ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાની 14 જિલ્લાની 93 બેઠકો પર સોમવારે યોજાનારી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થશે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. રાજ્યમાં સત્તારૂઢ ભાજપ સામે પોતાની સરકાર જાળવી રાખવાનો પડકાર છે. આ ચૂંટણીમાં રાજ્યમાં 27 વર્ષથી સત્તારૂઢ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ મતદારો પરિવર્તન માટે મતદાન કરે તેવી અપેક્ષા રાખી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ જોર જોરથી પોતાની જીતનો દાવો કરી રહી છે. આ ત્રણ પક્ષો સહિત 61 રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં પૂરેપૂરો જોર લગાવતા જોવા મળ્યા છે.આ વિધાનસભા બેઠકો 14 જિલ્લાઓમાં છે. 833 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન માટે 26,409 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થયું હતું. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. મતદાન સંબંધિત વધુ લાઇવ અપડેટ્સ વાંચો…
LIVE Updates 17 :00 PM: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન
બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન
14 જિલ્લાની 93 બેઠકો પર આજે થયું મતદાન
સરેરાશ 65 ટકા મતદાન થયું હોવાનો અંદાજ
પ્રથમ તબક્કા કરતા વધુ મતદાનની શક્યતા
હજુ ઘણાં મતદારો બૂથ પર લાઈનમાં ઉભા છે
દરેક મતદારને મતદાન કરવા દેવામાં આવશે
છેલ્લી કલાકમાં દરેક વિસ્તારમાં મતદાન વધ્યું
દરેક બૂથ પર ઈવીએમ સીલ કરવાની કામગીરી
મુખ્યમંત્રી, અનેક મંત્રીનું ભવિષ્ય ઈવીએમમાં સીલ
અનેક દિગ્ગજોની ઈજ્જત પણ લાગી છે દાવ પર
અમદાવાદમાં 55, આણંદમાં 65, અરવલ્લીમાં 63 ટકા, બનાસકાંઠામાં 65, છોટાઉદેપુરમાં 63, દાહોદમાં 58 ટકા, ગાંધીનગરમાં 57, ખેડામાં 63, મહેસાણામાં 60% ટકા, મહિસાગરમાં 58, પંચમહાલમાં 60, પાટણમાં 59, સાબરકાંઠામાં 64, વડોદરામાં 60 % મતદાન નોંધાયું
LIVE Updates 16 :55 PM: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન
મતદાન પૂર્ણ થવાને હવે 05 મિનિટનો સમય બાકી
93 બેઠકો પર અત્યાર સુધી 63 ટકા નજીક મતદાન
મતદાન પૂર્ણ થવાને હવે 05 મિનિટનો સમય બાકી
5 વાગ્યે પૂર્ણ થશે બીજા તબક્કાનું મતદાન
8 તારીખે થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
5 વર્ષ બાદ જનતાએ ફરી લઈ લીધો છે નિર્ણય
હજુ પણ મતદાનમાં થઈ શકે છે વધારો
ઉત્તર અને મધ્ય ગુજરાતે રંગ રાખ્યો
શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન
આદિવાસી વિસ્તારના મતદારોનું વધુ મતદાન
બનાસકાંઠા જિલ્લામાં વધુ મતદાન
અમદાવાદના સાણંદ, વિરમગામ, ધંધુકામાં વધુ મતદાન
અમદાવાદ શહેરમાં ઓછું મતદાન ચિંતાનો વિષય
LIVE Updates 16 :40 PM: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન
બીજા તબક્કામાં અત્યાર સુધી 58 ટકા મતદાન
મતદાન પૂર્ણ થવાને હવે થોડા ક્ષણ બાકી
છેલ્લી એક કલાકમાં મતદાનમાં થઈ શકે છે વધારો
પ્રથમ તબક્કા કરતા વધુ મતદાન થઈ શકે છે
ઉત્તર અને મધ્ય ગુજરાતે રંગ રાખ્યો
શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન
આદિવાસી વિસ્તારના મતદારોનું વધુ મતદાન
બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતદાન
અમદાવાદના સાણંદ, વિરમગામ, ધંધુકામાં વધુ મતદાન
અમદાવાદ શહેરમાં ઓછું મતદાન ચિંતાનો વિષય
LIVE Updates 16 :39 PM: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન
કુંડળ સ્વામિનારાયણ સંતોએ કર્યું મતદાન
લોકશાહીના મહાપર્વની કરી ઉજવણી
જ્ઞાનજીવનદાસજી સ્વામીએ કર્યું મતદાન
મોટી સંખ્યામાં અન્ય સંતોએ પણ કર્યું મતદાન
LIVE Updates 16 :29 PM: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન
વડોદરાના પ્રખ્યાત દર્શન બેન્કરે કર્યું મતદાન
પત્ની સાથે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો
રાજા રામમોહનરાય શાળા ખાતે કર્યું મતદાન
બેન્કર હાર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક છે દર્શન બેન્કર
લોકોને વધુમાં વધુ મતદાન કરવાની કરી અપીલ
LIVE Updates 16 :23 PM: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન
ઇરફાન અને યુસુફ પઠાણે આપ્યો મત
પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ
પરિવારજનો સાથે મત આપવા પહોંચ્યા
ઇરફાન અને યુસુફ પઠાણે આપ્યો મત
પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ
LIVE Updates 16 :20 PM: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન
CM ભૂપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા
અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલયે CMનું આગમન
મતદાન બાદ કાર્યકરોને મળવા પહોંચ્યા CM
LIVE Updates 16 :00 PM: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન
મતદાન પૂર્ણ થવાને બસ 1 કલાક બાકી
છેલ્લી 60 મિનિટમાં ખરાખરીનો ખેલ
અત્યાર સુધી બીજા તબક્કામાં 53 ટકા મતદાન
ચૂંટણી પંચે સત્તાવાર આંકડા જાહેર કર્યા
અમદાવાદ જિલ્લામાં 47 ટકા મતદાન
આણંદમાં 45 ટકા મતદાન
અરવલ્લીમાં 47 ટકા મતદાન
બનાસકાંઠામાં 50 ટકા મતદાન
છોટાઉદેપુરમાં 55 ટકા મતદાન
ખેડામાં 53 ટકા મતદાન
ગાંધીનગરમાં 53 ટકા મતદાન
LIVE Updates 15 :30 PM: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન
બીજા તબક્કામાં અત્યાર સુધી 58 ટકા મતદાન
મતદાન પૂર્ણ થવાને હવે એક કલાક બાકી
છેલ્લી એક કલાકમાં મતદાનમાં થઈ શકે છે વધારો
પ્રથમ તબક્કા કરતા વધુ મતદાન થઈ શકે છે
ઉત્તર અને મધ્ય ગુજરાતે રંગ રાખ્યો
શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન
આદિવાસી વિસ્તારના મતદારોનું વધુ મતદાન
બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતદાન
અમદાવાદના સાણંદ, વિરમગામ, ધંધુકામાં વધુ મતદાન
અમદાવાદ શહેરમાં ઓછું મતદાન ચિંતાનો વિષય
LIVE Updates 15 :00 PM: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બપોરે 3 વાગ્યા સુધી કુલ 50.51 ટકા લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અમદાવાદ 44.672%, આણંદ 53.75%, અરવલી 54.19%, બનાસકાંઠા 55.52%, છોટા ઉદેપુર 54.40%, દાહોદ 46.17%, ગાંધીનગર 52.05%, ખેડા 53.94% મહેસાણા 51.47%, મહસાલા 51.47%, મહાનગર 51.47%, મહાનગર 51.47%. 57.23%, વડોદરા 49.69% મતદાન નોંધાયું.
LIVE Updates 14 :59 PM: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન
- ખેડાના નડિયાદમાં દિવ્યાંગ અંકિત સોનીએ મતદાન કર્યું હતું. અંકિતે કહ્યું, ‘મેં 20 વર્ષ પહેલાં એક અકસ્માતમાં મારા બંને હાથ ગુમાવ્યા હતા, પરંતુ તે મને ક્યારેય મારો મત આપવાથી રોકી શક્યો નહીં. હું હવે મતદાન કરવા મારા પગનો ઉપયોગ કરું છું.
A differently-abled voter casts his vote for the second phase of #GujaratAssemblyPolls in Nadiad, Kheda
"I lost both my hands 20 years ago in an accident but that did never stop me from casting my vote. I use my feet to vote now," said Ankit Soni pic.twitter.com/mJW7IhWqRl
— ANI (@ANI) December 5, 2022
LIVE Updates 14 :58 PM: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન
- શહેરોમાં ઓછું,ગ્રામ્યમાં સરેરાશ વધુ મતદાન
- બપોરે 2 વાગ્યા સુધી 40.21 ટકા મતદાન
- અમદાવાદમાં સરેરાશ 38.42 ટકા વોટિંગ
- આણંદમાં 40.01 ટકા મતદાન નોંધાયું
- અરવલ્લીમાં સરેરાશ 42.83 ટકા મતદાન
- બનાસકાંઠામાં 42.56 ટકા મતદાન નોંધાયુ
- છોટાઉદેપુરમાં 44.22 ટકા મતદાન
- દાહોદમાં સરેરાશ 42.0 ટકા મતદાન
- ગાંધીનગરમાં સરેરાશ 43.0 ટકા મતદાન
- ખેડામાં 40.21 ટકા સરેરાશ મતદાન
- મહેસાણામાં 39.27 ટકા મતદાન
- મહીસાગરમાં સરેરાશ 36.20 ટકા મતદાન
- પંચમહાલમાં 43.21 ટકા મતદાન નોંધાયું
- પાટણમાં સરેરાશ 42.35 ટકા મતદાન
- સાબરકાંઠામાં સરેરાશ 42.33 ટકા મતદાન
- વડોદરામાં 41.43 ટકા મતદાન નોંધાયું
LIVE Updates 14 :58 PM: એવીએમ મશીન બંધ થતા મતદારોમાં રોષ
- આણંદ નાં મદ્રસા બુથ પર એવીએમ મશીન બંધ થતા મતદારોમાં રોષ
- ઈવીએમ માં ટેક્નિકલ ખામી સર્જાતા ઈવીએમ 15/20 મિનિટ સુધી બંધ રહ્યું
- મતદાન કરવા માટે આવે મતદારો અટવાતા રોષે ભરાયા,
- ચૂંટણી તંત્ર ને જાણ કરતા ખામી સર્જાયેલ ઈવીએમ ને બદલાઈ મતદાન શરૂ કરાયું
LIVE Updates 14 :44 PM: દિવ્યાંગ યુવકે કર્યું પગથી મતદાન
- નડિયાદના દિવ્યાંગ યુવકે કર્યું પગથી મતદાન
- અંકિત સોની નામના યુવાને કર્યુ પગથી મતદાન
- 25 વર્ષ પહેલા કરંટ લાગતા હાથ કાપવા પડ્યા હતા
- હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે
LIVE Updates 14 :27 PM: કલોલમાં BJP અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ
- કલોલમાં BJP અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ
- બંન્ને પક્ષના કાર્યકરોએ ગાળા-ગાળી કરી
- BJPના કાર્યકરોએ વર્તમાન MLAને ગાળો બોલી
- બળદેવજી ઠાકોર અને ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ
- અભદ્ર શબ્દ પ્રયોગ થતાં વાતાવરણ બન્યું ઉગ્ર
- સ્થાનિક પોલીસએ મામલો થાળે પાડ્યો
LIVE Updates 14 :27 PM:કોંગ્રેસ પ્રવકતાએ કર્યું અનોખું મતદાન
- બીજા તબક્કામાં થયું અનોખું મતદાન
- કોંગ્રેસ પ્રવકતાએ કર્યું અનોખું મતદાન
- ડો.અમિત નાયકે ફાટેલા કપડા પહેરીને મતદાન કર્યું
- ગેસના સિલિન્ડર, તેલના ડબ્બા લઈને લોકોએ કર્યું મતદાન
- પ્રતીકાત્મક વિરોધ સાથે લોકો મતદાનમાં જોડાયા
LIVE Updates 14 :15 PM:દેવગઢબારિયામાં રાજવી પરિવારે કર્યુ મતદાન
- દેવગઢબારિયામાં રાજવી પરિવારે કર્યુ મતદાન
- મતદાન એવા પક્ષને કરવો જોઈએ કે જેનાથી વિકાસ થાય
- રાજવી પરિવારના તુષારસિંહે ડાંગરિયા ગામે કર્યુ મતદાન
- મતદાન એ આપડો અધિકાર છે – તુષારસિંહ
LIVE Updates 13 :57 PM: બપોર 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા મતદાન
- ગુજરાત વિધાનસભા બીજા તબક્કાની ચૂંટણી
- બપોર 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા મતદાન
- બનાસકાંઠા – 37.70 ટકા મતદાન
- પાટણ – 34.81 ટકા મતદાન
- મહેસાણા – 35.41 ટકા મતદાન
- સાબરકાંઠા- 39.72 ટકા મતદાન
- અરવલ્લી- 37.08 ટકા મતદાન
- ગાંધીનગર – 36.63 ટકા મતદાન
- અમદાવાદ – 30.66 ટકા મતદાન
- આણંદ – 37.27 ટકા મતદાન
- ખેડા- 36.12 ટકા મતદાન
- મહીસાગર- 29.58 ટકા મતદાન
- પંચમહાલ – 37.18 ટકા મતદાન
- દાહોદ – 34.53 ટકા મતદાન
- વડોદરા – 34.53 ટકા મતદાન
- છોટા ઉદ્દેપુર – 38.15 ટકા મતદાન

LIVE Updates 13 :46 PM:નાંદરવા ગામે 102 વર્ષના વૃદ્ધા નાનીબેન પટેલીયાએ મતદાન કર્યું
પંચમહાલ શહેરના નાંદરવા ગામે 102 વર્ષના વૃદ્ધા નાનીબેન પટેલીયાએ મતદાન કર્યું હતું.મતદાનને પગલે નાદરવા ગામે સિનિયર સિટીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાંદરવા ગામે 102 વર્ષના વૃધ્ધા અને 95 વર્ષના ઉમર ધરાવતા સિનીયર સિટીજનોએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
LIVE Updates 13 :28 PM: ગુજરાતમાં 11 વગયા સુધીમાં 25.58 ટકા થયું મતદાન

LIVE Updates 13 :03 PM: હિમ્મતનગરમાં વરરાજાએ કર્યું મતદાન
- સાબરકાંઠાઃ હિમ્મતનગરમાં વરરાજાએ કર્યું મતદાન
- હિમ્મત હાઈસ્કૂલમાં વરરાજાએ કર્યું મતદાન
- લોકશાહીના પર્વનું મહત્વ સમજાવ્યું
- લગ્નની જાન પરણવા જતા પહેલા વરરાજાએ કર્યું મતદાન
LIVE Updates 13 :00 PM: દેશ માટે ઘણું કામ કર્યું, હવે આરામ કરવો જોઈએ, PMને મોટા ભાઈની સલાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ ગુજરાત ચૂંટણીમાં મતદાન કર્યું. સોમાભાઈ મોદીએ રાણીપ સ્થિત નિશાન પબ્લિક સ્કૂલમાં પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. મીડિયા સાથે વાત કરતી વખતે સોમાભાઈ મોદી પોતાના ભાઈને લઈને ભાવુક થઈ ગયા હતા. સોમાભાઈએ જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે વર્ષ 2014 પછી જે રીતે કામ કર્યું છે તેને નકારી શકાય તેમ નથી. મેં પીએમ મોદીને કહ્યું કે તેમણે દેશ માટે ઘણું કામ કર્યું છે અને તેમણે હવે થોડો આરામ કરવો જોઈએ.
LIVE Updates 12 :53 PM: AAP ના સીએમ ઉમેદવાર ઇસુદને પોતાનો મત આપ્યો
AAPના CM ઉમેદવાર ઇસુદાન ગઢવીએ અમદાવાદમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો. તેમણે મતદાન બાદ મોટો દાવો કર્યો. ઈસુદાન ગઢવીએ કહ્યું કે પાર્ટીને બીજા તબક્કામાં ઓછામાં ઓછી 52 બેઠક મળશે. જો કે પહેલા તબક્કાના મતદાનમાં પણ પાર્ટીને 21 બેઠકો મળવાનો દાવો ઈસુદાન ગઢવીએ કર્યો
AAP's CM candidate Isudan Gadhvi casts his vote at a polling station in Ahmedabad, Gujarat.#GujaratAssemblyPolls pic.twitter.com/I4RccqMZbF
— ANI (@ANI) December 5, 2022
LIVE Updates 12 :47 PM:પેટલાદમાં ટ્રાન્સજેન્ડર મતદાન કરવા નીકળ્યા
- પેટલાદમાં ટ્રાન્સજેન્ડર મતદાન કરવા નીકળ્યા
- કિન્નરોએ પોતાના મત ના અધિકારને લઈને કર્યું મતદાન
- કિન્નરોનો મોટો કાફલો પેટલાદમાં મતદાન માટે પહોંચ્ય
LIVE Updates 12 :35 PM: પૂર્વ ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ કર્યું મતદાન
- અમદાવાદઃ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ કર્યું મતદાન
- પ્રદીપસિંહ જાડેજાએ પરિવાર સાથે કર્યું મતદાન
- સૌને લોકશાહીના આ પર્વમાં શામેલ થવા કરી અપીલ
LIVE Updates 12 :20 PM: PM મોદીનાં માતા હિરાબાએ કર્યુ મતદાન
- PM મોદીનાં માતા હિરાબાએ કર્યુ મતદાન
- રાયસણની દયાબેન વાડીભાઇ પટેલ સ્કુલમાં કર્યુ વોટિંગ
- મતદાન મથકે હીરાબા મતદાન માટે પહોંચ્યા હતા
- શતાયુ હિરાબાએ રાયસણની શાળામાં મતદાન કર્યુ

LIVE Updates 12 :16 PM: હિરાબા મતદાન માટે પહોંચ્યા
- PM મોદીનાં માતા હિરાબા મતદાન માટે પહોંચ્યા
- રાયસણની દયાબેન વાડીભાઇ પટેલ સ્કુલમાં પહોંચ્યા
- મતદાન મથકે હીરાબા મતદાન માટે પહોંચ્યા
- શતાયુ હિરાબા રાયસણની શાળામાં મતદાન કરશે
LIVE Updates 12 :11 PM:કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે કર્યું મતદાન
- ગાંધીનગરઃ કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે કર્યું મતદાન
- ગાંધીનગર ચિલ્ડ્રસન યુનિવર્સિટીમાં કર્યું મતદાન
- સે-20 ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે મતદાન કર્યું
- ગુજરાતની જનતાને મતદાન કરવા કરી આપીલ
LIVE Updates 12 :06 PM:આશિષ ભાટિયાએ કર્યું મતદાન
- અમદાવાદઃ આશિષ ભાટિયાએ કર્યું મતદાન
- રાજ્ય પોલીસ વડા છે આશિષ ભાટિયા
- આશિષ ભાટિયાએ પરિવાર સાથે કર્યું મતદાન
- મ્યુ. શાળા નંબર 7-8 ગુલબાઇ ટેકરા ખાતે કર્યું મતદાન
- લોકોને મતદાન કરવા કરી આપીલ
- હાલ સમગ્ર ગુજરાતમાં શાંતિથી થઈ રહ્યું છે મતદાન
LIVE Updates 11 :45 AM: શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપના 27 વર્ષના શાસનમાં પરિવર્તન આવ્યું છે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે બીજા તબક્કામાં ઓબીસી પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારોમાં મતદાન થવાનું છે. કોંગ્રેસે પોતાના સીએમ ઉમેદવારનું કાર્ડ ઓબીસી હોવાની શક્યતા રમતી છે, તેથી મને લાગે છે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને આ આખો પ્રદેશ કોંગ્રેસને મત આપશે. હું ભાજપના 27 વર્ષના શાસનમાં પરિવર્તન જોઉં છું.
LIVE Updates 11 :37 AM: ગુજરાતમાં 11 વગયા સુધીમાં 19.17 ટકા થયું મતદાન
અરવલ્લી- 20.83, અમદાવાદ- 16.95, આણંદ-20.38, ખેડા-19.63, ગાંધીનગર-20.39, છોટા ઉદેપુર-23.35, દાહોદ-17.83, પચમહાલ-18.74, પાટણ-18.18, બનાસકાંઠા-21.03, મહીસાગર-17.0, મહેસાણા-20.66, વડોદરા-18.77, સાબકાંઠા-22.18.

LIVE Updates 11 :37 AM:ખોટકાયું ઈવીએમ
- દાહોદ શહેરનાં વોર્ડનં.3માં ખોટકાયું ઈવીએમ
- ઇવીએમ ખોટકાતા મતદારોને હાલાકી
- બૂથ અધિકારી દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ
LIVE Updates 11 : 15 AM: સંખેડા તાલુકાના કલેડિયા ગામમાં કર્યું મતદાન
- છોટાઉદેપુર:યુવતી પીઠી ચોળી મતદાન કરવા પહોંચી
- સંખેડા તાલુકાના કલેડિયા ગામમાં કર્યું મતદાન
- કલેડિયાની દરજી મેઘાબેનએ લગ્નના દિવસે મતદાન કર્યું
- લોકશાહીનો પર્વ છે એટલે તમામ લોકોએ મતદાન કરવું જોઈએ
LIVE Updates 11 : 05 AM:મતદાન કરવા જતા વૃદ્ધા અચાનક પટકાયા
- પાટણ મતદાન સમયે બની ઘટના
- આનંદપ્રકાશ માઘ્યમિક શાળાની ઘટના
- મતદાન કરવા જતા વૃદ્ધા અચાનક પટકાયા
- વૃદ્ધા પડકાયાની ઘટના થઇ કેમેરામાં કેદ
- ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે ખસેડાયા
LIVE Updates 10 : 50 AM: એમ્બ્યુલન્સમાં મહિલા મતદાર મતદાન મથક પહોંચ્યા
આણંદમાં મતદાનનું મૂલ્ય સમજાવવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. વયોવૃદ્ધ પથારીવશ વૃદ્ધાએ મતદાનમાં ઉત્સાહ દાખવી મિસાલ કાયમ કરી. એમ્બ્યુલન્સમાં મહિલા મતદાર મતદાન મથક પહોંચ્યા. બીમાર અને પથારીવશ હોવા છતાં મતદાન મથક પહોંચી મતદાન કર્યું.
LIVE Updates 10 : 47 AM:અમિત શાહે કર્યુ મતદાન
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ મતદાન
- અમિત શાહે તેમનાં ધર્મપત્ની સાથે કર્યુ મતદાન
- નારણપુરા મ્યુનિ.સબ ઝોનલ ઓફિસે કર્યુ મતદાન
- નારણપુરા વિસ્તારમાં જામ્યો છે ત્રિ-પાંખિયો જંગ
- જીતેન્દ્રકુમાર પટેલ ભાજપમાંથી છે ઉમેદવાર
Union Home Minister Amit Shah, along with members of his family including his son and BCCI secretary Jay Shah, casts his votes at AMC Sub-Zonal Office in Naranpura of Ahmedabad. #GujaratAssemblyPolls pic.twitter.com/7bgKV556Qr
— ANI (@ANI) December 5, 2022
LIVE Updates 10 :39 AM: રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, દરેક નાગરિકને આપેલું વચન પૂરું કરીશું
ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું, ‘યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને દરેક નાગરિકને આપેલું વચન અમે પૂરું કરીશું, ગુજરાતમાં પરિવર્તન લાવીશું. ગુજરાતની જનતાને અપીલ છે, મોટી સંખ્યામાં મતદાન કરો. તમારા અધિકારો સહન કરીને, રાજ્યની પ્રગતિ અને પ્રગતિ માટે આ મહત્વપૂર્ણ જવાબદારીને પૂર્ણ કરો.
LIVE Updates 10 :35 AM: યુપીના રાજ્યપાલે અમદાવાદમાં કર્યું મતદાન
ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે બીજા તબક્કામાં મતદાન કર્યું છે. યુપીના રાજ્યપાલે અમદાવાદની સિલાજ અનુપમ સ્કૂલમાં સ્થાપિત મતદાન મથક નંબર-95ની મુલાકાત લઈને પોતાનો મત આપ્યો.
LIVE Updates 10 :19 AM:વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કર્યું
Ahmedabad | BJP candidate from Viramgam, Hardik Patel cast his vote for the second phase of #GujaratAssemblyPolls at Polling Booth 264 in Chandranagar Primary School pic.twitter.com/iZPQsk6Rfq
— ANI (@ANI) December 5, 2022
LIVE Updates 10 :15 AM:મોડાસાના ભાજપ ઉમેદવારે કર્યું મતદાન
- અરવલ્લીઃ મોડાસાના ભાજપ ઉમેદવારે કર્યું મતદાન
- ભીખુસિંહ પરમારે ચારણવાડા ખાતે કર્યું મતદાન
- જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
LIVE Updates 10 :01 AM: PM Modi એ મતદારોનો માન્યો આભાર
મતદાન બાદ પીએમ મોદીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, લોકતંત્રના ઉત્સવ માટે દેશના નાગરિકોનું હૃદયપૂર્વક અભિનંદન આપુ છું. હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપુ છું કે, તેઓએ શાનદાર રીતે સમગ્ર વિશ્વને ભારતના લોકતંની પ્રતિષ્ઠા વધે તે રીતે ચૂંટણીનું સંચાલન કરવાની મહાન પરંપરાને વિકસાવી છે. તેનુ ઉદાહરણ આ ચૂંટણીમાં જોવા મળ્યું. તેથી હું ચૂંટણી પંચનું હૃદયપૂર્વક અભિનંદન કરું છું. ગુજરાતના મતદારોનો આભાર માનું છું કે તેઓએ આ લોકતંત્રના ઉત્સવને આનબાનશાન સાથે ઉજવ્યો. ઉત્તમ પ્રકારે ચર્ચા કરી. ગુજરાતની જનતામાં વિવેક છે, તે સાંભળે બધાનું છે, અને જે સાચુ છે તે સ્વીકારવાનો ગુજરાતનો સ્વભાવ છે. તે મુજબ ભારે માત્રામાં મતદાન કરી રહ્યાં છે. તમે સૌને આભાર.
LIVE Updates 9:46 AM: ગુજરાતમાં 9 વગયા સુધીમાં 4.75 ટકા થયું મતદાન
અરવલ્લી- 4.99,અમદાવાદ- 4.20,આણંદ-4.92,ખેડા-4.50,ગાંધીનગર-7.05,છોટા ઉદેપુર-4.54,દાહોદ-4.35,પચમહાલ-4.06,પાટણ- 4.34,બનાસકાંઠા-5.36,મહીસાગર-3.76,મહેસાણા-5.44,વડોદરા-4.68, સાબકાંઠા-5.26.
LIVE Updates 9:46 AM: અમદાવાદ શહેર અને જિલ્લામાં ૯ વાગ્યા સુધી મતદાન
અમરાઈવાડી – ૩.૩૭,અસારવા – ૩.૮૦ ,બાપુનગર – ૪.૪૨,દાણીલીમડા – ૨.૯૭,દરિયાપુર -૩.૮૮,દસક્રોઈ -૪.૪૬,ધંધુકા – ૫.૨૫,ધોળકા -૫.૨૦,એલિસબ્રીજ – ૩.૫૨,ઘાટલોડિયા – ૫.૧૫,જમાલપુર ખાડીયા – ૨.૫૦,મણિનગર – ૪.૪૧,નારણપુરા – ૪.૦૨,નરોડા – ૩.૩૯,નિકોલ – ૪.૭૭,સાબરમતિ – ૪.૯૮,સાણંદ – ૫.૩૮,ઠક્કરબપા નગર – ૩.૨૧,વટવા – ૨.૫૬,વેજલપુર – ૩.૯૭,વિરમગામ – ૫.૫૫.
LIVE Updates 9:46 AM: સાંસદ રંજનબેન ભટ્ટ પહોંચ્યાં મતદાન કરવા
- વડોદરાઃ સાંસદ રંજનબેન ભટ્ટ પહોંચ્યાં મતદાન કરવા
- રંજન ભટ્ટ પાડોશીઓ સાથે પહોંચ્યાં મતદાન કરવા
- સયાજીગંજ વિધાનસભા માટે કરશે મતદાન
- સરસ્વતિ વિદ્યાલય સમા ખાતે પહોંચ્યાં
LIVE Updates 9:44 AM: ચૂંટણી પંચના વીડીયોગ્રાફરને લઈને વિવાદ
વડોદરા: ચૂંટણી પંચના વીડીયોગ્રાફરને લઈને વિવાદ
આઈ કાર્ડ પર ફોટો બીજા વ્યક્તિનો હોવાની શંકા
CISFને શંકા જતાં પોલીસને જાણ કરવામાં આવી
પી.એસ.આઇ તેજસ વિદ્યાલયના મતદાન મથકે પહોંચ્યા
વિડીયોગ્રાફરને પોલીસ મથક લઇ જવામાં આવ્યો
LIVE Updates 9:29 AM: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યું મતદાન
- વડાપ્રધાન મોદી પહોંચ્યા રાણીપ
- નિશાન સ્કુલમાં વડાપ્રધાન કર્યું મતદાન
- મોટી સંખ્યામાં લોકો સ્થળ પર હાજર
- વડાપ્રધાનનને નિહાળવા વિશાળ જનમેદની ઉમટી
- વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું
Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi casts his vote for the second phase of Gujarat Assembly elections at Nishan Public school, Ranip#GujaratElections pic.twitter.com/snnbWEjQ8N
— ANI (@ANI) December 5, 2022
LIVE Updates 9:20 AM:ઋષિકેશ પટેલે કર્યુ મતદાન
- કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કર્યુ મતદાન
- વિસનગર મતદાન કેન્દ્ર પર કર્યુ મતદાન
- મતદાન કરી સૌને મત આપવા કરી અપીલ
LIVE Updates 9:15 AM:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા મતદાન મથક
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા મતદાન મથક
- શિલજ ખાતે આવેલ સ્કૂલમાં કર્યું મતદાન
- લોકોને પણ મતદાન કરવા કરી અપીલ
LIVE Updates 9:00 AM: મતદાન પ્રક્રિયાને એક કલાક પૂર્ણ
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યથાવત
- મતદાન પ્રક્રિયાને એક કલાક પૂર્ણ
- વડાપ્રધાન મોદી મતદાન કરવા પહોંચ્યા
- રાણીપની નિશાન સ્કુલે મતદાન કરવા પહોંચ્યા
- વડાપ્રધાનનાં કોન્વોય સાથે લોકોની ભીડ ઉમટી
LIVE Updates 9 :00 AM:પીએમ મોદી મતદાન કરવા માટે રવાના થયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવનથી રવાના થયા છે. તેઓ અમદાવાદની નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કરશે.
Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi leaves from Gandhinagar Raj Bhawan to cast his vote for the Gujarat Assembly elections at Nishan Public School, Ranip.#GujaratElections2022 pic.twitter.com/gt9Rmg2tes
— ANI (@ANI) December 5, 2022
LIVE Updates 8:58 AM: ખોખરામાં ઇવીએમ ખોટકાયું
- અમદાવાદના ખોખરામાં ઇવીએમ ખોટકાયું
- ખોખરા શાળા નં.10માં ઇવીએમ ખોટકાયું
- ઇવીએમ ખોટકાતા તપાસ હાથ ધરાઈ
LIVE Updates 8:55 AM:શીકા મતદાન મથકે ખોટકાયું ઈવીએમ
મોડાસાના શીકા મતદાન મથકે ખોટકાયું ઈવીએમ
ઇવીએમ ખોટકાતા મતદારોને હાલાકી
બૂથ મથકે અધિકારી દ્વારા કરાયુ ચેકિંગ
LIVE Updates 8:48 AM:શંકર ચૌધરીએ મતદાન મથકે કર્યુ મતદાન
- થરાદના ભાજપ ઉમેદવારે કર્યુ મતદાન
- શંકર ચૌધરીએ મતદાન મથકે કર્યુ મતદાન
- મતદાન કરી સૌને મતદાન કરવા કરી અપીલ
- થરાદ ભાજપનાં ઉમેદવાર છે શંકર ચૌધરી
LIVE Updates 8:46 AM:સાસંદ સભ્ય મિતેષ પટેલ મતદાન કરવા પહોંચ્યા
- આણંદઃ સાસંદ સભ્ય મિતેષ પટેલ મતદાન કરવા પહોંચ્યા
- પોતાના નિવાસ સ્થાનેથી મતદાન કરવા પહોંચ્યા
- મિતેષ પટેલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા
- વસાદની ધ ન્યુ ઈંગ્લીશ ટ્રસ્ટ સ્કૂલ ખાતે કરશે મતદાન
- ઘરે પૂજા કરી ચાલતા મતદાન કરવા પહોંચ્યા મિતેષ પટેલ
- પ્રથમ વખત મતદાન કરતા યુવાનો પણ જોડાયા
LIVE Updates 8:44 AM: કતારમાં ઉભેલા લોકો ઘણા દિગ્ગજોના ભાવિનો કરશે નિર્ણય
ગુજરાતમાં ચાલી રહેલા મતદાનની પ્રાથમિક તસવીરો બહાર આવવા લાગી છે. અમદાવાદની શીલજ અનુપમ સ્કૂલમાં મતદાન મથક બનાવવામાં આવ્યું છે. આ મતદાન મથક નંબર – 95 છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં મતદાન કરશે. જે તસવીરો સામે આવી છે તેમાં જોવા મળે છે કે લોકો મતદાન કરવા માટે આ મતદાન મથક પર પહોંચ્યા હતા. આ ઉપરાંત વડોદરામાં આવેલા મતદાન મથક નંબર 10ની તસવીરો પણ સામે આવી છે. અહીં લોકો પોતાના વારાની રાહ જોતા કતારમાં ઉભા જોવા મળે છે.
Voting underway for #GujaratElections2022; visuals from polling booth 95, Shilaj Anupam School in Ahemdabad
Gujarat CM Bhupendra Patel will cast his vote here. pic.twitter.com/mYxi3OwKX2
— ANI (@ANI) December 5, 2022
LIVE Updates 8:39 AM: કેજરીવાલે કર્યુ ટ્વિટ
આપનાં રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે કર્યુ ટ્વિટ
ટ્વિટ કરી મતદાન કરવા કરી અપીલ
કહ્યું-આ ચૂંટણી નવી આશા-આકાંક્ષાની ચૂંટણી
LIVE Updates 8:35 AM:ખડગેએ કર્યુ ટ્વિટ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ કર્યુ ટ્વિટ
ટ્વિટ કરી મતદાન કરવા કરી અપીલ
કહ્યું-પરિવર્તન ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈએ
LIVE Updates 8:22 AM: EVM ખોટકાયું
નારણપુરામાં EVM ખોટકાયું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતી શાળા નંબર 4માં EVM માં એરર આવી ગઈ છે. ફરજ પર હાજર સ્ટાફ EVM કાર્યરત કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
LIVE Updates 8:10 AM:વડોદરાનાં અટલાદરામાં આચારસંહિતાનો ભંગ
- વડોદરાના અટલાદરામાં આચાંરસહિતાનો ભંગ
- સ્વામીનારાયણ સંતોએ કર્યો આચાંરસહિતાનો ભંગ
- અટલાદરા સરકારી સ્કૂલમાં મતદાન વખતે ભંગ
- બુથ મથકમાં એક સાથે બે સ્વામીઓ થયા એકઠા
- ચૂંટણી ઓફિસરે કર્યો હતો ઇન્કાર
- ઇન્કાર કર્યા છતાં સ્વામી ગયાં બુથની અંદર

LIVE Updates 8:05 AM:વડોદરામાં મતદાન થયું શરૂ
- વડોદરામાં મતદાન થયું શરૂ
- સ્વામિનારાયણ મંદિરના સંતો કરશે મતદાન
- જ્ઞાનવત્સલ સ્વામી સહિત 20 સંતો કરશે મતદાન
- એકસાથે 20 સંતો લાઈનમાં ઊભા રહી કરશે મતદાન
- અટલાદરા સરકારી સ્કૂલમાં કરશે મતદાન
LIVE Updates 8:00 AM: બીજા તબક્કાનું મતદાન શરૂ
LIVE Updates 7:50 AM: હાર્દિકને ચેલેન્જ પસંદ છે, મતદાન પહેલા બોલી ભાજપના ઉમેદવારની પત્ની
ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલના પત્ની કાનજીભાઈ પટેલે મીડિયાને જણાવ્યું કે અહીં કોઈ નજીકની લડાઈ નથી. દરેક વ્યક્તિ હાર્દિકની સાથે છે. અમે પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. હાર્દિકને પડકાર ગમે છે અને તે પડકારોને પણ પાર કરે છે. તે ચોક્કસપણે જીતશે. જણાવી દઈએ કે હાર્દિક પટેલ વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે.
LIVE Updates 7:45 AM: વોટિંગ પહેલાં PM મોદીએ કર્યું ટ્વિટ
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું. હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.
હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.
— Narendra Modi (@narendramodi) December 5, 2022
LIVE Updates 7:29AM: વોટિંગ પહેલાં અમિત શાહે શું કર્યું ટ્વિટ વાંચો
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલા ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે આજે ગુજરાતમાં બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. હું આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે, ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે ચૂંટવા માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરો. તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.
ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ.
તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.
— Amit Shah (@AmitShah) December 5, 2022
LIVE Updates 7:26 AM: આ જિલ્લાઓમાં મતદાન થશે
બીજા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લામાં 93 બેઠકો માટે મતદાન યોજાશે. છેલ્લા તબક્કાના મુખ્ય મતવિસ્તારોમાં ઘાટલોડિયા, વિરમગામ અને ગાંધીનગર દક્ષિણ સૌથી વધુ લોકપ્રિય છે.
LIVE Updates 7:23 AM: બીજા તબક્કાના મતદાનમાં કેટલા યુવા મતદારો
ગુજરાતમાં આજે યોજાનાર બીજા તબક્કામાં કુલ 2.51 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.29 કરોડ પુરૂષો અને 1.22 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. 18 થી 19 વર્ષની વયજૂથના 5.96 લાખ મતદારો છે. ચૂંટણી પંચે 14,975 મતદાન મથકો બનાવ્યા છે અને આ માટે 1.13 લાખ મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
LIVE Updates 7:15 AM: ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી, આ દિગ્ગજોના ભાવિનો થશે ફેંસલો
બીજા તબક્કાના કેટલાક મહત્વના મતવિસ્તારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા, ભાજપના નેતા હાર્દિક પટેલના વિરમગામ અને ગાંધીનગર દક્ષિણનો સમાવેશ થાય છે, જ્યાંથી ભાજપના અલ્પેશ ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત દલિત નેતા જીગ્નેશ મેવાણી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરથી ઉમેદવાર છે. ભાજપના બળવાખોર મધુ શ્રીવાસ્તવ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
LIVE Updates 7:10 AM: બેઠકનું ગણિત શું કહે છે?
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સોમવારે 14 મધ્ય અને ઉત્તર જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) એ આમાંથી 51 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 39 બેઠકો જીતી હતી, જ્યારે અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી. મધ્ય ગુજરાતમાં ભાજપે 37 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 22 બેઠકો મળી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને 17 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 14 બેઠકો મળી હતી.
LIVE Updates 7:07 AM: PM નરેન્દ્ર મોદી રાણીપમાં કરશે મતદાન
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપના મતદાન મથક પર મતદાન કરશે. પીએમ રવિવારે તેમની માતા હીરાબાને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. PM સવારે 8:30 વાગ્યે મતદાન કરશે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં મતદાન કરશે.
LIVE Updates 7:02 AM: 833 ઉમેદવારો મેદાનમાં
બીજા તબક્કામાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 764 પુરૂષ અને 69 મહિલાઓ છે. ઉમેદવારોમાંથી 285 અપક્ષ છે. બીજા તબક્કામાં ભાજપ અને AAPએ તમામ 93 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસના 90 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસની સહયોગી એનસીપી બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
LIVE Updates 7:00 AM: 26,409 મતદાન મથકો પર મતદાન થશે
મતદાન માટે 26,409 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. 29,000 થી વધુ પ્રિસાઇડિંગ ઓફિસર અને 84,000 પોલિંગ ઓફિસર તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન માટે લગભગ 36 હજાર EVM મશીનનો ઉપયોગ કરવામાં આવશે. તમામ 14 જિલ્લામાં આવા 93 મોડલ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેનું સંચાલન દિવ્યાંગો કરશે. 651 મતદાન મથકો છે જેનું સંચાલન માત્ર મહિલા મતદાન કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં અંતિમ તબક્કાની 93 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોની વિશ્વસનીયતા દાવ પર
