કોરોના સંકટથી લડતા દેશનાં લોકોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે, લોન મોરેટોરિયમનાં કેસમાં દાખલ અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, લોન ભરવાની અવધિનો સમય બે વર્ષ સુધી લંબાવી શકાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાનાં માધ્યમથી કેન્દ્ર અને આરબીઆઈએ કોર્ટને માહિતી આપી હતી કે લોનની ચુકવણી પર ભરવાની અવધિ 2 વર્ષ સુધી લંબાઈ શકાય છે. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, અમે અસરગ્રસ્ત વિસ્તારોની ઓળખ કરવાની પ્રક્રિયામાં છીએ, જે રોગચાળાને લીધે થતાં નુકસાનની અસર પ્રમાણે જુદા જુદા લાભ મેળવી શકે છે.

લોન પરનાં વ્યાજનાં કેસમાં તુષાર મહેતાએ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો છે. મહેતાએ કહ્યું કે, કેન્દ્રનાં અધિકારીઓ, બેંક એસોસિએશનો અને આરબીઆઈ વચ્ચે બેઠક કરીને કોઈ સમાધાન શોધી શકાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટે આ કેસમાં ત્રણ વખત સુનાવણી મોકૂફ કરી દીધી છે. કોર્ટે ફરી એકવાર કહ્યું હતું કે સરકારે આ મામલે ફેયર રહેવુ પડશે – તુષાર મહેતાએ કહ્યું કે સરકારે એફિડેવિટ પણ દાખલ કરી છે. આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાકાળમાં લોકડાઉન લાગુ કરવાની સ્થિતિનાં કારણે જે વ્યાપાર-ધંધાને બ્રેક લાગી હતી અને રોજગારી ખોરવાઈ હતી તેમાં રાહત માટે લાગું કરાયેલા મોરેટોરીયમની મુદત ગઈકાલે પુરી થઈ છે અને હવે સપ્ટેમ્બર માસથી બેન્ક ધિરાણમાં નિયમીત રીતે હપ્તા-વ્યાજ ભરવાનો સમય શરૂ થયો છે તે વચ્ચે હજું પણ આર્થિક હાલત નાજુક હોવાથી અને દેશનાં અનેક ભાગોમાં સ્થાનિક લોકડાઉનની સ્થિતિમાં સરકાર નાના બાકીદારો તથા એમ.એસ.એમ.ઈ.ને મુદલ ભરવામાંથી વધુ છ માસની રાહત આપી શકે છે. તેઓએ આ સમયગાળામાં ફકત વ્યાજની રકમ જ ભરવાની રહેશે અને તેઓની સમગ્ર લોન-ધિરાણને રીપેમેન્ટ કેપેસીટી મુજબ વધુને વધુ એક વર્ષ માટે રીસ્ટ્રકચર કરી અપાશે.

મોરેટોરીયમ-વન-સમયે હપ્તા-વ્યાજ કે કોઈપણ બેન્ક ડયુ ભરવામાંથી મુક્તિ હતી અને તે 31 ઓગષ્ટ સુધીનો સમય અપાયો હતો જે હવે પુરો થયો અને તે સાથે બેન્ક ઓફ ઈન્ડીયાએ બેન્કોનું એનપીએ ન વધે તે હેતુથી પસંદગીના ધિરાણમાં રીસ્ટ્રકચરીંગ-એટલે કે ધિરાણમાં મુદત અને રકમ બન્ને અથવા કોઈ પણ એક વધારીને બાકીદારોને રાહત આપવામાં આવશે અને બેન્કોનું એનપીએ વધે નહી તે પણ ચિંતા થશે પણ અર્થતંત્રની વર્તમાન હાલત જોતા રીટેલ-લોન તથા એમ.એસ.એમ.ઈ. (માઈક્રો સ્મેલ અને મીડીયમ કક્ષાના ઉદ્યોગો) ને વધુ છ માસ સુધી પ્રિન્સીપલ એમાઉન્ટ એટલે કે મુદલ રકમ કે હપ્તા ભરવામાં રાહત આપવાની વિચારણા છે. જો કે તેઓએ આ સમયગાળાનું વ્યાજ ચૂકવવું પડશે અને આગામી છ માસમાં તેમના ધિરાણનું રી-પેઈંગ કેપેસીટી મુજબ રીસ્ટ્રકચરીંગ કરી અપાશે. આ તમામ અગાઉ છ માસનો મોરેટોરીયમ પીરીયડ ભોગવી ચૂકયા છે અને તેથી તેઓને હવે વ્યાજ ચૂકવવામાં મુક્તિ આપી શકાય નહી. નહીતર બેન્કોના માર્જીન પર ખરાબ અસર થઈ શકે છે. બેન્કો પ્રથમ છ માસનું જે વ્યાજ છે તેને મુદતમાં ભેળવી દેવાનો વિકલ્પ ચકાસી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.