Football/ ઇંગ્લિશ મહિલા ફૂટબોલરે ટી-શર્ટ ઉતારીને જર્મની સામે ઐતિહાસિક જીતની કરી ઉજવણી

ફૂટબોલમાં માત્ર ચાહકો જ નહીં, ખેલાડીઓ પણ ખૂબ જ ઉત્સાહી હોય છે પુરુષ હોય કે મહિલા ફૂટબોલરનો ઉત્સાહ હંમેશા ઊંચો હોય છે. યુરોપિયન ચેમ્પિયનશિપમાં પણ આવો જ ઉત્સાહ જોવા મળ્યો

Top Stories Trending Sports
8 2 ઇંગ્લિશ મહિલા ફૂટબોલરે ટી-શર્ટ ઉતારીને જર્મની સામે ઐતિહાસિક જીતની કરી ઉજવણી

ફૂટબોલમાં માત્ર ચાહકો જ નહીં, ખેલાડીઓ પણ ખૂબ જ ઉત્સાહી હોય છે. પુરુષ હોય કે મહિલા ફૂટબોલરનો ઉત્સાહ હંમેશા ઊંચો હોય છે. યુરોપિયન ચેમ્પિયનશિપમાં પણ આવો જ ઉત્સાહ જોવા મળ્યો, જ્યારે ઇંગ્લિશ મહિલા ફૂટબોલરે ઉજવણીમાં તેનું ટી-શર્ટ નિકાળી તેને હવામાં લહેરાવ્યું.

આ મેચ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આમાં ઈંગ્લેન્ડ અને જર્મનીની ટીમો આમને-સામને હતી. મેચ 1-1ની બરાબરી પર પુર્ણ થવા જઈ રહી હતી, પરંતુ વધારાના સમયમાં ઈંગ્લિશ ખેલાડી ક્લો કેલીએ ગોલ કરીને મેચને પલટી નાંખી.

8 3 ઇંગ્લિશ મહિલા ફૂટબોલરે ટી-શર્ટ ઉતારીને જર્મની સામે ઐતિહાસિક જીતની કરી ઉજવણી

ઈંગ્લેન્ડે મેચ 2-1થી જીતી લીધી અને મેચ જીત્યા બાદ 24 વર્ષની ક્લો કેલીએ સ્ટેડિયમમાં દોડતી વખતે તેની ટી-શર્ટ ઉતારી અને તેને હવામાં લહેરાવી હતી. આ દરમિયાન સ્ટેડિયમમાં 87 હજાર દર્શકો હાજર હતા, જે એક મોટો રેકોર્ડ પણ છે.

મહિલા ફૂટબોલમાં ઉજવણી કરવા માટે આ પ્રકારની અનોખી ઘટના છે. આ ઉજવણીએ 23 વર્ષ પહેલાંની યાદો પાછી લાવી દીધી છે, જ્યારે અમેરિકન ફૂટબોલર બ્રાન્ડી ચેસ્ટેને 1999 વર્લ્ડ કપની ફાઇનલમાં જીત્યા બાદ આવી જ ઉજવણી કરી હતી.

8 4 ઇંગ્લિશ મહિલા ફૂટબોલરે ટી-શર્ટ ઉતારીને જર્મની સામે ઐતિહાસિક જીતની કરી ઉજવણી

1999 ની મહિલા ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં, બ્રાન્ડી ચેસ્ટેન તેની પેનલ્ટી જીતની ઉજવણીમાં તેની ટી-શર્ટ ઉતારીને ઉજવણી કરી હતી. ત્યાર બાદ ફાઈનલ ડ્રો રહી ત્યારે યુએસએ પેનલ્ટી પર 5-4થી જીત મેળવી હતી.

કેલીની આવી ઉજવણીને મહિલા સશક્તિકરણ તરીકે જોવામાં આવી રહી છે.  ઉજવણીનો વિડીયો જોયા પછી, બ્રાન્ડી ચેસ્ટેને ટ્વીટ કર્યું કે હવે કેલીને તેના બાકીના જીવન માટે આવી ઉજવણીનો લાભ મળશે.