બ્લાસ્ટ/ રાયપુર સ્ટેશન પર ટ્રેનમાં જ ગ્રેનેડ બ્લાસ્ટ થતાં CRPFના ચાર જવાનો ઘાયલ

સીઆરપીએફ સ્પેશિયલ ટ્રેનના ફ્લોર પર ઇગ્નીટર સેટ (વન વે ગ્રેનેડ) ધરાવતું બોક્સ પડતા વિસ્ફોટમાં ચાર સીઆરપીએફ જવાનો ઘાયલ થયા હતા.

Top Stories

છત્તીસગઢના રાયપુર રેલવે સ્ટેશન પર CRPF સ્પેશિયલ ટ્રેનમાં વિસ્ફોટ થયો, જેમાં ચાર જવાન ઘાયલ થયા. રાયપુર પોલીસે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પર સીઆરપીએફ સ્પેશિયલ ટ્રેનના ફ્લોર પર ઇગ્નીટર સેટ (વન વે ગ્રેનેડ) ધરાવતું બોક્સ પડતા વિસ્ફોટમાં ચાર સીઆરપીએફ જવાનો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત ડિટોનેટર બોક્સમાં વિસ્ફોટને કારણે થયો હતો.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આ ઘટના સવારે 6.30 વાગ્યે બની જ્યારે ઝારસુગુડાથી જમ્મુ તાવી ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી. એક CRPF જવાન (એક હેડ કોન્સ્ટેબલ) ને રાયપુરની નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.