- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લખીમપુર જવા મંજૂરી
- રાહુલ ગાંધીને લખીમપુર જવા અપાઇ મંજૂરી
- યોગી સરકારે લખીમપુર જવા પરવાનગી આપી
- રાહુલ ગાંધીને પાંચ લોકો સાથે જવા મંજૂરી મળી
- પ્રિયંકા-રાહુલ બંને પીડિત પરિવારોની લેશે મુલાકાત
લખીમપુર ખેરીમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોનાં મોત બાદ વિવાદ સતત વધી રહ્યો છે. વિપક્ષી નેતાઓ સતત લખીમપુર ખેકરી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ આજે CM ભૂપેશ બઘેલ અને ચરણજીત સિંહ ચન્ની સાથે લખીમપુર જવાની પણ જાહેરાત કરી છે, પરંતુ UP પ્રશાસને તેમને પરવાનગી આપી નહોતી. જો કે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મંજૂરી મળી ગઇ છે.
આ પણ વાંચો – અફઘાનિસ્તાન / જેનો ડર હતો તાલિબાને તેવી હરકતો કરી શરૂ, જાહેરમાં ક્રેનની મદદથી ચાર મૃતદેહો લટકાવ્યા
કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિર્ણય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી પાંચ લોકો સાથે લખીમપુરમાં બે પીડિતોનાં પરિવારોને મળશે. તે થોડા સમયમાં લખનઉ પહોંચવાના છે. અગાઉ તેમને દિલ્હી એરપોર્ટ પર રોકવાની તૈયારી કરવામાં આવી રહી હતી, પરંતુ કોંગ્રેસે એરપોર્ટ ઓથોરિટી સામે વાંધો ઉઠાવ્યા બાદ રાહુલ અને અન્ય નેતાઓને લખનઉની ફ્લાઇટ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે તેમને લખનઉમાં રોકવાની તૈયારી ચાલી રહી છે. આ પહેલા કોંગ્રેસે રાહુલ ગાધીનાં નેતૃત્વમાં પાંચ સભ્યોનાં પ્રતિનિધિમંડળને લખીમપુર જવા માટે પરવાનગી માંગી હતી, જેને યોગી સરકારે ફગાવી દીધી હતી. અગાઉ નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ બે મુખ્યમંત્રીઓ (ભૂપેશ બઘેલ અને ચરણજીત સિંહ ચન્ની) સાથે લખનઉ જશે. ત્યાંથી લખીમપુર જવાનો પ્રયત્ન કરીશું.
આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી ભડકો, દેશનાં ઘણા ભાગોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, પ્રિયંકા સાથે ઝપાઝપી થઈ, તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. અમને મારી દેેવામાં આવશે કે દફનાવી દેવામાં આવશે, તેનાથી કોઈ ફરક પડતો નથી… અમારી તાલીમ તે પ્રકારની થઇ છે. આ ખેડૂતોનો પ્રશ્ન છે. સંઘર્ષ ચાલુ રહેશે. રાહુલની પ્રેસ કોન્ફરન્સ બાદ લખનઉમાં મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે અને દિલ્હીમાં સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જવાબ આપ્યો હતો. બંને નેતાઓએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ પર બેજવાબદાર વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…