@પ્રિયકાંત ચાવડા
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નાવિયાણી ગૌશાળા પાસે યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવતા વિસ્તારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. બનાવની જાણ થતા દસાડા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાંપ્રત સમયમાં નાની વયના યુવક-યુવતી અમુલ્ય જીવન ટૂંકાવી આત્મહત્યા કરતા હોવાના બનાવોમા સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નાવિયાણી ગામ પાસે આવેલ ગૌશાળા નજીક ઝાડ પર દોરડાથી ગળે ફાંસો ખાઈ લટકતી હાલતમાં એક યુવક મળી આવતા દસાડા પોલિસને જાણ કરવામાં આવી હતી.
દસાડા પોલિસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવતા પોલિસ તપાસમાં મૃતક વસંત પટેલ (મૂળ રહે.કુકેરી,નવસારી તા.ચીખલી હાલ રહે.નાવિયાણી તા.દસાડા સહજાનંદ સોસાયટી)નો હોવાનું અને મારુતિ સુઝુકી કંપનીમાં નોકરી કરતો હોવાનુ સામે આવ્યું હતુ.
પોલિસ દ્વારા પરીવારજનોને જણા કરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પરીવારજનોનુ ર્હયાફાટ રૂદનથી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા મૃતક દ્વારા ક્યા કારણોસર અંતિમ પગલું ભરવામાં આવ્યું હશે ? તે બાબતે દસાડા પોલિસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી
આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો
આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત
