Report of the Ministry of Finance/ સરકાર પર 128 લાખ કરોડ રૂપિયાનું દેવું વધ્યું,જાહેર દેવાનો હિસ્સો વધીને 91.6 ટકા થયો

ભારતમાં જાહેર દેવાનો હિસ્સો પ્રતિ-દિન વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે,દેશમાં 2021-22ના ડિસેમ્બર ક્વાર્ટરમાં કેન્દ્ર સરકાર પરનું કુલ દેવું 2.15% વધીને રૂ. 128.41 લાખ કરોડ થયું છે

Top Stories India
4 40 સરકાર પર 128 લાખ કરોડ રૂપિયાનું દેવું વધ્યું,જાહેર દેવાનો હિસ્સો વધીને 91.6 ટકા થયો

ભારતમાં જાહેર દેવાનો હિસ્સો પ્રતિ-દિન વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે,દેશમાં 2021-22ના ડિસેમ્બર ક્વાર્ટરમાં કેન્દ્ર સરકાર પરનું કુલ દેવું 2.15% વધીને રૂ. 128.41 લાખ કરોડ થયું છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ રૂ. 125.71 લાખ કરોડની જવાબદારી હતી. આ દરમિયાન સરકારે 75,300 કરોડ રૂપિયાની લોન ચૂકવી દીધી. સોમવારે જાહેર કરાયેલા નાણા મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં કુલ જવાબદારીઓમાં જાહેર દેવાનો હિસ્સો વધીને 91.6% થયો છે, જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 91.15% હતો.

આ સમયગાળા દરમિયાન, સરકારે કુલ 2.88 લાખ કરોડની ડેટ સિક્યોરિટીઝ જાહેર કરી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2.83 લાખ કરોડની ડેટ સિક્યોરિટીઝ જારી કરવામાં આવી હતી. આ સિક્યોરિટીઝમાં કોમર્શિયલ બેન્કોનો હિસ્સો ઘટીને 35.40 ટકા થયો છે જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 37.82 ટકા હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં જારી કરાયેલ કુલ ડેટ સિક્યોરિટીઝમાંથી 25% પાંચ વર્ષથી ઓછી મુદતની પાકતી મુદત ધરાવે છે.

RBIનો હિસ્સો ઘટ્યો
ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વીમા કંપનીઓ અને પ્રોવિડન્ટ ફંડનો હિસ્સો અનુક્રમે 25.74 ટકા અને 4.33 ટકા હતો. મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 3.08 ટકા અને આરબીઆઈનો હિસ્સો 16.92 ટકા હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 16.98 ટકાની સરખામણીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં મધ્યસ્થ બેન્કનો હિસ્સો ઘટ્યો હતો, એમ અહેવાલમાં જણાવાયું છે.

છૂટક મોંઘવારી વધી મુશ્કેલી...
સ્થાનિક મોરચે, રિઝર્વ બેન્કે સિક્યોરિટીઝ હસ્તગત કરવાની યોજના બંધ કર્યા પછી ત્રીજા ક્વાર્ટરમાં બજાર દબાણ હેઠળ રહ્યું હતું. વધારાના ઋણ અને મોંઘવારી વધવાના ભયે પણ મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.

સરકારી સિક્યોરિટીઝ પર ઉચ્ચ વ્યાજ
નાણા મંત્રાલયે કહ્યું કે 10 વર્ષની પાકતી મુદતવાળી સરકારી સિક્યોરિટીઝ પર વ્યાજ વધ્યું છે. આના પર ડિસેમ્બર ક્વાર્ટરમાં 6.45 ટકાના દરે વ્યાજ મળ્યું હતું, જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.22 ટકા હતું. રેપો રેટને 4 ટકા પર યથાવત રાખવાના આરબીઆઈના નિર્ણયે 10 વર્ષની પાકતી મુદત ધરાવતી સરકારી સિક્યોરિટીઝને ટેકો આપ્યો છે.