- સુરતઃ પૂર્વ બેઠક પર આપનાં સૂપડાં સાફ
- ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ
- આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું
- ડમી ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ ફોર્મ ખેંચ્યું
- અંતિમ દિવસે સલીમ મુલતાનીએ ફોર્મ પરત ખેંચ્યું
- આપે ચૂંટણી પહેલાં જ પૂર્વ વિધાનસભા બેઠક ગુમાવી
- પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ વચ્ચે જંગ
- પૂર્વે બેઠક પર અપક્ષ સહિત કુલ 14 ઉમેદવાર વચ્ચે જંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાનો ગઇકાલે અંતિમ દિવસ હતો ત્યારે આમ આદમી પાર્ટી લઇને મોટા સમચાર સામે આવી રહ્યા છે. સુરત પૂર્વ બેઠક પર આમ આદમી ચૂંટણી લડતા પહેલાજ આ બેઠક ગુમાવી દીધી છે. આ બેઠક પર આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લીધા બાદ તેમના ડમીમાં ભરાયેલા ફોર્મ ખેંચી લેતા હાલ આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. ડમીમાં જે ઉમેદવારે ફોર્મ ભર્યો હતો એ ઉમદેવાર સલીમ મુલતાનીએ પણ ફોર્મ પરત ખેચી લેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુરતની પૂર્વ બેઠક પર હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે. પૂર્વ બેઠક પર હવે કુલ 14 ફોર્મ ભરાયા છે.