લગામ/ પાંચ લાખથી વધુની ખરીદી માટે ઇ-ટેન્ડરિંગ ફરજિયાતઃ દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં સન્નાટો

સુરતમાં સહકારી મંડળીઓમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર પર લગામ લાદવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સહકારી મંડળીઓ હવે પાંચ લાખ રૂપિયાથી વધુની ખરીદીનો કોન્ટ્રાક્ટ સીધેસીધો કોઈને નહીં આપી શકે. તેના માટે ફરજિયાત ઇ-ટેન્ડરિંગ કરવું પડશે.

Top Stories Gujarat Surat
Co Operative Sector Etendering પાંચ લાખથી વધુની ખરીદી માટે ઇ-ટેન્ડરિંગ ફરજિયાતઃ દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં સન્નાટો

સુરતઃ સુરતમાં સહકારી મંડળીઓમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર પર લગામ લાદવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સહકારી મંડળીઓ હવે પાંચ લાખ રૂપિયાથી વધુની ખરીદીનો કોન્ટ્રાક્ટ સીધેસીધો કોઈને નહીં આપી શકે. તેના માટે ફરજિયાત ઇ-ટેન્ડરિંગ કરવું પડશે. આમ અત્યાર સુધી જે રીતે સીધો કોન્ટ્રાક્ટ આપી દેવાતો હતો અને ગેરરીતિના આરોપો થતા તેના પર સીધી લગામ લાગી ગઈ છે. તેના લીધે સહકારી ક્ષેત્રમાં ચાલતી વ્હાલાદવલાની નીતિ પર પણ અંકુશ આવશે.

આના લીધે એપેક્સ સોસાયટી, ફેડરલ સોસાયટીઓ, અર્બન કો-ઓપરેટિવ બેન્ક અને સુગર મિલો ઇ-ટેન્ડરિંગ વગર કોઈપણ પ્રકારની વસ્તુઓ ખરીદી શકશે નહી, અત્યાર સુધી જે રીતે સીધો કોન્ટ્રાક્ટ આપી દેવાતો હતો તેના પર પણ હવે લગામ લાગી જવાની છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં મોટાપાયા પર સહકારી મંડળીઓ આવેલી છે. આ સહકારી મંડળીઓ ખાંડની મિલોથી લઈને કેટલીય ક્રેડિટ સોસાયટીઓ અને કો-ઓપરેટિવ બેન્ક સુધી અસ્તિત્વ ધરાવે છે. એક સમયે પ્રાથમિક સ્તરેથી શરૂ થયેલી આ સહકારી મંડળીઓ હવે ગંજાવર બની છે. આ સહકારી મંડળીઓનું ટર્નઓવર જ એક કરોડથી લઈને દસ હજાર કરોડ રૂપિયા સુધીનું છે.

આટલું જંગી ટર્નઓવર ધરાવતી સહકારી મંડળીઓમાં વર્ષે દહાડે મેઇન્ટેનન્સથી લઈને અન્ય સાધન સામગ્રી પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. હવે અત્યાર સુધી સહકારી મંડળીઓ પોતાની રીતે ટેન્ડર ઇશ્યુ કરી અથવા બંધ કરવામાં ઓફર મંગાવીને કોઈપણ વસ્તુની ખરીદી કરવામાં આવતી હતી અથવા જે તે રીતે કોન્ટ્રાક્ટ આપી દેવાનો હતો. બીજા શબ્દોમાં કહીએ તો તેમા કોઈપણ પ્રકારની પોલિસીનુ અનુસરણ થતું ન હતું. હોદ્દેદાર કે હોદ્દેદારોનું જૂથ તેની મરજી મુજબ કામ કરાતું હતું.

આ પ્રકારની પરિસ્થિતિના લીધે ભ્રષ્ટાચારના અને ગેરરીતિના આરોપો થતાં એગ્રીકલ્ચર, ફાર્મર વેલફેર એન્ડ કોઓપરેટિવ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્ર મુજબ ગુજરાત કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1961 હેઠળ ગુજરાતની સહકારી મંડળીઓ હવે પાંચ લાખ કે તેથી વધુ રૂપિયાની ખરીદી કરવી હોય તો તેના માટે ફરજિયાતપણે ઇ-ટેન્ડરિંગ કરવાનો આદેશ આપ્યો છે. આમ તેણે ઇ-ટેન્ડરિંગ વગર પાંચ લાખથી વધુની ખરીદી પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

આના પગલે દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં સન્નાટો વ્યાપી ગયો છે. સરકારના નવા પરિપત્ર મુજબ ખાંડની મિલો, એપેક્સ સોસાયટી, ફેડરલ સોસાયટી, અર્બન કોઓપરેટિવ બેન્કને આ પરિપત્ર લાગુ પડશે. તેઓએ હવે પાંચ લાખથી વધુની ખરીદી માટે ફરજિયાતપણે ઇ-ટેન્ડરિંગ કરવું પડશે.

 

આ પણ વાંચોઃ મહીસાગર/આ પ્રાંત અધિકારી અને અન્ય કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ, બન્યો ચર્ચાનો વિષય

આ પણ વાંચોઃ મશીનમાં વિસ્ફોટ/તાપીમાં નવનિર્મિત ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા બે મજૂરોના મોત, ત્રણ ઘાયલ

આ પણ વાંચોઃ જન્માષ્ટમીનો મેળો/રાજકોટના જન્માષ્ટમીના મેળાનો આવતીકાલથી પ્રારંભઃ સીએમ ઉદઘાટન કરી શકે

આ પણ વાંચોઃ કામગીરી/સુરતની આ 4 કંપનીઓનો 3.87 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી, RTO કરશે હવે કંપનીની મિલકત પર…

આ પણ વાંચોઃ શ્રાવણિયો જુગાર ઝડપાયો/અમદાવાદના ન્યુયોર્ક ટાવરમાં લાસ વેગાસને પણ ટક્કર મારે તેવું જુગારધામ