Not Set/ “ડગમગતું અને લડખડાતું ગુજરાત”નાં પરેશ ધાનાણીનાં પ્રહારો વચ્ચે ફરી પકડાયો દારુનો સ્ટોક

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરેલા દારૂના નિવેદન મામલે ખળભળાટ મચ્યો છે અને નિવેદન બાદ ચેલેન્જે તો વાતાવરણ ગંભીર બનાવી દીધું છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ પણ સરકાર પર નિશાન તાકતું ટવીટ કરીને સવાલ ઉઠાવ્યા છે. “”ડગમગતુ અને લડખડાતુ ગુજરાત”” કેપ્શન સાથે પરેશ ધાનાણીએ લખ્યું છે કે, દારૂના દૈત્યથી ડગમગતી પેઢીને ગાંજો, […]

Top Stories Gujarat Others
pjimage 16 "ડગમગતું અને લડખડાતું ગુજરાત"નાં પરેશ ધાનાણીનાં પ્રહારો વચ્ચે ફરી પકડાયો દારુનો સ્ટોક

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરેલા દારૂના નિવેદન મામલે ખળભળાટ મચ્યો છે અને નિવેદન બાદ ચેલેન્જે તો વાતાવરણ ગંભીર બનાવી દીધું છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ પણ સરકાર પર નિશાન તાકતું ટવીટ કરીને સવાલ ઉઠાવ્યા છે. “”ડગમગતુ અને લડખડાતુ ગુજરાત”” કેપ્શન સાથે પરેશ ધાનાણીએ લખ્યું છે કે, દારૂના દૈત્યથી ડગમગતી પેઢીને ગાંજો, અફિણ, કોકેઇન તેમજ હેરોઈન જેવા નશીલા દ્રવ્યોની લત લગાડી અને માત્ર સરકારી નિષ્ફળતાઓને ઢાંકવા માટે, સમગ્ર ભારતના ભવિષ્યને વ્યાજાતંક, ડ્રગ્સ અને જમીન માફિયાઓનાં હવાલે શું કામે કરી રહી છે સરકાર.?

એક તરફ સરકાર ગુજરાતમાં દારુબંધી મામલે ચારે તરફથી ઘોરાયેલી જોવામાં આવી રહી છે અને વળતો જવાબ દેવા માટે શબ્દો ખુટી પડ્યા હોય તેમ કોઇ કશું બોલી રહ્યું નથી. ત્યારે ફરી ગુજરાતમાં દારૂનો બંપર સ્ટોક પોલીસ દ્વારા ઝડપાવામાં આવ્યો છે. આમ ગુજરાતમાં દારૂ પર દંગલ ચાલી રહ્યું છે ત્યારે વધુ દારુ મળી આવતા સરકારની સ્થિતિ કઢંગી જોવામાં આવી રહી છે.

આપણ વાંચો : દારૂ પર દંગલ : અશોક ગેહલોતે કહ્યું : “ગુજરાતમાં દારૂ ન મળે તો હું રાજકારણ છોડી દઇશ”, તો શું રૂપાણી કહી શકશે કે “ગુજરાતમાં દારૂ મળશે તો હું રાજકારણ છોડી દઇશ”

એક તરફ અમરેલીનાં વડીયા તાલુકાનાં મોરવાડા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. તો આરોપી આ જ ગામનાં  સરપંચ એવા શખ્સ પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો છે. બે ઇસમને પાસેથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૧૨ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 20600નાં મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડવામાં સફળતા મળેલ છે.

તો બીજી તરફ રાજકોટ શહેરમાં આજીડેમ પાસે માર્કેટિંગ યાર્ડથી એક બોલેરોનો પોલીસે પીછો કર્યો હતો. બોલેરા ચાલકને અંદાજો આવી જતા ચાલકે પ્રદ્યુમન પાર્ક પાસે બોલેરો વાન મુકીને પલાયન થઈ ગયો હતો. કારની તપાસી કરતા તેમાથી રુપિયા 3.97 લાખની અલગ અલગ બ્રાંડની દારુની બોટલ મળી હતી, જે કબ્જે કરી હતી. બોલેરો સહિત પોલીસે કુલ 7.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આમ કહી શકાય કે ગુજરાતમાં ચાલી રહેલા દારુ પર દંગલમાં ફરી દારુ ઝડપાતા ગુજરાત સરકારની હાલત વધુ આ મામલે ખસ્તા થશે. દારૂ મામલે પૂર્વે પણ અનેક વખત લોકો દ્વારા સરકારને રજૂઆતો કરવામાં આવી છે અને જનતા રેડનાં માધ્યમથી પણ ગુજરાતમાં ખુલ્લે આમ ચાલતા દારુનાં વેપલાને ઉધાડો પાડવામાં આવ્યો છે. ત્યારે આ મામલે સરકાર કડક પગલા ભરે તેવી લોકો વચ્ચેથી માંગ ઉઠી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન