IPL 2022/ મોટા ભાઈએ નાના ભાઈને કર્યો આઉટ, આવું હતું હાર્દિક પંડ્યાની પત્ની નતાશાનું રિએક્શન

પંડ્યા ભાઈઓ IPLમાં એક જ ટીમ (મુંબઈ ઈન્ડિયન્સ) તરફથી રમતા હતા, પરંતુ આ વખતે તેમની ટીમ બદલાઈ ગઈ છે. જ્યારે મોટા ભાઈ કૃણાલને લખનઉ સુપરજાયન્ટ્સે ખરીદ્યો હતો,ત્યારે નાના ભાઈ હાર્દિકને ગુજરાત ટાઇટન્સે તેમનો કેપ્ટન બનાવ્યો હતો.

Top Stories Sports
હાર્દિક પંડ્યા

IPL 2022 ની રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપરજાયન્ટ્સને 5 વિકેટે હરાવી ટુર્નામેન્ટમાં જીત  સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી. IPLના ઈતિહાસમાં બંને ટીમોની આ પ્રથમ મેચ હતી, જેથી ચાહકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો. જો કે મેચમાં આવી ઘણી ક્ષણો હતી, જે ચાહકોને યાદ હશે, પરંતુ સૌથી રસપ્રદ બે ભાઈઓની ટક્કર હતી. જ્યારે કૃણાલ પંડ્યા સામે ભાઈ હાર્દિક પંડ્યા આવ્યો હતો.

અગાઉ, પંડ્યા ભાઈઓ IPLમાં એક જ ટીમ (મુંબઈ ઈન્ડિયન્સ) તરફથી રમતા હતા, પરંતુ આ વખતે તેમની ટીમ બદલાઈ ગઈ છે. જ્યારે મોટા ભાઈ કૃણાલને લખનઉ સુપરજાયન્ટ્સે ખરીદ્યો હતો,ત્યારે નાના ભાઈ હાર્દિકને ગુજરાત ટાઇટન્સે તેમનો કેપ્ટન બનાવ્યો હતો. બધા જ તે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા જ્યારે બંનેની પીચ પર ટક્કર જોવા મળે અને તે ક્ષણ આવી ગઈ.

મેચમાં 159 રનના ટાર્ગેટનો પીછો કરવા ગુજરાતની ટીમ ઉતરી ત્યારે તેની શરૂઆતની બે વિકેટ સસ્તામાં પડી હતી અને હાર્દિક પંડ્યા પીચ પર આવ્યો હતો. જ્યારે હાર્દિક 27 બોલમાં 33 રન બનાવીને પોતાની ટીમને મક્કમતાથી પાટા પર લાવી રહ્યો હતો ત્યારે ઈનિંગની 11મી ઓવરમાં તેનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા બોલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરના પહેલા જ બોલ પર કૃણાલે હાર્દિકને મનીષ પાંડેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વિકેટ તો મળી પરંતુ કૃણાલે તેની ઉજવણી ન કરી. જ્યારે હાર્દિકની પત્ની નતાશા  હાજર હતી તે સ્ટેન્ડ પર સૌથી રસપ્રદ નજારો જોવા મળ્યો હતો, તે મૂંઝવણમાં દેખાતી હતી.

જુઓ વીડિયો…

https://twitter.com/jagathishtdvm/status/1508491169004613633?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1508491169004613633%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnowhindi.com%2Fcricket%2Fipl%2Farticle%2Fkrunal-pandya-dismisses-brother-hardik-pandya-in-ipl-2022-match-as-natasha-stankovic-reaction-goes-viral%2F396169

મેચ બાદ જ્યારે હાર્દિક પંડ્યાને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે વિકેટ ગુમાવવી નિરાશાજનક હતી પરંતુ બાદમાં જીત મળી જેનાથી રાહત મળી. તેણે કહ્યું કે પરિવારમાં દરેક જણ ખુશ રહેશે કારણ કે એક ભાઈને વિકેટ મળી અને બીજાને જીતે.

આ પણ વાંચો :પહેલીવાર સામ-સામે હશે 2 ભાઈઓ, ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે થશે શાનદાર મેચ

આ પણ વાંચો :શાહરૂખ ખાનના દીકરા સાથે જોવા મળી મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે આ સુંદર છોકરી

આ પણ વાંચો : શુભમન ગિલે IPL ઈતિહાસનો સૌથી અદભૂત કેચ પકડ્યો,જુઓ વીડિયો…

આ પણ વાંચો :ગુજરાત ટાઇટન્સે IPLની શરૂઆત જીત સાથે કરી,લખનૌ સુપર જાયન્ટ્સને પાંચ વિકેટે હરાવ્યું