Not Set/ WHO વડાએ કહ્યુ – મહામારીને ખતમ કરવા માત્ર વેક્સીન અસરકારક નથી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં વડાએ કહ્યું છે કે, એક રસી (કોરોના રસી) કોરોના વાયરસ રોગચાળાને રોકી શકશે નહી. નોંધપાત્ર વાત એ છે કે, કોરોના રોગચાળો જ્યારે સામે આવ્યો છે ત્યારથી તે સતત વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં 5 કરોડ 40 લાખથી વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. એટલું જ નહીં તેના કારણે લગભગ 13 […]

Top Stories World
asdq 121 WHO વડાએ કહ્યુ - મહામારીને ખતમ કરવા માત્ર વેક્સીન અસરકારક નથી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં વડાએ કહ્યું છે કે, એક રસી (કોરોના રસી) કોરોના વાયરસ રોગચાળાને રોકી શકશે નહી. નોંધપાત્ર વાત એ છે કે, કોરોના રોગચાળો જ્યારે સામે આવ્યો છે ત્યારથી તે સતત વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં 5 કરોડ 40 લાખથી વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.

એટલું જ નહીં તેના કારણે લગભગ 13 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. ડબ્લ્યુએચઓનાં ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડેનોમે કહ્યું, ‘એક રસી આપણી પાસે રહેલા અન્ય સાધનોની પૂરકનું કામ કરશે, તે તેને રિપ્લેસ કરી શકશે નહીં.’ ડબ્લ્યુએચઓનાં શનિવારનાં ડેટા અનુસાર, યુએન આરોગ્ય એજન્સીને 6,60,905 કેસ રિપોર્ટ થયા હતા, જે પોતે જ એક રેકોર્ડ છે. આ અગાઉ શુક્રવારે 6,45,410 કેસ નોંધાયા હતા. તેણે 7 નવેમ્બરનાં રોજ 6,14,013 નો આંકડાને પાછળ છોડી દીધો છે.

ટેડ્રોસે કહ્યું કે, શરૂઆતમાં રસીનો પુરવઠો લોકો માટે મર્યાદિત કરવામાં આવશે કેમ કે આરોગ્ય કાર્યકરો, વૃદ્ધો અને સૌથી વધુ જોખમ ધરાવતા લોકોને આ કિસ્સામાં પ્રાથમિકતા આપવામાં આવશે. અપેક્ષા છે કે આનાથી મૃત્યુ દરમાં ઘટાડો થશે અને આરોગ્ય તંત્રને પાટા પર લાવવામાં મદદ મળશે. આ સાથે તેમણે ચેતવણી આપી હતી કે, ‘સૌથી ભયભીત વાયરસ પણ સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકાતો નથી. મોનિટરિંગ હજુ પણ રાખવી પડશે અને લોકોને હજુ પણ ટેસ્ટ કરાવતા રહેવુ પડશે અને પોઝિટિવ હોય ત્યારે ક્વોરન્ટાઇન થવુ પડશે.’