Not Set/ બુરખા પ્રતિંબંધ વિવાદ પહોચ્યા સુરતની બેંકમાં, વિવાદ વકરવાની સંભાવના

લગભગ 257 નિર્દોષ લોકોનાં ભોગ લેવાયા બાદ શ્રીલંકા સરકારે સુરક્ષાની દ્રષ્ટીએ બુરખા પર પ્રતિંબંધ જાહેર કર્યો હતો. શ્રીલંકા સરકારનાં પગલાની વહારે થતા શિવસેનાએ પણ ભારતમાં બુરખા પર પ્રતિંબંઘ મુકવાની માંગ કરી વિવાદ જગાવ્યો. કેન્દ્રની ભાજપ સરકારનાં ઘટક પક્ષ શિવસેનાની આ માંગણીથી ખુદ કેન્દ્ર સરકાર પણ વિટમ્ભનાં પડી ગઇ હતી. તો ભાજપનાં જ ફાયરબ્રાન્ડ નેતા સાધ્વી […]

Top Stories Gujarat Surat
pjimage 7 બુરખા પ્રતિંબંધ વિવાદ પહોચ્યા સુરતની બેંકમાં, વિવાદ વકરવાની સંભાવના

લગભગ 257 નિર્દોષ લોકોનાં ભોગ લેવાયા બાદ શ્રીલંકા સરકારે સુરક્ષાની દ્રષ્ટીએ બુરખા પર પ્રતિંબંધ જાહેર કર્યો હતો. શ્રીલંકા સરકારનાં પગલાની વહારે થતા શિવસેનાએ પણ ભારતમાં બુરખા પર પ્રતિંબંઘ મુકવાની માંગ કરી વિવાદ જગાવ્યો. કેન્દ્રની ભાજપ સરકારનાં ઘટક પક્ષ શિવસેનાની આ માંગણીથી ખુદ કેન્દ્ર સરકાર પણ વિટમ્ભનાં પડી ગઇ હતી. તો ભાજપનાં જ ફાયરબ્રાન્ડ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પણ પ્રતિંબંધની પેરવી કરી બળતામાં ઘી હોમતા સમગ્ર મામલો રાજકીય વિવાદમાં પલટાવી દીધો. બુરખા પર પ્રતિંબંધ મુકી શકાય કે નહી તે તો કાનૂની અને સંવિધાનિક લડાઇ છે. પરંતુ બુરખા પ્રતિંબંધનો વિવાદ ઉડીને સુરતની એક બેંકમાં પહોચ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે.

644148 bank970 બુરખા પ્રતિંબંધ વિવાદ પહોચ્યા સુરતની બેંકમાં, વિવાદ વકરવાની સંભાવના

દેશમાં બુરખા પર પ્રતિંબધને લઇને હવે રાજકીય પક્ષો પણ સામે આવીને બોલી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં સુરત શહેરમાં એક બેંક દ્વારા બુરખા પર પ્રતિંબંધની જાણે શરૂઆત કરવામાં આવી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, સુરતની અંબાજી રોડની એક બેંક શાખામાં બુરખા અને હેલ્મેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બેંકીંગ અને ભારતીય કાયદા મુજબ આ બાબતે પ્રતિબંધ મુકી શકાય કે નહી તે વિવાદની વચ્ચે બેંકે પ્રતિબંધ તો મુકી જ દીધો સાથે સાથે સુરક્ષા હેતુથી BOBની તમામ બ્રાંચમાં પ્રતિબંધ મુકાયો હોવાના બોર્ડ લગાવ્યા હોવાનો મેનેજરે ખુલાસો પણ કર્યો. સુત્રોનાં જણાવ્યા મુજબ આ સિવાય બાકીની બ્રાચોમાં આવા કોઇ બોર્ડ જોવામાં આવ્યા નથી.

ઇસ્લામિક રાષ્ટ્રો સહિત દુનિયાનાં અનેક દેશોમાં બુરખા અને હેલ્મેટ પહેરી અથવા મોઢું ઠાકીને પોતાની આઇડેન્ટીટી છુપાવી શકાય તેવા પ્રકારે જાહેર કે સરકારી સંસ્થાનોમાં જવા કે ફરવા પર પ્રતિબંધ છે. પરંતુ ભારત એક સેક્યુલર દેશ છે ત્યારે આવા પ્રતિબંધ દ્વારા ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરવામા આવી રહ્યો હોય તે પ્રકારનું સુરત BOB અંબાજી રોડ બ્રાન્ચનું આ પ્રકારનું પગલુ મોટો વિવાદ ઉભો કરે તેવી ભીતી સેવાઇ રહી છે.