ICC T-20 WORLD CUP/ ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું,જેસન રોયની શાનદાર બેટીંગ

ઈંગ્લેન્ડે આઈસીસી ટી20 વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડની તેમની બીજી મેચમાં બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવીને બીજી જીત નોંધાવી હતી

Top Stories Sports
roy ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું,જેસન રોયની શાનદાર બેટીંગ

ઓપનર જેસન રોય (61)ની શાનદાર બેટીંગની મદદથી ઈંગ્લેન્ડે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડની તેમની બીજી મેચમાં બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવીને બીજી જીત નોંધાવી હતી. છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર જીત નોંધાવનારી ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ Iના પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ઇંગ્લેન્ડની બોલિંગ સામે બાંગ્લાદેશની ટીમ વારંવારના અંતરે વિકેટ ગુમાવવાને કારણે નવ વિકેટે 124 રન જ બનાવી શકી હતી. પ્લેયર ઓફ ધ મેચ જેસન રોય અને જોસ બટલરે ટીમને સારી શરૂઆત અપાવી હતી. જેસન રોયે 38 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અડધી સદી ફટકારીને ઈંગ્લેન્ડને 14.1 ઓવરમાં બે વિકેટે 126 રનથી મેચ જીતવામાં મદદ કરી હતી.

જોકે ટીમે પાવરપ્લેમાં 39 રનમાં જોસ બટલર (18)ની વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે પાવરપ્લેમાં ટીમનો સ્કોર એક વિકેટે 50 રન થઈ ગયો હતો. પરંતુ ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. જેસન રોય અને ડેવિડ મલને બીજી વિકેટ માટે 48 બોલમાં 73 રનની ભાગીદારી કરી હતી. શોરીફુલ ઈસ્લામે આ ભાગીદારીને 13મી ઓવરમાં તોડી હતી. ડેવિડ મલાન 25 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 28 અને જોની બેરસ્ટો આઠ રન બનાવીને અણનમ રહ્યા હતા. આ પહેલા બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહીમે સૌથી વધુ 29 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન મહમુદુલ્લાહે 19 રનનું યોગદાન આપ્યું હતું. અંતે, નસુમ અહેમદે નવ બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી અણનમ 19 રન બનાવ્યા અને બાંગ્લાદેશને 124 રન સુધી પહોંચાડવામાં મદદ કરી. ઈંગ્લેન્ડ માટે ઓલરાઉન્ડર મોઈન અલીએ ફરીથી પાવરપ્લેમાં 18 રનમાં બે વિકેટ ઝડપી હતી. છેલ્લી ઓવરમાં બે ખેલાડીઓ લીધા બાદ ટાઇમલ મિલ્સે તેની ચાર ઓવરમાં 27 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.