કોરોના સંક્રમણ/ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

નેતા-અભિનેતા પણ આ વાયરસની ઝપટમાંથી બહાર રહી શક્યા નથી. ત્યારે આજે વધુ એક ધારસભ્ય કોરોના સંક્રમિત થયા છે.

Top Stories Gujarat Others
a 201 અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી
  • વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં
  • અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કોરોના સંક્રમિત
  • ટ્વીટ કરી જીજ્ઞેશ મેવાણીએ આપી જાણકારી
  • સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવા કરી અપીલ

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. રોજ મોટી સંખ્યામાં લોકો કોરનાનાં કારણે મોતને ભેટી રહ્યા છે. નેતા-અભિનેતા પણ આ વાયરસની ઝપટમાંથી બહાર રહી શક્યા નથી. ત્યારે આજે વધુ એક ધારસભ્ય કોરોના સંક્રમિત થયા છે. આજે ગુજરાતમાં કોરોનાનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રોજ કોરોનાનાં કેસ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અને વેક્સિન આ વાયરસનો વિકલ્પ બન્યા છે.

પહેલ / કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ : પોતાની કંપનીમાં જાહેર કર્યુ સ્વૈચ્છિક એક સપ્તાહનું લોકડાઉન

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનાં કારણે સ્થિતિ બેકાબુ બની છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે આ વિશે ટ્વીટ કરીને જાણકારી કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે, “મારો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારું સ્વાસ્થ્ય હમણા સ્થિર છે અને હું આઈસોલેશનમાં સ્વસ્થ થઈ રહ્યો છું. હું મારા સંપર્કમાં આવેલા દરેકને પોતાનો ટેસ્ટ કરવા વિનંતી કરું છું. અને મારી નમ્ર વિનંતી છે કે તમે તમારુ માસ્ક પહેરો, શક્ય તેટલું ઘરે રહો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો.”

આપદામાં અવસર / 2 કિમી દૂર હતી હોસ્પિટલ, છતા એમ્બ્યુલન્સનું ભાડુ 4 હજાર

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું તાંડવ સતત ઘેરાતું જઇ રહ્યું છે. રાજ્યમાં સતત કોરોનાનાંં કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસનાં દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં ગુરુવારનાં રોજ 8152 રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. દરમિયાન 81 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 3023 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 44,298 છે. જેમાં  અમદાવાદ શહેરમાં નવા 2631  કેસ, સુરતમાં શહેરમાં નવા 1551 કેસ , વડોદરામાં શહેરમાં નવા 348 કેસ, રાજકોટ શહેરમાં નવા 698 કેસ, જામનગર શહેરમાં નવા 188કેસ, ભાવનગર શહેરમાં 102  નવા કેસ નોધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,75,768 ઉપર પહોચ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ