Not Set/ જાણો કેમ ગુજરાતમાંથી પકડાઇ રહ્યું છે, આટલી વિપુલ માત્રામાં ડ્રગ્સ ? કેમ પાકિસ્તાન, ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા છે તત્પર !!

વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ! પાકિસ્તાન – નેપાળ ,બગ્લાદેશના રસ્તે ઘુસણખોરી અટકી નેપાળ-બાંગ્લાદેશથી ધૂસાડાતી નકલી નોટો અને ડ્રગ્સ  નકલી નોટો અને ડ્રગ્સનો વેપલો થયો બંધ કાશ્મીર-પંજાબ-રાજસ્થાન રૂટ બંધ ડ્રગ્સ અને નકલી નોટની સપ્લાય ચેઈન તૂટી વેપલો બંધ થતા અફઘાન સાથે થઇ રહી છે માંઠાગાંઠ અફઘાનિસ્તાનમાં થાય છે અફીણનો બમ્પર પાક મોટાભાગની ખેતી તાલિબાન ત્રાસવાદીઓના કબજામાં […]

Top Stories Gujarat India Others
snorting drugs જાણો કેમ ગુજરાતમાંથી પકડાઇ રહ્યું છે, આટલી વિપુલ માત્રામાં ડ્રગ્સ ? કેમ પાકિસ્તાન, ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા છે તત્પર !!
  • વિનાશ કાળે વિપરીત બુદ્ધિ !
  • પાકિસ્તાન – નેપાળ ,બગ્લાદેશના રસ્તે ઘુસણખોરી અટકી
  • નેપાળ-બાંગ્લાદેશથી ધૂસાડાતી નકલી નોટો અને ડ્રગ્સ 
  • નકલી નોટો અને ડ્રગ્સનો વેપલો થયો બંધ
  • કાશ્મીર-પંજાબ-રાજસ્થાન રૂટ બંધ
  • ડ્રગ્સ અને નકલી નોટની સપ્લાય ચેઈન તૂટી
  • વેપલો બંધ થતા અફઘાન સાથે થઇ રહી છે માંઠાગાંઠ
  • અફઘાનિસ્તાનમાં થાય છે અફીણનો બમ્પર પાક
  • મોટાભાગની ખેતી તાલિબાન ત્રાસવાદીઓના કબજામાં
  • પાકનાં ડ્રગ્સ સપ્લાઈ માટે ના નવા રૂટના હવાતિયાં
  • ગુજરાતના દરિયાકાંઠેથી હેરોઈન ઘૂસાડવાનું પાકનું નવુ કાવતરૂ
  • આવર્ષમાં ગુજરાતમાંથી 300 કિલોથી વધુ હેરોઈન પકડાયું

પાકિસ્તાન હથીયારો, નકલી નોટ અને ડ્રગ્સ સપ્લાઈ માટે ભારતના સરહદી અને દરીયાઈ માર્ગોનો વધુમાં વધુ ઉપયોગ કરે છે. આતંકવાદની સાથે સાથે પાકિસ્તાને ભારતના યુવાનોને નશાખોરીની આદત લગાવવા હવે ડ્રગ્સના સપ્લાનાં પ્રમાણમાં પણ વધારો કરી દીધો છે. કાશ્મીરનાં સરહદી માર્ગો બંદ થઇ જતા પાકિસ્તાન હવે રાજસ્થાન, પંજાબ, મુંબઈ અને ગુજરાતનાં દરિયાઈ માર્ગોનો આવ નાપાક ઇરાદે બર કરવા ઉપયોગ કરી રહ્યું છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બિહારના એક શખ્શની 5 લાખની નકલી નોટો સાથે ધરપકડ કરી હતી. ધરપકડમાં ઝડપાયેલી તમામ નોટ ₹ 2000 ની જ હતી. આરોપીઓની પૂછપરછ કર્યા બાદ પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. ભારતમાં બહાર થઈ આવતી તમામ નકલી નોટો પાડોશી દેશમાં છાપવામાં આવી રહી છે અને બાંગ્લાદેશ અને નેપાળ થઈને ભારતના સરહદ વિસ્તારથી અન્ય શહેરોમાં લઈ જવામાં આવી રહી છે. પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ અને ડી-કંપનીએ દેશમાં નકલી નોટોની સપ્લાય શરૂ કરી દીધી છે. આપને જણાવી દઈએ કે વર્ષોથી પાકિસ્તાન નકલી નોટો ભારત મોકલવા માટે નેપાળ માર્ગનો પણ ઉપયોગ કરે છે.

ભારતની શાંતિ અને સમૃદ્ધિ ભંગ કરવા માટે પાકિસ્તાન ફક્ત નકલી નોટો જ નથી સપ્લાઈ કરી રહ્યું. બલ્કે નકલી નોટોની સાથે ડ્રગ્સ, હેરોઈન જેવો નશીલા પદાર્થોને પણ સપ્લાઈ કરી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે થોડાક દિવસ પહેલા ગુજરાતમાં હેરોઈનનો મોટા પ્રમાણનો જથ્થો પકડાયો હતો. જે પાકિસ્તાન દ્વારા દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસાડવામાં આવતુ હતુ. પાકિસ્તાનને ગુજરાતના દરિયાઈ માર્ગે હેરોઈન ઘૂસાડવા માટે સપ્લાય ચેઈન માટેની એક નવી લાઈન ખૂલી છે.

આપને જણાવી દઈએ કે ગત જાન્યુઆરીથી અત્યારસુધીમાં નાર્કોટિક્સ બ્યૂરો અને ગુજરાત એટીએસના ઓપરેશનમાં ક્રમશ 100 કિલો અને 200 કિલોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. આ વર્ષે હેરોઈનના બે મોટા કન્સાઈન્મેન્ટ પકડાયા તેના 300 કિલો જથ્થાની જ બજારકિંમત રૂ. 1500 કરોડથી વધુ થવાની શક્યતા છે. અત્યાર સુધી ગુજરાતના દરિયાકાંઠાનો દાણચોરી માટે ઉપયોગ કરાતો હતો. પરંતુ હવે ડ્રગ્સ અને શસ્ત્રો ઘૂસાડવા માટે તેનો ઉપયોગ કરવાના બનાવો વધી રહ્યા છે.

પાકિસ્તાનની ભારતમાં ડ્રગ્સ સપ્લાઈ કરવાની ચેઈન ખુબ જ લાંબી છે. આટલુ જ નહી અફઘાનિસ્તાનમાં થતી અફીણની ખેતીમાં પ્રોસેસિંગની સઘળી પ્રક્રિયા પાકિસ્તાનમાં થાય છે અને ત્યાં તે હેરોઈનના અંતિમ સ્વરૂપમાં આવે છે. પાકિસ્તાનથી આ હેરોઈનને અત્યાર સુધી કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન બોર્ડર પાર કરાવીને ભારતમાં ઘૂસાડાતું હતું. જેની આવકનો ટેરર ફન્ડિંગ માટે ઉપયોગ કરાય છે.

ભારતથી નેપાળ બોર્ડર ક્રોસ કરાવીને પૂર્વ એશિયાના દેશોમાં આ હેરોઈનના જથ્થાને ટ્રાન્સપોર્ટ કરવામાં આવતો હતો. પરંતુ કાશ્મીરમાં બદલાયેલી પરિસ્થિતિ અને પંજાબ તથા રાજસ્થાન બોર્ડર પર સૈન્યના ચુસ્ત પહેરાને કારણે હવે આ ડ્રગ્સના જથ્થાને ભારતમાં ઘૂસાડવા માટે ગુજરાત હોટસ્પોટ બન્યું છે. તેમાં પણ ગુજરાતના દરિયાઈ માર્ગે હેરોઈન ઘૂસાડવાના પાકિસ્તાનના પ્રયાસો વધી રહ્યા છે.

એક અહેવાલ મુજબ પાકિસ્તાની એજન્સીઓ હેરોઈનનો વ્યાપાર કરીને તેની આવકમાંથી અફઘાન ત્રાસવાદીઓ અને તાલિબાનને પેમેન્ટ કરે છે. આ ત્રાસવાદીઓ જ પાકિસ્તાનમાં પ્રોસેસિંગ માટે હેરોઈનનો કાચોમાલ એટલે કે અફીણ પૂરું પાડે છે. હવે હેરોઈન સપ્લાય કરવાનો જ રૂટ બંધ થઈ જવાથી પાકિસ્તાન પાસે હેરોઈનનો સ્ટોક ભરાઈ ગયો છે અને તાલિબાનને પેમેન્ટ માટે તેની પાસે ફંડ નથી. આ કારણે ભારતમાં હેરોઈન ઘૂસાડવા પાકિસ્તાને હવે ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયાકાંઠા પર મદાર રાખ્યો છે.

પાકિસ્તાનમાં હેરોઈનન બનાવવામાં આવે છે તેનો કાચોમાલ એટલે કે અફીણનો જથ્થો અફઘાનિસ્તાનમાંથી આવે છે. પાકિસ્તાનમાં હેરોઈનનું પ્રોસેસિંગ પણ ધમધોકાર ચાલે છે અને આ કારણે પાકિસ્તાનમાં હેરોઈનનું પણ વિપુલ માત્રામાં ઉત્પાદન થયું છે.પાકિસ્તાન અત્યાર સુધી તેને ત્યાં ઉત્પન્ન થતા હેરોઈનને કાશ્મીર અને પંજાબ-રાજસ્થાનના રૂટથી ભારતમાં ઘૂસાડતું હતું.

ભારતમાંથી વધતો હેરોઈનનો જથ્થો નેપાળના રૂટ દ્વારા પાકિસ્તાની આઈએસઆઈ પૂર્વ એશિયાના દેશો અને ચીનમાં ઘૂસાડતી હતી. જો કે, ભારતે કાશ્મીરમાં 370ની કલમ નાબૂદ કરી દેતાં રાતોરાત ચિત્ર બદલાઈ ગયું છે. કાશ્મીરમાં પાકિસ્તાનનો લોકલ સપોર્ટ બેઝ તૂટી ગયો છે. હૂર્રિયતના નેતાઓરૂપી પાકિસ્તાની એજન્ટો પણ હવે કાશ્મીરમાં પાકિસ્તાનના સાથ આપી શકતા નથી.

અફઘાનિસ્તાનમાં દર વર્ષે મોટા પ્રમાણમાં અફીણની ખેતી થાય છે, જે સંપૂર્ણપણે તાલિબાન ત્રાસવાદીઓના કબજા હેઠળ હોય છએ. તાલિબાનોના કબજા હેઠળના વિસ્તારોમાં થતી ગેરકાયદે અફીણની ખેતીમાંથી થતી કમાણીનો ઉપયોગ ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં છે. તાલિબાને પોતાના કબજા હેઠળના વિસ્તારોમાં અફીણના ડોડાના બમ્પર ઉત્પાદન બાદ પાકિસ્તાનમાં પ્રોસેસિંગ માટે કાચોમાલ સપ્લાય કરી દીધઓ છે. પરંતુ હજી સુધી કંગાળ પાકિસ્તાને આ હેરોઈનને સપ્લાયર્સ સુધી પહોંચાડ્યો નથી. જેના કારણે પાકિસ્તાન અને અફઘાનીસ્થાન વચ્ચે હેરોઈનને લઈ રૂપિયાનો લેવડ દેવણ રોકાઈ ગયો છે. અને હવે પાપકિસ્તાન પોતાનો ધંધો તીવ્ર કરવા તેમજ પૈસા કમાવવા તેના હેરોઈનને ભારતમાં સપ્લાઈ કરી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન