Politics/ જામનગરમાં કોંગ્રેસ – ભાજપ બનેં ચિંતીત, ભારે રાજકીય ઉથલ પાથલનાં એંધાણ

યાદી આવી ભૂકંપ લાવી જેવી સ્થિતિ અત્યારે મહદ અંશે કોંગ્રેસ અને ભાજપ બનેંની જોવામાં આવી રહી છે.  અનેક વિવિધ કારણો સાથે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતાની સાથે કોંગ્રેસ

Top Stories Gujarat Others
Congress will capture Rajasthan and Chhattisgarh, Tough Fight in MP and TRS in Telangana

યાદી આવી ભૂકંપ લાવી જેવી સ્થિતિ અત્યારે મહદ અંશે કોંગ્રેસ અને ભાજપ બનેંની જોવામાં આવી રહી છે.  અનેક વિવિધ કારણો સાથે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતાની સાથે કોંગ્રેસ-ભાજપમાં કકડાટ પણ શરુ થઇ ગયો અને નારાજ નેતાઓ પક્ષની વિચારધારાને પાટુ મારી વિરોધી વિચારધારાને અપનાવવા લાગ્યા હોવાની વિગતો સામે આવી. ખાસ વાત કરવામાં આવે જામનગરની તો, જામનગરમાં કોંગ્રેસ અને ભાજપ બનેંમાં ગાબડા પડવાનો દોર શરુ થયો છે.

કોંગ્રેસની ચિંતા આ કારણે વધી

Image result for congress

ચૂંટણી પ્રચાર / ચૂંટણી આવી ચક્કરો વધ્યા : ભૂપેન્દ્ર યાદવ, મનીષ સિસોદિયા, અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત

સામે આવી રહેલી વિગતો અનુસાર જામનગર કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. કોંગ્રેસનાં સ્થાનિક નેતા કાસમ ખફી ચૂંટણી નહિ લડે એવી શક્યતા જોવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, કાસમ ખફી વોર્ડ નં 1નાં પૂર્વ નગરસેવક છે. કાસમ ખફી જો કે ચૂંટણી નહીં લડે તેની પાછળ કોઇ બીજુ કારણ નહી તેમની નાદુરસ્ત તબિયત હોવાનું સામે આવી રહ્યું છે. તેમને તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, કાસમ ખફીની ટિકિટ ફાઇનલ છે અને ફોર્મ ભરવા પ્રદેશમાંથી સંદેશ પણ આવ્યો હતો. પરંતુ તબિયત લથડતા બાજી બગડી છે અને જામનગરનો વોર્ડ નં 1 કોંગ્રેસનો ગઢ ગણાતો હોવાનાં કારણે કાર્યકરો અને લોકોમાં ભારે નિરાશા જોવામાં આવી રહી છે.

ભાજપમાં ભંગાણ યથાવત્

Image result for bjp

રાજકારણ / શંકરસિંહનાં U-ટર્નની વાતો વચ્ચે આ સત્ય છે કે, ગુજરાતમાં કોંગ્રેસને ‘આયાતી’ નેતાઓ બહું ફળ્યા નથી

નારાજ કરમસી કરમુરે ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીમાં ઝુકાવ્યુ છે અને ભાજપનાં 3 નિર્ણયોનાં કારણે અનેક સ્થાનિક નેતા નારાજ હોવાનું સામે આવી રહ્યું છે, તો ઉમેદવારોની પસંદગીનાં કારણે કાર્યકરો પણ વિરોધ કરી રહ્યાની વિગતો વિદિત છે. ત્યારે જામનગર ભાજપમાં ભંગાણ યથાવત્ જોવામાં આવી રહ્યું છે અને વોર્ડ નં 2 ના પૂર્વ કોર્પોરેટર AAPમાં જોડાયા હોવાની વિગતો સામે આવી રહી છે. ચેતનાબેન પુરોહિત આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, ચેતનાબેન પુરોહિતને ટીકીટ ન મળતા નારાજ હતા અને અંતે ભાજપને ટાટા બાયબાય કરી આમ આદમી પાર્ટીનું ઝાડું હાથમાં લીધુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો