Gujarat Weather/ ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી, કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું

ગુજરાતમાં હાલ ગુલાબી ઠંડીનો પ્રકોપ યથાવત છે, જેમાં કચ્છનું નલિયા ફરી એક વખત રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે. નલિયામાં 10°Cનું લઘુત્તમ તાપમાન નોંધાતા ઠંડીની લહેર વધુ તેજ બની છે.

Top Stories Gujarat Breaking News
ઠંડી

Gujarat Weather: ગુજરાતમાં ગુલાબી ઠંડીનો પ્રકોપ યથાવત છે. ત્યારે ફરી એક વાર કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજ્યભરના મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. 31 ડિસેમ્બરથી રાજ્યમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ યથાવત રહેવાની ધારણા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આગામી સાત દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી.

ગુજરાતમાં ગુલાબી ઠંડી 

સમગ્ર ગુજરાત (Gujarat) ઠંડીની અસર અનુભવી રહ્યું છે.ત્યારે કચ્છના નલિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જે તેને રાજ્યનું સૌથી ઠંડુ શહેર બનાવ્યું છે.અન્ય શહેરોમાં અમદાવાદ 13.8°C, ગાંધીનગર 13.5°C, કંડલા એરપોર્ટ 11.5°C, અમરેલી 12°C, ડીસા 12.8°C, વડોદરા 13°C, રાજકોટ 13.2°C, પોરબંદર 13.4°C, વલ્લભ વિદ્યાનગર 15.5°C, ભુજ 14.4°C, ભાવનગર 15.4°C, સુરેન્દ્રનગર 15.5°C, મહુવા 15.3°C, કેશોદ 15.5°C, દમણ 15°C, દ્વારકા 17.6°C, દીવ 16.6°C, સુરત 19.4°C અને વેરાવળ 19.2°C. તાપમાન  નોંધાયું છે.

અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર, રાજકોટ, વડોદરા સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 13°C થી 15°C વચ્ચે નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે અને ઉત્તર પૂર્વ પવનની અસરને કારણે ખાસ કરીને સવારના સમયમાં તીવ્ર ઠંડી અનુભવાશે. 31 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધુ વધવાની શક્યતા છે. આ ઠંડી હવામાન ખેડૂતો માટે રવિ પાકને અનુકૂળ હોવા છતાં, સામાન્ય નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર, રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી