Gujarat News/ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ:મહુવા અને હાંસોટમાં અઢી ઇંચ વરસાદથી રસ્તાઓ પાણી પાણી

28 અને 29 મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

Gujarat

Gujarat News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. બીજીતરફ 1 જૂન સુધી હવામાન વિભાગે રાજ્યમાં છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે 27 મેના રોજ મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી સાથે 40થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 28 અને 29 મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં મોડીરાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ, તાપી, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે વરસાદ ખાબક્યો હતો. છોટાઉદેપુરથી અલીરાજપુર નેશનલ હાઇવે 56 ઉપર અંબાલા ખાતે રસ્તા વચ્ચે ઝાડ પડતાં એક કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો.

તો ગીર પંથકમાં ફરી મેઘમંડાણ થયાં છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં વરસાદને લઈને ગિરનારની રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. ગિરનારનાં ભદ્ભુત દૃશ્યો સામે આવ્યાં છે. આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 60 મિમી વરસાદ વરસ્યો છે.

આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી વરસેલો વરસાદ

તાલુકો વરસાદ
મહુવા 60 મિમી
હાંસોટ 59 મિમી
નેત્રંગ 44 મિમી
ભરૂચ 43 મિમી
માંગરોળ 42 મિમી
ઓલપાડ 31 મિમી
વાલિયા 28 મિમી
કામરેજ 24 મિમી
ધોલેરા 22 મિમી
ઝઘડિયા 20 મિમી
તળાજા 19 મિમી
નાંદોદ 19 મિમી
જાફરાબાદ 18 મિમી
રાજુલા 18 મિમી
ઉના 18 મિમી
વાગરા 15 મિમી
આજે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરનાં અલગ-અલગ સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.આજે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરનાં અલગ-અલગ સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય, પશ્ચિમ અને પૂર્વમાં ભારે વંટોળ સાથે વરસાદ

આ પણ વાંચો:ઉત્તર ગુજરાતને ધમરોળતું વાવાઝોડું અને વરસાદ

આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી