I.N.D.I.A Vs NDA/ આજે વિપક્ષી I.N.D.I.A ગઠબંધન અને NDA વચ્ચે પ્રથમ જંગ: જાણો આ સાત વિધાનસભા બેઠકોનું સમીકરણ

આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએ સરકારને પડકારવા માટે વિપક્ષી જૂથોએ એકસાથે આવીને I.N.D.I.A. ગઠબંધનની રચના કરવામાં આવી છે. આ વિરોધ જૂથમાં લગભગ 28 ઘટક પક્ષોનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા મુંબઈમાં I.N.D.I.A. ગઠબંધનની એક બેઠક યોજાઈ હતી જેમાં 63 જેટલા આગેવાનોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2024નો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યારે […]

Top Stories India Politics

આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએ સરકારને પડકારવા માટે વિપક્ષી જૂથોએ એકસાથે આવીને I.N.D.I.A. ગઠબંધનની રચના કરવામાં આવી છે. આ વિરોધ જૂથમાં લગભગ 28 ઘટક પક્ષોનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા મુંબઈમાં I.N.D.I.A. ગઠબંધનની એક બેઠક યોજાઈ હતી જેમાં 63 જેટલા આગેવાનોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2024નો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યારે મંગળવારે I.N.D.I.A. લિટમસ ટેસ્ટ થવાનો છે.

આ 7 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

મંગળવારે દેશની સાત વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ઘોસી (ઉત્તર પ્રદેશ), ડુમરી (ઝારખંડ), ધાનપુર, બોક્સાનગર (ત્રિપુરા), બાગેશ્વર (ઉત્તરાખંડ), ધૂપગુડી (પશ્ચિમ બંગાળ) અને પુથુપલ્લી (કેરળ)માં પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ ચર્ચા ઉત્તર પ્રદેશની ઘોસી બેઠકની છે, જ્યાંથી ભાજપના દારા સિંહ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે. સાથે મત ગણતરી 8 સપ્ટેમ્બરના રોજ થશે.

આ સાત વિધાનસભા બેઠકો પર કરીએ એક નજર-

ઘોસી, ઉત્તર પ્રદેશ

અહીંની સીટ સમાજવાદી પાર્ટી (SP)ના ધારાસભ્ય દારા સિંહ ચૌહાણના રાજીનામા બાદ ખાલી પડી હતી. દારા સિંહ ચૌહાણ ફરી ભાજપમાં જોડાયા છે. ચૌહાણ હવે એ જ સીટ પરથી એનડીએની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુધાકર સિંહને કોંગ્રેસ અને ડાબેરીઓનું સમર્થન છે. આપને જણાવી દઈએ કે તેઓ યોગી આદિત્યનાથની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે થોડા દિવસો પહેલા એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે આ સીટ પર બદલાવ આવશે એટલે કે સમાજવાદી પાર્ટી જીતશે.

પશ્ચિમ બંગાળમાં TMC અને BJP વચ્ચે ટક્કર

ઉત્તર બંગાળમાં ધૂપગુડી વિધાનસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ અને કોંગ્રેસ સમર્થિત CPI(M) વચ્ચે ત્રિકોણીય ટક્કર જોવા મળી રહ્યો છે. ટીએમસીએ 2016માં આ સીટ જીતી હતી, જ્યારે ભાજપે 2021માં આ સીટ જીતી હતી. આ બેઠક ભાજપના બિષ્ણુ પાડા રેના અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપે તાપસી રોયને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ટીએમસીએ નિર્મલ ચંદ્ર રોય પર વિશ્વાસ દર્શાવ્યો છે. CPI(M) તરફથી ઈશ્વરચંદ્ર રોય મેદાનમાં છે.

ત્રિપુરામાં બે બેઠકો પર પેટાચૂંટણી

ત્રિપુરાની બે વિધાનસભા બેઠકો (ધાનપુર, બોક્સાનગર) પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાના નેતૃત્વમાં ભાજપે બંને સીટો પર પોતાનો સંપૂર્ણ દાવ લગાવી દીધો છે. મુખ્ય વિરોધ પક્ષો ટીપરા મોથા અને કોંગ્રેસ દૂર રહ્યા. ત્રિપુરા પ્રદેશ કોંગ્રેસે રવિવારે લોકોને બે બેઠકો પર વિપક્ષી બ્લોક ઈન્ડિયાના ઉમેદવારોને મત આપવા વિનંતી કરી હતી. કોંગ્રેસે સીપીઆઈ(એમ)ને સમર્થન આપવાનું નક્કી કર્યું છે, જો કે તેઓએ શરૂઆતમાં કોઈપણ પરામર્શ વિના સીપીઆઈ(એમ) દ્વારા ઉમેદવારોની જાહેરાત પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

ત્રણ દિવસ અગાઉ, ટિપ્રા મોથાએ પેટાચૂંટણીમાં કોઈને પણ સમર્થન ન આપવાની જાહેરાત કરી હતી, જોકે CPI(M) એ દાવો કર્યો હતો કે TIPRA Motha CPI(M) માટે બે મતવિસ્તારોમાં પ્રચાર કરી રહી છે. વિપક્ષના નેતા અનિમેષ દેબબરમાએ કહ્યું, “અમારી પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા નથી અને ભાજપ અથવા CPI(M)ને સમર્થન ન આપવાનો પણ નિર્ણય લીધો છે.”

ઝારખંડમાં I.N.D.I.A. અને NDA વચ્ચે ટક્કર

ઝારખંડના ડુમરીમાં, ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર બેબી દેવી NDAના યશોદા દેવી સામે ટકરાશે. એપ્રિલમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને જેએમએમના ધારાસભ્ય જગરનાથ મહતોના મૃત્યુ પછી પેટાચૂંટણી જરૂરી હતી. મહતો 2004થી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

કેરળમાં કોંગ્રેસ અને CPI(M) વચ્ચે જંગ

કેરળના પુથુપલ્લીમાં કોંગ્રેસ અને સત્તાધારી પક્ષ વચ્ચે જંગ છે. ઓમેન ચાંડીના પુત્ર ચાંડી કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફ વિરોધ પક્ષના ઉમેદવાર છે. શાસક ડાબેરીઓએ ફરી એકવાર DYFI નેતા જેક સી થોમસને તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે તેના કોટ્ટાયમ જિલ્લા પ્રમુખ જી લીજીનલાલને ટિકિટ આપી.

બાગેશ્વરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. સત્તાધારી ભાજપે આ બેઠક જાળવી રાખવા માટે પાર્વતી દાસને મેદાનમાં ઉતાર્યા છે. તેમના પતિ ચંદન દાસ 2007 થી સતત ચાર ચૂંટણી જીત્યા છે અને તેમના મૃત્યુથી પેટાચૂંટણીની જરૂર પડી.

આ પણ વાંચો: લગામ/ પાંચ લાખથી વધુની ખરીદી માટે ઇ-ટેન્ડરિંગ ફરજિયાતઃ દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં સન્નાટો

આ પણ વાંચો: Aditya L1 Mission/ આદિત્ય L1  પૃથ્વી બાઉન્ડ દાવપેચનો બીજો રાઉન્ડ સફળતાપૂર્વક કર્યો :ISRO

આ પણ વાંચો: Asia Cup/ ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું,રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગ,સુપર-4માં પાકિસ્તાન સામે મુકાબલો