- 8 આરોપીની અગાઉ ધરપકડ કરી
- આગળ તપાસ કરતા દિપક મહેન્દ્ર પટેલ જે સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે
- દિપક ની પૂછપરછ માં મંગેશ શિરકે પાસેથી પેપર લીધેલા
- કિશોર આચાર્ય જે સાણંદ પાસે રહે છે અને પ્રિન્ટિંગ પ્રેસ નો મેનેજર પાસેથી મંગેશે પેપર લીધેલા
મંગેશ પાસેથી રૂ. 7 લાખ મલ્યા, અન્ય 3 જગ્યાએ પણ મંગેશે પેપર આપેલા તેની તપાસ ચાલુ
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગૌણસેવાના પેપર લીક કૌભાંડ ચર્ચાનો વિષય રહ્યો છે. લાખો વિધાર્થીઓની મહેનત પર પાણી ફેરવાઇ ગયું છે. ત્યારે આ મામલે રેંજ આઇજી અભય ચુડાસમા એ એક પત્રકાર પરિષદમાં આ મામલે મોટા ખુલાસા કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર આ પેપર પ્રિન્ટિંગ પ્રેસ ખાતેથી જ લીક થાય છે. પ્રેસના સુપરવાઇઝર એ જ આ પેપરનો સોદો કર્યો હતો.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, મામલે આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આજ રોજ રવિવારે પોલીસે અમદાવાદના સિંગરવાથી દિપક નામનાં વ્યક્તિની ધરપકડ કરી હતી. સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડક્લાર્કનું પેપર લીક થયું હતું. તેમજ પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઇઝર કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશને આ પેપર વેચ્યું હતું. દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે જેની આજે ધરપકડ કરી લેવામાં આવી છે.
ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, દેવલ પટેલ પણ ત્યાંજ નોકરી કરે છે. પેપરને પ્રેસમાં ખાનગી રીતે કાઢી અને આરોપી મંગેશને આપવામાં આવ્યું હતું. વધુમાં મંગેશ પાસેથી 7 લાખ રૂપિયા પણ પોલીસ કબજે કર્યા છે. પેપર લિકની આખી લિંક પ્રિન્ટીંગ પ્રેસમાંથી જ મળી રહી છે. પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઇઝર કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં પેપર મંગેશને વેચ્યું હતું.
ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી છે. કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. કિશોર આચાર્ય એ 10મીએ પેપર લીક કર્યું હતું. જેમણે પેપર ખરીદ્યા છે એમની સામે પણ પગલાં લેવાશે. કુલ 11 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે.


