Second phase voting : પહેલા તબક્કામાં નિરસ મતદાન થયા બાદ આજે બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મતદારો આજે રાજકિય પાર્ટીઓનું ભાવિ નક્કી કરશે. આ વખતે પણ મતદારો શું કરશે તે જોવાનું રહ્યું. પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે અનેક લોભામણી જાહેરાતો કરી રહ્યા છે અને બુથ પર લઇ જવા માટે કમર કાર્યકરોને નિર્દેશ આપવામાં આવ્યા છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ કાર્યકરો તૈયારીમાં લાગી ગયા છે, ભાજપે તો નવા સ્લોગન સાથે પરિવારના સભ્યો સાથે મતદાન કરવા અપીલ કરી છે,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આજે મતદાન થવાનું છે. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે. આજે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ બીજા તબક્કાનું મતદાન શરુ થશે.
નોંધનીય છે કે ગુજરાતમાં પહેલા તબક્કાની 89 બેઠકોની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ દાખવેલી નિરસતા રાજકીય પક્ષો અને લોકશાહીની ઉદ્દાત ભાવના સામે ચિંતા ઉપજાવનારી છે. કદાચ મતદારોના મનમાં એવી હતાશા ઉભી થઈ હશે કે ભાજપ આવે કે કોંગ્રેસ બધા સરખા જ છે ને? કોંગ્રેસ તરફી હોઈએ અને કોંગ્રેસના ઉમેદવારને મત આપીએ તો તે ભાજપમાં જતો રહેવાનો છે. ભાજપના શાસનમાં વિકાસની ગુલબાંગો વચ્ચે મોંઘવારી અને બેરોજગારીનો ભરડો તો છે જ ને?
સરકારી તંત્રમાં વધતો જતો બેફામ ભ્રષ્ટાચાર, બેરોજગારી ઉપરાંત શોષણ કરતી કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સિંગ કંપનીમાંથી કર્મચારીઓ લેવાની પદ્ધતિ, મોંઘવારી વગેરે બાબતોથી નાગરિકો ગળે આવી ગયેલા છે જેના લીધે મતદાનથી અળગા રહીને રોષ વ્યક્ત કર્યો હોવાની છાપ પણ ઊભી થઈ છે. રાજકીય પક્ષો તેમના નેતાઓ, કાર્યકરોની રીતિનીતિ, અહંકાર, ભ્રષ્ટ ચાલચલગત વગેરે બાબતોથી પણ નાગરિકો અકળાઈ ગયા છે, જેનું પ્રતિબિંબ ઓછા મતદાનમાં જોવા મળી રહ્યું છે.
Gujarat Election 2022/ તીવ્ર રોષઃ ઓછું મતદાન ઉમેદવારોની ઉંઘ હરામ!
OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી
